________________
તત્ત્વ શાસ્ત્ર : નંદી સૂત્ર
ગૂંથે તે ‘સભ્યશ્રુત’ છે. આ શાસ્ત્રો પર આધારિત અન્ય દશ પૂર્વધારી પર્યંતના બહુશ્રુત આચાર્યો દ્વારા રચિત શાસ્ત્ર પણ ‘સભ્યશ્રુત’ છે. વ્યક્તિગત સ્મૃતિની અપેક્ષાએ દશપૂર્વથી લઈને ચૌદ પૂર્વધારી જ્ઞાનીના ઉપયોગ સાથે ઉક્ત શાસ્ત્ર સભ્યશ્રુત છે. એનાથી ઉતરતા જ્ઞાનવાળાના શાસ્ત્ર સમ્યક્તૃત રૂપ પણ હોય છે અને અસમ્યક્ પણ હોય છે. આનું કારણ સ્મૃતિ દોષપણ હોઈ શકે. દશપૂર્વથી ઓછા જ્ઞાનવાળા મિથ્યાદષ્ટિ હોઈ શકે.
૨૦
=
એના આધારે એમ સમજાય છે કે દશપૂર્વ જ્ઞાનધારીઓથી ઓછા જ્ઞાની દ્વારા રચિત શાસ્ત્ર એકાંત સભ્યશ્રુત નથી હોતા, એને આગમકોટિમાં નહીં ગણવા. (૬) મિથ્યાશ્રુત :– અજ્ઞાની મિથ્યા દષ્ટિ દ્વારા સ્વયંની સ્વચ્છંદ બુદ્ધિથી અર્થાત્ સર્વજ્ઞોની વાણીનો આધાર લીધા વગર જે શાસ્ત્રની રચના થાય છે તે ‘મિથ્યાશ્રુત’ છે. (૭–૧૦) સાદિ સાંત, અનાદિ અનંત શ્રુત :– કોઈ પણ વ્યક્તિની અપેક્ષાએ, ભરત આદિક્ષેત્રની અપેક્ષાએ, ઉત્સર્પિણી આદિ કાળની અપેક્ષાએ શ્રુત ‘સાદિ સાંત’ હોય છે.પરંપરાની અપેક્ષાએ, સમસ્ત ક્ષેત્રોની અપેક્ષાએ, સંપૂર્ણકાળની અપેક્ષાએ શ્રુત અનાદિ અનંત હોય છે. ભવી જીવોનું શ્રુત ‘સાદિ સાંત’ હોય છે. અભવી જીવોનું અસમ્યક્ શ્રુત અનાદિ અનંત હોય છે. કારણ કે ભવીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રુતજ્ઞાન નથી હોતું. કેવળ જ્ઞાન આત્માનો નિજ ગુણ છે. એનું અસ્તિત્વ બધા જીવોમાં હોય છે. કર્માવરણને કારણે એનો અનંતમો ભાગ સર્વે જીવોમાં અનાવરિત હોય છે. જો એમ ન હોય તો જીવ અજીવમાં પરિણમે. પરંતુ આવું થતું નથી. કેવળ જ્ઞાનને અહીં ‘પર્યાયઅક્ષર’ શબ્દ દ્વારા કહેવાયું છે. (૧૧–૧૨) ગમિકશ્રુત અગમિકશ્રુત :- દષ્ટિવાદ નામનું બારમું અંગ સૂત્ર ‘ગમિકશ્રુત’ છે. શેષ અગિયાર અંગ ‘અગમિકશ્રુત' છે. જેમાં એક વાક્ય યા આલાપક વારંવાર આવે છે તેને ગમિક કહેવાય છે. જે શાસ્ત્રમાં પુનઃ પુનઃ એક સરખા પાઠ નથી આવતા તેને ‘અગમિક’ કહેવાય છે.
(૧૩–૧૪) અંગ પ્રવિષ્ટ અને અંગબાહ્યઃ- બાર અંગ સૂત્ર ‘અંગ પ્રવિષ્ટશ્રુત’ છે. એ સિવાયના સર્વે સમ્યગ્ શાસ્ત્ર અંગબાહ્ય ‘અનંગપ્રવિષ્ટ’ શ્રુત છે. અંગ બાહ્યના બે ભેદ છે– (૧) આવશ્યક સૂત્ર (૨) તેનાથી અતિરિકત સૂત્ર. એકલા આવશ્યક સૂત્રને અલગ રાખવામાં આવ્યું છે. કારણ કે એની રચના પ્રારંભમાં ગણધર દ્વારા કરવામાં આવે છે. આવશ્યક સિવાય અતિરિકત શ્રુતના બે ભેદ છે. (૧) કાલિકશ્રુત (ર) ઉત્કાલિક શ્રુત, પ્રથમ પ્રહર અને ચતુર્થ પ્રહરમાં જેનો સ્વાધ્યાય આદિ કરાય તેને ‘કાલિકશ્રુત’ કહે છે અને જેનો ચારે પ્રહરમાં સ્વાધ્યાય આદિ કરાય તેને ‘ઉત્કાલિકશ્રુત’ કહે છે. અંગ પ્રવિષ્ટ બધા આગમો કાલિક હોય છે. આવશ્યક સૂત્ર ઉત્કાલિક સૂત્ર(નોકાલિક નોઉત્કાલિક સૂત્ર) છે. ચારે પ્રહરમાં તથા અસાયમાં પણ તેનું વાંચન(સ્વાધ્યાય) થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org