________________
-
૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
બનાવવામાં આવે અને તેને ભરીને એનાથી આગળના દ્વીપ સમુદ્રમાં એક-એક સરસવનો દાણો નાખતા જાય. તે પણ જ્યાં ખાલી થઈ જાય, ત્યાંના દ્વીપ સમદ્ર જેટલો લાંબો તથા પહોળો અનવસ્થિત પલ્ય બનાવી લેવો. પહેલો અનવસ્થિત પલ્ય ખાલી થવાની સાક્ષીરૂપ એક દાણો “શલાકા પલ્ય’માં નાખવો. આ ક્રમથી અનવસ્થિત પલ્ય બનાવતા જવું અને આગળ આગળના દ્વીપ સમુદ્રમાં એક એક દાણો નાખતા રહેવું. અનવસ્થિત પલ્ય ખાલી થાય કે તરત જ એક દાણો “શલાકા પલ્ય'માં નાખતા રહેવું. પ્રતિશલાકા પલ્ય ભરવો – જ્યાંશલાકા પલ્ય પૂર્ણ ભરાઈ જાય ત્યાં અનવસ્થિત પલ્ય તે દ્વીપ જેટલો લાંબો તથા પહોળો બનાવી ભરીને રાખવો. પછી શલાકા પલ્ય ઉપાડીને તેમાંથી આગળના દ્વીપ સમુદ્રોમાં એક એક દાણો નાખવો અને અંતમાં સાક્ષીરૂપ એક દાણો પ્રતિશલાકા પલ્ય'માં નાખવો. “શલાકા પલ્ય'ને ખાલી કરીને રાખવો. હવે ફરી એ ભરેલા અનવસ્થિત પલ્યને ઉપાડવો અને આગળ ના નવા દ્વીપ સમુદ્રથી દાણા નાખવાની શરૂઆત કરવી. ખાલી થયા પછી એક દાણો “શલાકા પલ્ય”માં નાખવો. ફરી એ દ્વીપ સમુદ્ર જેટલો મોટો અનવસ્થિત પલ્ય બનાવવો, ભરવો અને ખાલી કરવો તથા એક દાણો શલાકા પલ્યમાં નાખવો. - આમ કરતાં-કરતાં જ્યારે “શલાકા પલ્ય” ભરાઈ જાય ત્યારે એને પણ આગળના દ્વીપ સમુદ્રોમાં દાણા નાખી ને ખાલી કરવો અને એક-એક દાણો પ્રતિશલાકા પલ્યમાંનાખવો. આ વિધિથી કરતાં એક સમય પ્રતિ શલાકા પલ્ય” પણ ભરાઈ જશે. મહાશલાકા પલ્ય ભરવો – સંપૂર્ણ ભરેલા એ પ્રતિશલાકા પલ્યાને ઉપાડીને આગળના દ્વીપ સમુદ્રોમાં એક-એક દાણો નાખવો અને ખાલી થયા પછી તેને ખાલી રાખવો. એક દાણો સાક્ષીરૂપે “મહાશલાકા પલ્ય’માં નાખવો. આ વિધિથી અનવસ્થિત પલ્યથી શલાકા પલ્ય ભરવો. શલાકા પલ્યથી પ્રતિશલાકા પલ્ય ભરવો. પછી એક દાણો “મહાશલાકા પલ્ય’માં નાખવો. આમ કરતાં-કરતાં એક સમય “મહાશલાકા પલ્ય” પણ ભરાઈ જશે. ફરી એ જ ક્રમથી પ્રતિશલાકા અને શલાકા પલ્ય પણ ભરવો અર્થાત્ ત્રણે અવસ્થિત પલ્ય પૂર્ણ ભરાઈ જાય ત્યાં તે દ્વીપ સમુદ્ર જેટલો અનવસ્થિત પલ્ય બનાવીને સરસવના દાણાથી ભરી લેવો.
ચારેય પલ્યમાં ભરેલા દાણા અને અત્યાર સુધી દ્વીપ સમુદ્રમાં નાખેલા બધા દાણા મળીને જે સંખ્યા અને એમાંથી એક ઓછો કરતાં જે સંખ્યા આવે તેને જ ઉત્કૃષ્ટ સંખ્યાતા સમજવું જોઈએ.
ઉત્કૃષ્ટ સંખ્યાતાનું પરિમાણ સંપૂર્ણ થયું. પ્રચલિત ભાષાથી આ ડાલા• પાલા” નો અધિકાર પૂર્ણ થયો. અસંખ્યાતાનું પ્રમાણ:- (૧) જઘન્ય પરિત્તા અસંખ્યાતા– ઉત્કૃષ્ટ સંખ્યાતાથી એક અધિક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org