________________
તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
૯
મેધાવી શિષ્યોને અસ્મલિત, અમિલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણઘોષ, કંઠોષ્ઠવિપ્રમુક્ત તથા ગુરુવાચનોપગત રૂપે સૂત્રના ઉચ્ચારણ શ્રવણ કરવા માત્રથી અર્થાધિકારનું જ્ઞાન થઈ જાય છે. કોઈ શિષ્યોને ગ્રહણ ન થઈ શકે તો ઉપરોકત યુક્તિઓ વડે સરળ સુગમ રીતે સમજાવી શકાય છે. બીજા પણ અનેક કારોથી વિચારણા કરીને વિષયની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. અહીં પ્રથમ અધ્યયનરૂપ સામાયિકના બહુમુખી તત્ત્વજ્ઞાન વિસ્તાર માટે ૨૬ દારોથી તેનું વર્ણન કર્યું છે. ૨૬ ધારથી સામાયિકનો અનુગમ:(૧) ઉદ્દેશ– સામાન્ય કથન, યથા– એ આવશ્યક સૂત્રનું પ્રથમ અધ્યયન છે. (૨) સમુદ્રેશ નામોલ્લેખ, યથા– એનું નામ સામાયિક છે. (૩) નિર્ગમ- સામાયિકની અર્થોત્પત્તિ તીર્થકરોથી, સૂત્રોત્પત્તિ ગણધરોથી. (૪) ક્ષેત્ર- સમય ક્ષેત્રમાં અથવા પાવાપુરીમાં એનો આરંભ. (૫) કાલ– ચતુર્થારક યા વૈશાખ સુદ અગીયારસ. (૬) પુરુષ- તીર્થકર, વર્તમાનમાં શ્રમણ ભગવાન મહાવીર. (૭) કારણ– ગૌતમ આદિએ સંયત ભાવની સિદ્ધિ માટે શ્રવણ કર્યું. (૮) પ્રત્યય- કેવળજ્ઞાન હોવાથી તીર્થકર ભગવાને પ્રરૂપણ કર્યું. (૯) લક્ષણ– “સમ્યકત્વ સામાયિક'નું લક્ષણ શ્રદ્ધા છે. “શ્રત સામાયિક'નું લક્ષણ તત્ત્વજ્ઞાન છે. “ચારિત્ર સામાયિક’નું લક્ષણ સર્વ સાવધે વિરતિ છે. (૧૦) નય– સાત નવથી સામાયિકનું સ્વરૂપ સમજવું. (૧૧) સમવતાર-લક્ષણદ્વારમાં કહેલી કઈ સામાયિક કયા નયમાં સમાવિષ્ટ થાય છે. (૧૨) અનુમત– મોક્ષમાર્ગ રૂપ સામાયિક કઈ છે? નયોની દષ્ટિમાં. (૧૩) શું છે?— કયા નયોની દષ્ટિમાં સામાયિક “જીવ દ્રવ્ય છે અને કયા નયોની દષ્ટિમાં સામાયિક “જીવનો ગુણ છે? (૧૪) કેટલા પ્રકાર? દર્શન, શ્રત અને ચારિત્રસામાયિક એ ત્રણ મુખ્ય ભેદ કરીને ભેદાનભેદ કરવા. (૧૫) કોને? સમસ્ત પ્રાણિઓ પર સમભાવ રાખનારા તપ સંયમવાનને સામાયિક હોય છે. (૧૪) ક્યાં?– ક્ષેત્ર, દિશા, કાલ, ગતિ, ભવી, સન્ની, શ્વાસોશ્વાસ, દષ્ટિ અને આહારકના આશ્રયથી સામાયિકનું કથન કરવું. (૧૭) શેમાં?– સમ્યકત્વ સામાયિક સર્વ દ્રવ્ય પર્યાયમાં, શ્રત અને ચારિત્ર સામાયિક સર્વે દ્રવ્યોમાં હોય છે, સર્વ પર્યાયોમાં નહિ. દેશ વિરતિ સામાયિક, સર્વ દ્રવ્યોમાં પણ નહીં અને સર્વે પર્યાયોમાં પણ નથી હોતી. (૧૮) કેવી રીતે? મનુષ્યત્વ, આર્યક્ષેત્ર, આરોગ્ય, આયુષ્ય, બુદ્ધિ, ધર્મ શ્રવણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org