________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
અનંતરાગમ છે. ગણધરના શિષ્યોને સૂત્ર અનંતરાગમ છે, અર્થ પરંપરાગમ છે. શેષ શિષ્યાનુશિષ્યોને સૂત્ર અર્થ બન્ને પરંપરાગમ છે.
ર
=
પ્રાચીન કાળમાં ધર્મ શાસ્ત્રરૂપમાં માન્ય પોત પોતાના આગમ સાહિત્ય કંઠોપકંઠ પ્રાપ્ત કરીને સ્મૃતિમાં રખાતા હતા. તે સાંભળીને પ્રાપ્ત કર્યું હોવાથી તેને શ્રુત કહેવાય છે. આગમ શબ્દ પણ શ્રુતના અર્થનો વાચક છે. કારણ કે આછતીતિ આTH = ગુરુ પરંપરાથી જે ચાલ્યું આવે છે તે આગમ છે. જીવાદિ પદાર્થોનું જ્ઞાન સારી રીતે જેનાથી થાય તે આગમ છે. વીતરાગ સર્વજ્ઞ સર્વદર્શી આપ્ત પુરુષો દ્વારા પ્રણીત શ્રુત 'આગમ' કહેવાય છે. લોકમાં જે પ્રસિદ્ધિ પ્રાપ્ત પુરુષો છે, તેઓના દ્વારા બનાવવામાં આવેલ શ્રુત ‘લૌકિક આગમ’ છે અને ગુણ સંપન્ન આમ પુરુષો દ્વારા પ્રરૂપિત શ્રુત ‘લોકોત્તર આગમ’ કહેવાય છે.
(૨) નય પ્રમાણ :- ભિન્ન-ભિન્ન અપેક્ષાએ એક દેશ(અંશ) અથવા અનેક દેશની વિવક્ષાથી જે વસ્તુ તત્ત્વનો બોધ કરાય છે અથવા આશય સમજાવાય છે તે નય પ્રમાણ છે. તે સાત પ્રકારના છે. જેનું વિશેષ વિસ્તૃત વર્ણન ચોથા અનુયોગ દ્વારમાં આગળ કરવામાં આવ્યું છે.
=
(૩) સંખ્યા પ્રમાણ :- આઠ ભેદોની વિવક્ષાએ સંખ્યા પ્રમાણનું કથન કરવામાં આવે છે, એનો આમિક શબ્દ સંઘષ્પમાળ છે. અતઃ ‘શંખ’ શબ્દને અપેક્ષિત કરીને પણ કથન કરવામાં આવ્યું છે. આઠ પ્રકાર – ૧. નામ ૨. સ્થાપના ૩. દ્રવ્ય ૪. ઉપમા ૫. પરિમાણ . જાણણા ૭. ગણના ૮. ભાવ સંખા.
(૧.૨) નામ સ્થાપનાઃ– કોઈનું ‘શંખ’ નામ રાખ્યુ હોય તે નામ ‘શંખ’ છે અથવા કોઈપણ રૂપમાં એ ‘શંખ' છે, એવી સ્થાપના, કલ્પના અથવા આરોપ કરાય તે ‘સ્થાપના શંખ’ છે.
(૩) દ્રવ્ય સંખ (સંખ્યા) :
૧. જેણે સંખ(સંખ્યા)ને સારી રીતે શીખી લીધી છે પરન્તુ એમાં અનુપ્રેક્ષા ઉપયોગ નથી તે દ્રવ્ય સંખ(સંખ્યા) છે.
૨. સંખના જાણકારના ભૂત ભવિષ્યનું શરીર દ્રવ્ય સંખ(સંખ્યા) છે.
૩.
જે આગળના અનંતર ભવમાં શંખ(બે ઇન્દ્રિયજીવ) થવાવાળો છે, આયુબંધ નથી કર્યો તે એક ભવિક સંખ છે.
૪. જેણે 'શંખ' બનવાનો આયુ બંધ કરી લીધો છે તે બદ્ઘાયુ શંખ છે.
૫. જે 'શંખ' ભવમાં જવા માટે અભિમુખ છે, જેનું આયુ સમાપ્ત થવામાં છે અથવા વાટેવહેતામાં છે. તે અભિમુખ શંખ છે.
૬. એક ભવિક શંખની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વ હોય છે. બદ્ઘાયુષ્ય શંખની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ કરોડ પૂર્વનો ત્રીજો ભાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org