________________
૧૦.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમનવનીત
પ્રશ્ન :- કેટલાક શ્રાવકો, સાધુઓએ મંદિર બનાવ્યાં છે, એવું કેટલીય કથા ઓમાં આવે છે. ઉત્તર :નદી સૂત્રમાં કહ્યાં છે તે શાસ્ત્રોમાં લગભગ 2000 પાનાઓ જેટલી કથાઓ છે પરંતુ એક પણ જગ્યાએ સાધુ કે શ્રાવક દ્વારા મંદિર બનાવવાની કે તેવી પ્રેરણાની વાતનું નામનિશાન પણ નથી. તો પછીના કથા ગ્રંથોમાં તે ક્યાંથી આવે? સ્વચ્છેદ મતિ કલ્પિત થવા સિવાય તેને કોઈ સ્થાન પ્રાપ્ત થાય નહીં. પ્રશ્ન – મંદિર માર્ગવાળા લોકો તો અમને કહે છે કે તમે પૂવચાયો મહાપુરુષોના શાસ્ત્રોને નથી માનતા તે ઠીક નથી. પરંતુ તેઓ કેમ ૪૫-૪૫ જ કહ્યાં કરે છે? ઉત્તર – હાથીનાં દાંત ચાવવાના જુદાને દેખાડવાના જુદા તેવી આ વાત છે. તે જ રીતે બીજા પર આક્ષેપ કરવાનો હોય ત્યારે બધા ગ્રંથ સાહિત્યને શાસ્ત્ર માનવાનો આગ્રહ કરશે. પરંતુ પોતે પોતાના મોં એ ૪પ શાસ્ત્ર ગણાવીને હરિભદ્રસૂરિ, દેવેન્દ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, મલયગિરિ રચિત અનેક ગ્રંથોને આગમમાં નથી ગણતાં આવી બેવડી ચાલ ચાલવાની તેમની આદત બની ગઈ છે. કર્મગ્રંથ, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર, પરિશિષ્ટ પર્વ, બૃહત્સંગ્રહણી વગેરેને તેઓ ૪૫ આગમમાં નથી ગણતાં તેમ છતાં તેમને કોઈ દોષ લાગતો નથી અને ઉર આગમાં માનનારાને તેઓ અનેક ગ્રંથો માનવાનો આગ્રહ તથા આક્ષેપ કરે છે, એ તેમની દીવા નીચે અંધારું ન દેખાય તેવી સ્થિતિ છે.
આ વિષયોનું સ્પષ્ટીકરણ વિસ્તૃત સંવાદમાં કર્યું હોવાથી અહીં સંક્ષિપ્તમાં જ જણાવ્યું છે.
'જિન શાસન એકતા
[ સંવત્સરી પર્વ વિચારણા સંવાદ
[નોટ– સંવત્સરી સંબંધી વિવિધ વિષયોને સુગમતાથી સમજાવવા જિજ્ઞેશ તથા દિનેશના નામે સંવાદ આપેલ છે.] જિજ્ઞેશ – સંવત્સરી પર્વની પ્રાચીન તિથિ કઈ છે? દિનેશ:– ભાદરવા સુદ પાંચમ. જિજ્ઞેશઃ- આજ કાલ ચોથની સંવત્સરી પણ હોય છે, એનું શું કારણ છે? દિનેશ – એક એવું કથાનક પ્રચલિત છે કે કોઈ ચાતુર્માસમાં એક રાજાના આગ્રહથી એક આચાર્યને ચોથની સંવત્સરી કરવી પડી હતી. તેને જ પરંપરા બનાવીને આજ સુધી પણ કેટલાક ચોથની સંવત્સરી કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org