________________
તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
અભિમુખ શંખની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની(મારણાંતિક સમુદ્ધાતની અપેક્ષા) હોય. (૪) ઉપમા :- સત્-અસત્ પદાર્થોથી સત્-અસત્ વસ્તુ કે વ્યક્તિને ઉપમિત કરી શકાય છે. યથા-તીર્થકરોના વક્ષસ્થળને કપાટની ઉપમા આપવી, આયુષ્યને પલ્યોપમ સાગરોપમ દ્વારા બતાવવું. ખર વિશાણની ઉપમા, પત્ર અને કિશલય (કૂંપળ)માં વાત કરવાની કલ્પના વગેરે. (૫) પરિમાણ :- શ્રતના પર્યવ, અક્ષર, પદ, ગાથા, વેષ્ટક, શ્લોક પ્રમાણનું નિરૂપણ કરવું, પરિમાણ સંખનું કથન છે. અહીંયા “સખ’ શબ્દવિચારણા અર્થમાં આવેલ છે. (૬) જાણણા – શબ્દને જાણવાવાળો શાબ્દિક તેવી જ રીતે ગણિતજ્ઞ, કાળજ્ઞ, વૈધક, આદિ “જ્ઞાન સંખ્યાના ઉદાહરણ છે. (૭) ગણણા – એના ત્રણ ભેદ છે– (૧) સંખ્યાત (ર) અસંખ્યાત (૩) અનંત. સંખ્યાતના ત્રણ ભેદ છે– (૧) જઘન્ય (૨) મધ્યમ (૩) ઉત્કૃષ્ટ
અસંખ્યાતના ૯ ભેદ છે- (૧-૩) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–પરિત્ત અસંખ્યાત (૪-૬) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–યુક્ત અસંખ્યાત (૭-૯) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–અસંખ્યાતા અસંખ્યાત.
અનંતના આઠ ભેદ છે– (૧-૩) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–પરિત્તાનંત (૪-૬) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ-યુક્તાનંત (૭-૮) જઘન્ય અને મધ્યમઅનંતાનંત.
(૧) સંખ્યાત– જઘન્ય સંખ્યાતા બેનો અંક છે. મધ્યમાં બધી સંખ્યાઓ છે અર્થાત્ શીર્ષ પ્રહેલિકા સુધી તો છે જ. આગળ પણ અસત્કલ્પનાથી ઉપમા દ્વારા બતાવવામાં આવનારી સમસ્ત સંખ્યા પણ મધ્યમ સંખ્યાત છે. જયાં સુધી ઉત્કૃષ્ટ સંખ્યાતની સંખ્યા ન આવે ત્યાં સુધી તે સર્વે મધ્યમ સંખ્યાત છે. ઉત્કૃષ્ટ સંખ્યાતની ઉપમા આ પ્રમાણે છેઉત્કૃષ્ટ સંખ્યાતા – ઉત્કૃષ્ટ સંખ્યાતાને ચાર પલ્યની કલ્પના દ્વારા સમજી શકાય છે. યથા– (૧) અનવસ્થિત પલ્ય (૨) શલાકા પલ્ય (૩) પ્રતિશલાકા પલ્ય (૪) મહાશલાકા પલ્ય. ચારે ય પલ્યની લંબાઈ પહોળાઈ જંબૂદ્વીપ પ્રમાણ હોય છે. ઊંચાઈ ૧૦૦૮ યોજન હોય છે. ત્રણ પલ્ય સ્થિત રહે છે. પ્રથમ અનવસ્થિત પલ્યની લંબાઈ પહોળાઈ બદલાય છે. ઊંચાઈ તે જ રહે છે. શલાકા પલ્ય ભરવોઃ- અનવસ્થિત પલ્યમાં સરસવના દાણા શિખા સુધી ભરવા. પછી એક-એક દાણો એક-એક દ્વીપ સમુદ્રમાં નાખવો. જ્યાં અનવસ્થિત પલ્ય ખાલી થઈ જાય તે દ્વીપ કે સમુદ્ર જેટલો લાંબો અને પહોળો અનવસ્થિત પલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org