________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
જ સ્પષ્ટતાથી સમજી શકાય છે. તે આ પ્રમાણે છે– (૧) અક્ષરશ્રુત (૨) અનક્ષરશ્રુત (૩) સન્નીશ્રુત (૪) અસન્નીશ્રુત (૫) સભ્યશ્રુત (૬) મિથ્યાશ્રુત (૭) સાદિકશ્રુત (૮) અનાદિકશ્રુત (૯) સપર્યવસિતશ્રુત (૧૦) અપર્યવસિતશ્રુત (૧૧) ગમિકશ્રુત (૧૨) અગમિકશ્રુત (૧૩) અંગ પ્રવિષ્ટશ્રુત (૧૪) અનંગ પ્રવિષ્ટશ્રુત. અક્ષરશ્રુત તથા અનક્ષરશ્રુતમાં સંપૂર્ણશ્રુત જ્ઞાનનો સમાવેશ થાય છે. પરંતુ સામાન્ય બુદ્ધિ ધરાવતા જીવોને વિભિન્ન પાસાઓથી અર્થ પરમાર્થને સમજવામાં સરળતા રહે એ હેતુથી અહીં સાત પ્રકારે બે-બે ભેદ કરીને ૧૪ ભેદ કર્યા છે.
૨૬
(૧) અક્ષરશ્રુત :- આના ત્રણ ભેદ છે– સંજ્ઞા અક્ષરશ્રુત, વ્યંજન અક્ષરશ્રુત અને લબ્ધિ અક્ષરશ્રુત. (૧) અક્ષરોની આકૃતિ અર્થાત્ વિભિન્ન લિપિઓમાં લખાયેલ અક્ષરને ‘સંશાશ્રુત’ કહે છે. (૨) અક્ષરના જે ઉચ્ચારણ કરાય છે, તેને ‘વ્યંજનશ્રુત’ કહેવાય છે. (૩) શ્રોતેન્દ્રિય આદિના ક્ષયોપશમના નિમિતે જે ભાવરૂપમાં શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને ‘લબ્ધિ અક્ષરશ્રુત’ કહે છે.
અક્ષર શબ્દની પર્યાલોચના થકી જે અર્થનો બોધ થાય છે તેને ‘લબ્ધિ’ અક્ષર શ્રુત કહે છે. એ જ ભાવ શ્રુત છે. સંજ્ઞા અને વ્યંજન દ્રવ્યશ્રુત છે અને ભાવશ્રુતનું કારણ છે.
શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાન
(૨) અનક્ષરશ્રુત ઃ- જે શબ્દ અક્ષરાત્મક(વર્ણાત્મક) ન હોય પરન્તુ ધ્વનિ માત્ર હોય જેમ કે– ખાંસવું, છીંકવું, થુંકવું, લાંબો શ્વાસ લેવો—છોડવો, સીટી, ઘંટડી બ્યુગલ વગાડવા વગેરે. કોઈ પણ આશય સંકેત દ્વારા સૂચિત કરાય છે તે સર્વે અનક્ષરશ્રુત છે. વગર પ્રયોજને કરાયેલ ધ્વનિ કે શબ્દ અનક્ષરશ્રુત ન કહેવાય. મતિજ્ઞાન એવં શ્રુતજ્ઞાનમાં સંબંધ વિચારણા :– મતિજ્ઞાન કારણ છે, કાર્ય છે. મતિજ્ઞાન સામાન્ય છે. શ્રુતજ્ઞાન વિશેષ છે. મતિજ્ઞાન મૂક છે, મુખરત(બોલતું) છે. મતિજ્ઞાન અનક્ષર છે. શ્રુતજ્ઞાન અક્ષર પરિણત છે. ઇન્દ્રિય અને મનથી જે જ્ઞાન અનુભૂતિ રૂપે થાય છે ત્યારે તેને મતિજ્ઞાન કહે છે, પરન્તુ એ જ્ઞાન જ્યારે અક્ષરરૂપ સ્વયં અનુભવ કરે છે, કે બીજાને પોતાનો અભિપ્રાય ચેષ્ટાથી બતાવે છે, ત્યારે તે અનુભવ અને ચેષ્ટા આદિ શ્રુતજ્ઞાન કહેવાય છે. અતઃ મતિજ્ઞાન શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ સંબંધી ચિંતનના અનુભવથી થાય છે. જ્યારે શ્રુતજ્ઞાનમાં શબ્દ વગેરેની અનુભૂતિ અક્ષરના રૂપમાં કરાય છે. આમ, અક્ષરરૂપે સ્વયં અનુભવ કરવો અને બીજાને અક્ષર કે અન્નક્ષર(ધ્વનિ) દ્વારા અનુભવ કરાવવો તેને શ્રુત જ્ઞ!ન કહેવાય છે.
(૩–૪) સન્નીશ્રુત અસન્નીશ્રુત :– સન્નીને થનારું જ્ઞાન સન્નીશ્રુત કહેવાય છે અને અસન્નીને થનારું જ્ઞાન અસન્નીશ્રુત કહેવાય છે. અસન્ની જીવોમાં અવ્યક્ત હોય છે. જ્યારે સન્ની જીવોનું ભવ શ્રુતજ્ઞાન સ્પષ્ટ(વ્યક્ત) હોય છે. (૫) સભ્યશ્રુત :-- તીર્થંકર ભગવંતો દ્વારા પ્રણીત અર્થને ગણધરો શાસ્ત્રરૂપે
ભાવદ્યુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org