________________
૪૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
કે અનુયોગ વિચ્છેદ પણ નથી કર્યા, પરંતુ અનુયોગ દ્વાર સૂત્રની સ્વતંત્ર રચના કરીને અનુયોગ પદ્ધતિને સુરક્ષિત કરી. જેના માટે નંદીસૂત્રમાં કહેવાય છે કેरयणकरंडगभूओ अणुओगो रक्खिओ जेहिं ॥
ઈતિહાસકારોના મંતવ્ય પ્રમાણે ચાર અનુયોગરૂપ પ્રત્યેક સૂત્રની ક્લિષ્ટ વ્યાખ્યા પદ્ધતિને વ્યાખ્યામાંથી અલગ તારવવામાં આવી હતી, પરંતુ નંદીસૂત્રની મૌલિક ગાથાઓમાં અનુયોગ સંબંધી જે કથનો આપ્યા છે તેમાં ઈતિહાસકારોના મંતવ્ય સાથે કોઈ તાર્કિક આશય બંધ બેસતો નથી. ઉલટું નંદી સૂત્રમાં દર્શાવેલ એ આશય ઇતિહાસકારોના ચિંતનથી વિપરીત છે. નંદીસૂત્ર અનુસાર આર્ય રક્ષિતે અનુયોગ પદ્ધતિની ચાવીરૂપ એક શાસ્ત્ર અનુયોગ દ્વાર સૂત્રની ગૂંથણી કરીને અનુયોગની રક્ષા કરી છે. ટૂંકમાં, તેમણે અનુયોગ પદ્ધતિને સુરક્ષિત કરીને સામાન્ય જનભોગ્ય બનાવી છે. સાથે સાથે નંદી સૂત્ર અનુસાર અનુયોગ પ્રચલન, અનુયોગ ધર તથા અનુયોગ પ્રવર્તકની પરંપરા અખંડપણે ચાલી રહી છે. એને પૃથક કરવાની કે વિચ્છેદ કરવાની કોઈ ગંધ માત્ર પણ નંદી સૂત્રમાં જોવા મળતી નથી.
માટે નંદીસૂત્રના કર્તાની દષ્ટિમાં સૂત્રોથી અનુયોગનો પૃથક્કરણ કે વિચ્છેદ અથવા પ્રત્યેક મૂળસૂત્રોનું અનુયોગોમાં વિભાગીકરણ વગેરે કોઈ વાતા કે વાતાવરણ હતું નહીં. તેથી સંભવ છે કે પાછળથી (દેવર્ધિગણીના સેંકડો વર્ષ પછી) અર્થભ્રમ તથા પરંપરાભ્રમથી અનુયોગ પૃથક્કરણ તથા પ્રત્યેક મૌલિક સૂત્રને અન્યોગોમાં વિભાજિત કરવાની પ્રથાઓ ઉદ્દભૂત થઈ, પ્રચલિત થઈ અને પુષ્ટ થઈ. તે જ માન્યતાઓને વાંચીને તેનું ચિંતન-મનન કરતા રહેવાથી પ્રાયઃ ભ્રામક કલ્પનાઓને જ વેગ મળતો રહ્યો છે અને આ રીતે આવી ભ્રામક પરંપરા ઈતિહાસના નામે ચાલતી રહી તેમજ આજે પણ ચાલ્યા કરે છે. તેનું આગમ આધારથી ચિંતન કરવું જોઈએ. સમાન વિષયોના અનુયોગ:- સામાન્ય રીતે વાચક વિષયાનુસાર વર્ગીકરણને વાંચવામાં વિશેષ રુચિ રાખે છે. વળી સમજવા માટે પણ એક વિષયનું સંપૂર્ણ વર્ણન એક સાથે વાંચવા મળે તો તે અત્યન્ત સુવિધાજનક રહે છે. સ્વાધ્યાય કરનારા વાચકો તથા અન્વેષક વિદ્યાર્થીઓ માટે તો વર્ગીકૃત કરેલા વિષયોનું સંકલન અત્યન્ત ઉપયોગી સાબિત થાય છે.
અને એટલા માટે જ વર્ગીકૃત વિષયોનું સંકલન ખૂબ જ આવશ્યક અને ઉપયોગી માનવામાં આવે છે. આગમોમાં પણ અધિકાંશ આવી જ પદ્ધતિનું અવલંબન લીધેલ છે. દષ્ટાંત તરીકે ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર.
| વિષયોનું વિભાજન અનેક દષ્ટિકોણથી થાય છે. અને તે વિભાજન કર્તાના દષ્ટિકોણ પર નિર્ભર છે. જેમ કે– (૧) જીવ દ્રવ્યના વિષયનો અલગ વિભાગ
For Private & Personal Use Only
Jain Education International
.
.
www.jainelibrary.org