________________
અનુભવ અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
જિજ્ઞેશ ઃ
ચોથની સંવત્સરી કોણ મનાવે છે ?
દિનેશ :- શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ. જિજ્ઞેશ ઃ
-
દિનેશ :– શ્વે. સ્થાનકવાસી સમાજ તથા શ્વે. તેરાપંથી સમાજ. જિજ્ઞેશ ઃદિગંબર સમાજ સંવત્સરી ક્યારે મનાવે છે ?
દિનેશ :– દિગંબર સમાજ પણ સંવત્સરી ભાદરવા સુદ પાંચમની મનાવે છે. પરંતુ તેઓએ સંવત્સરી પછી નવ દિવસ આરાધનાના રાખ્યા તથા ધીરે-ધીરે ભાદરવા સુદ પાંચમનું મહત્વ ઘટીને ધર્મારાધનાના છેલ્લા દિવસ ચતુર્દશીનું મહત્વ વધી ગયું અને તે દિવસ સંવત્સરી જેવો મહત્વનો પ્રચલિત થઈ ગયો. તો પણ તેમની પર્યુષણ પર્વારાધના ભાદરવા સુદ પાંચમથી જ પ્રારંભ થતી મનાય છે. જિજ્ઞેશ :-- જૈનોના મુખ્ય ચાર ફિરકા છે, તેમાં ચતુર્થાંવાળા કેટલા છે ? અને પંચમીવાળા કેટલા છે ?
પાંચમની સંવત્સરી કોણ મનાવે છે ?
૧૦૦
દિનેશ ઃશ્વે. મૂર્તિપૂજક સિવાયના ત્રણેય ફિરકા ભાદરવા સુદ પાંચમને સંવત્સરી પર્વ માનનારા છે. શ્વે. મૂર્તિપૂજકમાં પણ કોઈ સમુદાય પાંચમની માન્યતાવાળા છે. જિજ્ઞેશ ઃચતુર્થીની સંવત્સરી મનાવનારા પણ પાંચમની પ્રાચીનતા તથા મૌલિકતા સ્વીકારે છે ?
દિનેશ ઃહા, ચતુર્થીની સંવત્સરી મનાવનારા બધા સુજ્ઞ સાધકો પંચમીની મૌલિકતા તથા પ્રાચીનતા સહર્ષ સ્વીકારે છે તથા ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણના સેંકડો વર્ષો પછી ચોથની પરંપરા ચાલુ થયાનું માને છે.
જિજ્ઞેશ :– એક આચાર્યએ એક નગરમાં સજોગોવશાત્ ચતુર્થીની સંવત્સરી કરી હતી તો તેને કાયમી પરંપરા કેમ બનાવી ?
દિનેશ ઃસમાજમાં એવી ઘણી પરંપરાઓ એમજ પડી જાય છે. પાછળનો સમાજ તેને ધ્રુવ સિદ્ધાંત બનાવી લે છે. તેનું કારણ અવિચારકતા તેમજ ભક્તિનો અતિરેક જ સમજવું જોઈએ.
જિજ્ઞેશ :– ચતુર્થીની સંવત્સરી કરવી એ શું આગમ વિરુદ્ધ છે ? તેનું કોઇ પ્રાયશ્ચિત્ત છે ? દિનેશ ઃહા, ચતુર્થીની સંવત્સરી કરવી તે આગમ આજ્ઞાનું ઉલ્લંઘન છે તથા શાસ્ત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત કહેલ છે.
•
જિજ્ઞેશ ઃ તેનું આગમ પ્રમાણ શું છે ?
દિનેશ ઃ— નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૦, સૂત્ર–૩૬, ૩૭.
જિજ્ઞેશ :-- તે સૂત્રોમાં શું કહેવામા આવ્યું છે ?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org