________________
તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
|| ૭૦
દીપક બીજા દીપકને પ્રગટાવીને પણ સ્વયં ક્ષીણ થતો નથી, તે રીતે આચાર્ય વગેરે અન્યને જ્ઞાન આપે છે, છતાં સ્વયંનું જ્ઞાન ઓછું થતું નથી તે ભાવ અક્ષણ છે. આય - તેનો પણ ચાર ભેદોથી નિક્ષેપ છે. નામ સ્થાપના પૂર્વવત્ છે. પશુ-પક્ષી, ધન-સમ્પતિ, આભૂષણ-અલંકાર યુક્ત આશ્રિત વ્યક્તિ લૌકિક દ્રવ્ય આય છે. શિષ્ય, ઉપકરણ વગેરે પણ દ્રવ્ય આય છે. ભાવ આય:– જ્ઞાન, શ્રુત જ્ઞાન, દર્શન એવં ચારિત્રની પ્રાપ્તિ અને અભિવૃદ્ધિ. ક્ષપણા - ચાર તારોથી ક્ષપણાનો નિક્ષેપ કરાય છે. કર્મોનો વિશેષ વિશેષતર ક્ષય કરવો ભાવ ક્ષપણા છે. કષાયનો ક્ષય કરવો પણ પ્રશસ્ત ભાવ ક્ષપણા છે અને જ્ઞાનાદિને ઘટાડવું અપ્રશસ્ત ભાવ ક્ષપણા છે. સામાયિક અધ્યયનનો પ્રસંગ હોવાથી હવે સામાયિકનો નિક્ષેપ કરાય છે. સામાયિક નિક્ષેપ પ્રરૂપણા:- પ્રથમ અધ્યયનનું નામ સામાયિક છે. એટલા માટે નામ નિષ્પન્ન નિક્ષેપના અધિકારમાં સામાયિકનું પ્રરૂપણ છે. નામ સ્થાપના એવં દ્રવ્ય એ ત્રણ નિક્ષેપનું વર્ણન પૂર્વવત્ છે. ભાવ નિક્ષેપઃ- (૧) સ્વરૂપ-૧. જેનો આત્મા તપ સંયમ નિયમમાં લીન હોય. ૨. જે ત્રણ સ્થાવર સર્વ પ્રાણીઓ પ્રતિ સમભાવ ધારણ કરે અર્થાત્ સદા એનું રક્ષણ કરે, પણ તેને હણે નહિં એને ભાવ સામાયિક થાય છે, એમ સર્વજ્ઞોનું કથન છે. (૨) શ્રમણ શ્રમણ આજીવન સામાયિકમાં હોય છે. સામાયિક યુક્ત શ્રમણ તેને કહેવાય છે, જે કોઈપણ જીવને દુ:ખ ન પહોંચાડે, દુઃખ આપનારાનું અનુમોદન ન કરે, કોઈ પણ પ્રાણી પ્રતિ રાગદ્વેષ ન રાખે, સર્વે પર “સમ” રહે એ જ ખરા શ્રમણ કહેવાય છે. (૩) ઉપમાઓ- સામાયિકવાન શ્રમણ હોય છે, તેનો આત્મા મહાન હોય છે. એની મહાનતા પ્રગટ કરવા ઉપમાઓ આ પ્રમાણે છે– ૧. સર્પવત્ પરગૃહમાં રહેવાવાળો. ૨. પરિષહ ઉપસર્ગોને સહન કરવામાં પર્વત સમ અડોલ. ૩. અગ્નિ સમ તેજસ્વી અથવા જ્ઞાનાદિથી અતૃપ્ત. ૪. સમુદ્રની જેમ મર્યાદામાં રહેનાર, ગંભીર, ગુણ રત્નોથી પરિપૂર્ણ. ૫. આકાશની જેમ નિરાલંબન – જેને કોઈના પણ આશ્રયનો પ્રતિબંધ નથી. ૬. વૃક્ષની સમાન, કાપવા તથા પૂજવામાં સમ પરિણામ અર્થાત્ નિંદા, પ્રશંસા, માન, અપમાનમાં સમવૃત્તિ રાખનાર. ૭. ભ્રમરની જેમ અનેક ઘરોમાંથી આહાર પ્રાપ્ત કરનાર. ૮. મૃગની જેમ હંમેશાં સંસાર ભ્રમણરૂપ કર્મ બંધથી ભયભીત. ૯. પૃથ્વી સમ સર્વ દુઃખ, કષ્ટ સહન કરવામાં સમર્થ, સક્ષમ ૧૦. જળ કમળવત્ ભોગોથી નિર્લિપ્ત. ૧૧. સૂર્ય સમાન જગતના પ્રાણીઓને પ્રતિપૂર્ણ જ્ઞાન પ્રકાશ આપનાર. ૧૨. હવાની જેમ અપ્રતિહત, બેરોકટોક મોક્ષમાર્ગમાં ગતિ કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org