________________
તવ શાસ્ત્ર અનુયોગદ્વાર સૂત્ર
વ્યવસ્થિત પણે નિશ્ચિત કરવામાં આવી હતી.
અભિધાન રાજેન્દ્ર કોષ આધારિત નં-૪ અનુસાર પ્રત્યેક અધ્યયનના દરેક સૂત્રની વ્યાખ્યાઓ મુખ્ય રૂપથી એક અનુયોગ વડે કરવામાં આવતી હતી, સાથે સાથે ચારેય અનુયોગોના આધાર વડે પણ કરવામાં આવતી હતી. અર્થાત્ એ સૂત્રમાં કયા તત્ત્વનું કથન હોઈ શકે? એનો સંયમાચરણ સંબંધ કયો હોઈ શકે ? એના દષ્ટાંતો કયા છે? ઈત્યાદિ યથાસંભવ બે, ત્રણ કે ચાર અન્યોગોમાં ઘટિત કરીને વિશેષ મેધાવી શ્રમણોને શીખવવામાં આવતું હતું.
આ રીતે એક અનુયોગાત્મક સંક્ષિપ્ત વ્યાખ્યાનું અધ્યયન સામાન્ય બુદ્ધિમાન શિષ્યને તથા અનેક અનુયોગાત્મક વ્યાખ્યા અને અનુયોગ પદ્ધતિથી અધ્યયન વિશેષ બુદ્ધિમાન પ્રજ્ઞાવાન શિષ્યોને કરાવવામાં આવતું હતું અને આ જ પ્રણાલિકા આગળ જતાં પણ દેવર્ધ્વિગણિ સુધી ચાલતી રહી અને આંશિક રૂપમાં આજે પણ આ જ ક્રમ ચાલે છે. આર્ય રક્ષિતે શું કર્યું? – ઈતિહાસ અને આગમ:- આર્યરક્ષિતના સમયમાં અપૃથકતાનુયોગ પ્રચલિત હતો. જેમાં પ્રત્યેક સૂત્રની વ્યાખ્યા– (૧) ચરણ-કરણ (ર) ધર્મકથા, (૩) ગણિત (૪) દ્રવ્યતત્ત્વદષ્ટિ અને અનુયોગ પદ્ધતિ દ્વારા કરવામાં આવતી હતી. આ વ્યાખ્યા પદ્ધતિ અત્યંત ક્લિષ્ટ હતી. એનું અધ્યયન સ્મૃતિની તીક્ષ્ણતા પર અવલંબિત હતું. અર્થ-વાંચણીની સાથે આ વ્યાખ્યા પદ્ધતિનું પણ આવશ્યક સ્થાન હતું. એવું કહેવાય છે કે શિષ્યોની સુવિધા તથા ભવિષ્યનો વિચાર કરીને આર્ય રક્ષિત અર્થ-વાંચણીમાંથી આ ક્લિષ્ટ વ્યાખ્યા પદ્ધતિને અલગ તારવવાનો સંકલ્પ કર્યો હતો. જેનું તાત્પર્ય એ હતું કે સૂત્રની સાથે તેના સામાન્ય-વિશેષ અર્થ અને તે સૂત્રના આશયને સ્પષ્ટ કરનારી એક મૌલિક અનુયોગાત્મક વ્યાખ્યાને રાખવામાં આવે. તે ઉપરાંત ચાર અનુયોગોથી યુકત જે વિસ્તૃત વ્યાખ્યા પ્રત્યેક સૂત્રની સાથે સંબંધિત છે, તેને અલગ કરી દેવામાં આવે. તેનું પણ કોઈ પ્રતિભાવંત શિષ્ય અધ્યયન કરતા રહેશે. સામાન્ય રૂપથી તે પદ્ધતિનું અધ્યયન અધ્યાપન નહીં રહે. આ સંકલ્પને તેઓએ સંઘ સંમતિથી કાર્યાન્વિત કર્યો.
પરંતુ આ એક કલ્પના માત્ર છે. વર્ષોથી જિનશાસનની પરંપરા મુજબ ગુરુ પોતાના શિષ્યોની પાત્રતા મુજબ જ જ્ઞાન આપે. કેમ કે કેટલાક સાધુસાધ્વીતો સામાન્ય બુદ્ધિવાળા કે વૃદ્ધપણ હોઈ શકે. એ બધા માટે એક સરખી પદ્ધતિ ન હતી કે બધાયને ચારેય અનુયોગ યુક્ત પદ્ધતિથી જ અધ્યયન કરવું પડશે. અર્થાત્ તે સમયમાં પણ યોગ્યતા પ્રમાણે જ અર્થ, પરમાર્થ, અનુયોગ પદ્ધતિ વડે અધ્યયન કરાવવામાં આવતું હતું.
આર્ય રક્ષિતે મૌલિક સૂત્રોને અનુયોગોમાં વિભાજિત નથી કયાં
Jain Education International
Private & Personal Use On
www.jainelibrary.org