SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ ૯૯ મુખવસ્ત્રિકાથી મોં ઢાંક્યા વિના વાત ન કરાય એ સિદ્ધાંતદેરાવાસી તથા સ્થાનકવાસી બંને સ્વીકારે છે. શ્રાવકો માટે પણ દેવ-ગુરુ દર્શન હેતુ તેના અવગ્રહમાં પ્રવેશ કરવા માટે પ્રથમ મુખ પર વસ્ત્ર લગાડવું તે આવશ્યક વિધિ છે. જેનું કથન ભગવતી આદિ અનેક સૂત્રોમાં છે. એટલે બોલતી વખતે, ઉપાશ્રયમાંથી બહાર જતી વખતે, પ્રતિક્રમણ કરતી વખતે મુખવસ્ત્રિકા મુખ પર હોવી જોઈએ તેવું આવશ્યક મનાય છે. આ નિયમને તોડીને અધિકાંશ મંદિર માર્ગી સાધુ-સાધ્વીઓ નિરંકુશ રૂપથી ઉઘાડા માં એ જ બોલ્યા કરે છે. તેમનું શૂક, સામે બેઠેલી વ્યક્તિ ઉપર અને શાસ્ત્રો પર પડે છે, જેથી મહાન આશાતના થાય છે અને સાવધ ભાષાનું પાપ પણ લાગે છે. જો દોરી બાંધવાથી પાપ હોત તો ચોલપટ્ટામાં જાડી દોરી લગાડવાનો પ્રારંભ ન થાત. આ રીતે દોરીમાં તો કોઈ પાપ નથી અને ઉઘાડા મોંએ બોલવાથી પાપ લાગે, વગેરે બાબતોને ધ્યાનમાં રાખી મુહપત્તિ બાંધવી ઉચિત જ છે. સામેની વ્યક્તિ પર અને શાસ્ત્ર પર ઘૂંક પણ ન પડે તે ફાયદો વધારામાં! પરસેવામાં તથા ઘૂંકમાં સંમૂર્છાિમ મનુષ્યની ઉત્પત્તિ થતી નથી. સાધુસાધ્વીઓ માટે કેટલાય કલાકો સુધી વિહાર કરવાનો કે બોલ્યા કરવાનો (વ્યાખ્યાન આદિ) પ્રસંગ આવે જ છે. ત્યારે ગરમીથી કપડાં પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, તેમાં સંમૂર્છાિમ જીવ ઉત્પન્ન થાય તો સાધુ જીવન પાળવાનું અસંભવ થઈ જાય. ધુરંધર વિજય :- પંડિતજી ! પરસેવાના કપડા શરીરથી સંલગ્ન રહે છે તેથી તેમાં જીવોત્પત્તિ થતી નથી. પંડિતજી – મુનિવર ! જ્યારે શરીરથી સંલગ્ન પરસેવાવાળા કપડામાં સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થતાં નથી તો મુખની અત્યંત નજીકમાં લાગેલી મુહપત્તિમાં સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થવાની કલ્પના કરવી વ્યર્થ જ છે. નિષ્કર્ષ એવો થયો કે મોઢાં પર મુહપત્તિ બાંધવાથી સંમૂર્છાિમનું પાપ લાગે નહીં અને સાવધ ભાષા બોલવાથી બચી શકાય તથા શાસ્ત્રની આશાતના પણ ન થાય. યદ્યપિ આગમોમાં મુખવસ્ત્રિકા હાથમાં રાખવાનો કે માં પર બાંધવાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેમ છતાં આગમ વિધાનોના આશયથી એવો વિવેક પ્રગટ થાય છે કે બોલવાના સમયે તથા ઉપાશ્રયમાંથી બહાર જતી વખતે મુખ પર મુખવસ્ત્રિકા બાંધવાનું લિંગને માટે તથા સાવધ ભાષાથી બચવા માટે આવશ્યક છે. સૂતાં, જાગતાં, મૌન, ધ્યાન બધી અવસ્થાઓમાં ૨૪ કલાક મુખવસ્ત્રિકા બાંધ્યા કરવી. તે પણ અનાવશ્યક જ છે. અને બેધડક ઉઘાડા મોંએ વાત કરવી પણ મર્યાદા યુક્ત નથી. એટલે વિવેક પૂર્વક, યોગ્ય સમયે મુહપત્તિ બાંધીને દોષોથી બચવું હિતાવહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy