________________
૧૦૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત |
દિનેશ – નિશીથ સૂત્રના આ બે સૂત્રોનો આશય આ પ્રમાણે છે– (૧) સંવત્સરીનો જે નિશ્ચિત દિવસ છે, તે દિવસે સંવત્સરી પર્વ આરાધના ન કરવી, તે એક અપરાધ છે. (૨) સંવત્સરીના નિશ્ચિત દિવસે સંવત્સરી પર્વઆરાધના ન કરતાં અન્ય કોઈપણ દિવસે સંવત્સરી પર્વની આરાધના કરવી, તે પણ અન્ય અપરાધ છે. આ બંને અપરાધ કરનાર શ્રમણને ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત આવે છે. જિજ્ઞેશ:– સંવત્સરીના નિશ્ચિત દિવસ તો આજકાલ ચોથ અને પાંચમ બને પ્રચલિત છે ને? તો પ્રાયશ્ચિત્ત કોને આવે છે? દિનેશ – નિશીથ સૂત્રનો આ પાઠ તો અતિ પ્રાચીન તેમજ ગણધર રચિત છે, તથા ચોથની પરંપરા તો વીર નિર્વાણના સાધિક ૯૦૦ વર્ષ પછીની છે. પાંચમની નિશ્ચિત તિથિ જ આગમકાલીન છે અને આગમ નિશીથ સૂત્રનું ઉપરનું વિધાન પણ પંચમીની અપેક્ષાએ જ છે. જિજ્ઞોશ :- પાંચમનું સ્પષ્ટ પ્રમાણ શું છે? દિનેશ – ચોથ કે પાંચમા કોઈપણ દિવસે સંવત્સરી માનનારા પણ પાંચમને જ મૌલિક, પ્રાચીન તેમજ આગમકાલીન સહર્ષ સ્વીકારે છે. તેમાં કોઈનો વિરોધ છે જ નહીં. એ સત્ય હકીકત છે. એ જ પાંચમની પ્રાચીનતાનું પ્રબળ પ્રમાણ છે.
આગમમાં સંવત્સરીનો એક નિશ્ચિત દિન હોવાનો નિર્દેશ છે અને આગમની વ્યાખ્યામાં અનેક સ્થાને “ભાદરવા સુદ પંચમી'નો જ નિર્દેશ કરેલ છે. પ્રચલિત ચતુર્થીને માટે પણ એક રાજા અને એક આચાર્યનું ઘટિત કથાનક આપેલ છે, તેનાથી પણ પાંચમની જ મૌલિકતા સ્પષ્ટ થાય છે તથા ચોથ તો પાછળથી ચલાવેલી પરંપરાથી છે, તે પણ સ્પષ્ટ છે. જિગ્નેશ – નિશીથ સૂત્રમાં નિશ્ચિત તિથિએ સંવત્સરી આરાધના કરવા સિવાય બીજા સંવત્સરી સંબંધી શું-શું વિધાન છે? દિનેશ :- નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૦માં સંવત્સરી સંબંધી અન્ય વિધાનો આ પ્રમાણે છે– (૧) સંવત્સરી સુધીમાં શ્રમણે લોચ અવશ્ય કરી લેવો જોઈએ. ગો રોમથી નાના વાળ હોય તો લોચ કરવો જરૂરી નથી. (૨) સંવત્સરીના દિવસે શ્રમણે ચૌવિહારો ઉપવાસ કરવો જરૂરી છે. તેણે કિંચિત્ પણ આહાર-પાણી સંવત્સરીના દિવસે વાપરવા નહીં. (૩) પર્યુષણ કલ્પ નામના દશાશ્રુત સ્કંધ સૂત્રના આઠમાં અધ્યયનનું સંવત્સરીના દિવસે વાંચન, શ્રવણ, ચિંતન, મનન કરવું જરૂરી છે. તેને ગૃહસ્થ પરિષદમાં સંભળાવવું ન જોઈએ. જિજ્ઞેશ – નિશીથ સૂત્રના આ વિધાનોમાં સંવત્સરી પ્રતિક્રમણ સંબંધી શું કોઈ વિધાન નથી? દિનેશ :- નિશીથ સૂત્રમાં ઉપરોક્ત સાધ્વાચાર સંબંધી વિશિષ્ટ વિધાન છે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only