________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
આ પ્રકારે સુમનવાળો અને પાપ મનથી.રહિત બધી પરિસ્થિતિઓમાં સદા સમભાવ રાખનારા, વિષમ નહીં બનનારા અર્થાત્ સદા ગંભીર, શાંત, અને પ્રસન્ન મન રહેનારને ‘શ્રમણ’ કહેવાય છે, તે ભાવ સામાયિકવાન હોય છે. આ બીજો ‘નિક્ષેપદાર’ પૂર્ણ થયો.
७८
ચાર નિક્ષેપોનું રહસ્ય અને વ્યવહાર
આ નિક્ષેપ દ્વારમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર દ્વારોથી વસ્તુનું કથન કરી શકાય. તો પણ નામ સ્થાપના માત્ર જ્ઞેય છે, એનાથી વસ્તુની પૂર્તિ થતી નથી. ત્રીજા દ્રવ્ય નિક્ષેપમાં એ વસ્તુનું કંઈક અંશે અસ્તિત્વ હોય છે. પરંતુ એમાં પણ એ વસ્તુની પૂર્ણ પ્રયોજન સિદ્ધિ થતી નથી. ભાવ નિક્ષેપમાં કહેવાયેલ પદાર્થ વાસ્તવમાં પરિપૂર્ણ અસ્તિત્વમાં હોય છે, એનાથી એ પદાર્થ સંબંધી પ્રયોજનની સિદ્ધિ થાય છે. યથા− (૧) કોઈનું નામ ઘેવર અથવા રોટી રખાય છે તો એનાથી ક્ષુધા પૂર્તિ થતી નથી. (૨) કોઈ વસ્તુમાં રોટી અથવા ઘેવર જેવો આકાર કલ્પિત કરીને એને ઘેવર છે’ અથવા તે ‘રોટલી છે’ એવી કલ્પના, સ્થાપના કરવામાં આવે તો એનાથી ક્ષુધાશાંતિ સંભવ નથી. (૩) જે રોટલી અથવા ઘેવરનો લોટ કે મેંદો પડ્યો હોય અથવા રોટલી અને ઘેવરને પાણીમાં ઘોળી દઈ વિનષ્ટ કરી દેવાથી, રોટી કે ઘેવર જેવી તૃપ્તિ થઈ શકતી નથી. (૪) શુદ્ધ પરિપૂર્ણતાવાળી રોટલી અને ઘેવર જ વાસ્તવિક રોટલી અથવા ઘેવર છે. એનાથી ક્ષુધા શાંતિ અને તૃપ્તિ સંભવ છે. તેથી ચારે નિક્ષેપમાં કહેવાઈ ગયેલા પદાર્થને એક સરખો સમજવાની ભૂલ ન કરવી જોઈએ. ભાવ નિક્ષેપનું મહત્ત્વ અલગ સમજવું. દ્રવ્ય નિક્ષેપનું કિચિંત્ માત્રામાં મહત્ત્વ હોય છે. નામ સ્થાપના નિક્ષેપ પ્રાયઃ આરોપિત, કલ્પિત જ હોય છે. તેને ભાવ નિક્ષેપની બરોબર ન ગણી શકાય.
આનાથી સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ યા મહાન આત્માનો ફોટો, તસ્વીર, મૂર્તિ વગેરેમાં એ ગુણવાન વ્યક્તિને યોગ્ય વસ્ત્રાભૂષણ, સ્નાન, શૃંગાર, આહાર અને સત્કાર, સન્માન વગેરેનો વ્યવહાર કરવો એ નિક્ષેપની અવહેલના અને દુરુપયોગ કરવા બરાબર સમજવું જોઈએ તથા એવું કરવું કે એની પ્રેરણા અથવા પ્રરૂપણા કરવી તે પણ સૂત્ર વિરુદ્ઘ પ્રરૂપણા છે, એમ સમજવું. (૩) અનુગમ દ્વાર :- પદચ્છેદ આદિ કરીને સૂત્રની સામાન્ય વ્યાખ્યા કરવી તેમજ વિસ્તારથી સૂત્રના આશયને સરળ એવું સ્પષ્ટ કરવો એ ‘અનુગમ’ છે.
(૧) અસ્ખલિત શુદ્ધાક્ષર યુક્ત ઉચ્ચારણ કરાવવું. (૨) સુખંત, તિ ંત પદોનું જ્ઞાન કરાવવું. (૩) એ શબ્દોના અર્થ બતાવવા, (૪) સમાસ જ્ઞાન, સંધિજ્ઞાન દ્વારા પદ વિગ્રહ કરવો, (૫) શંકા ઉત્પન્ન કરીને અર્થ સમજાવવો (૬) વિવિધ યુક્તિઓ દ્વારા સૂત્રોક્ત યુક્તિ અથવા અર્થને સિદ્ધ કરી, યોગ્ય રીતે સમજાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org