________________
તત્ત્વ શાસ્ત્ર : નંદી સૂત્ર
રપ |
અચાનક જેની સ્વતઃ ઉપજ થાય કે સૂઝબૂઝ પેદા થાય તેને ઔત્પાતિકી બુદ્ધિ કહે છે. (૨) ગુરુ આદિની સેવા ભક્તિ વિનયથી જે ઉન્નત બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેને વનયિકી બુદ્ધિ કહે છે. (૩) શિલ્પ કલા આદિ કોઈ કાર્યના અભ્યાસથી ઉત્પન્ન થયેલ બુદ્ધિને કર્મના બુદ્ધિ કહે છે. (૪) ચિરકાળ પર્વત પરસ્પર પર્યાલોચન, વિચારણા કરવાથી અથવા ઉંમરના વધવાની સાથે પ્રાપ્ત અનુભવ જન્ય બુદ્ધિને પારિણામિકી બુદ્ધિ કહે છે. અથવા અનુમાનિત યોજના મુજબ કાર્ય કરીને ચોક્કસ પરિણામ આપનારી બુદ્ધિને પારિણામીકી બુદ્ધિ કહે છે. એ ચારે પ્રકારની બુદ્ધિને ક્રિયાત્મક રૂપથી સમજવા માટે સૂત્રમાં કેટલાક દષ્ટાંતોનો સંકેત કરવામાં આવેલ છે. તે દષ્ટાંત આ પ્રકાશનના કથા શાસ્ત્ર નામના પ્રથમ ભાગમાં આપ્યા છે. વિશેષ – અવગ્રહ, ઈહા, અવાયથી જે વસ્તુનો નિર્ણય થાય છે તે નિર્ણયમાં
જ્યારે નૂતન ધર્મને જાણવાની અભિલાષા થાય છે ત્યારે પુનઃ વિચારણા દ્વારા નૂતન ઈહા થાય છે, એવી સ્થિતિમાં તે પૂર્વનો અવાય આ નૂતન ઈહાને માટે અવગ્રહ બની જાય છે. આ પ્રકારે વિશેષ-વિશેષ નૂતન ધર્મની અપેક્ષા પૂર્વ-પૂર્વનાં અવાય પણ અવગ્રહ બની જાય છે. અર્થાતુ અપેક્ષાથી અવાય પણ અવગ્રહથી પુનઃ પ્રારંભ થાય છે. સામાન્યથી વિશેષવિશેષતર નૂતન ધર્મ (ગુણ)ની જિજ્ઞાસાથી એમ થાય છે. મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દઃ- (૧) ઈહા (ર) અપોહ (૩) વિમર્શ (૪) માર્ગણા (૫) ગવેષણા (૬) સંજ્ઞા (૭) સ્મૃતિ (૮) મતિ (૯) પ્રજ્ઞા (૧૦) બુદ્ધિ. મતિજ્ઞાનનો વિષય :- (૧) દ્રવ્યથી– મતિજ્ઞાની અપેક્ષાએ સર્વદ્રવ્ય જાણે છે, પરન્તુ જોઈ શકતા નથી. (૨) ક્ષેત્રથી- મતિજ્ઞાની અપેક્ષાએ સર્વ ક્ષેત્ર જાણી શકે છે, પરન્ત જોઈ શકતા નથી. (૩) કાળથી– મતિજ્ઞાની અપેક્ષાએ સર્વે કાળ જાણી શકે છે, પણ જોઈ શકતા નથી. (૪) ભાવથી–મતિજ્ઞાની અપેક્ષાએ સર્વે ભાવોને જાણી શકે છે, પણ જોઈ શકતા નથી. આ તેનો ઉત્કૃષ્ટ વિષય છે. જઘન્ય, મધ્યમ મતિજ્ઞાન આનાથી ઓછું વિવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે. (ર) શ્રુતજ્ઞાન :- અધ્યયન, શ્રવણ, વાંચન, ચિંતન, ઇત્યાદિથી જે અક્ષર વિન્યાસરૂપ જ્ઞાન થાય છે અથવા ઇગિત આકાર સંકેત દ્વારા જે અનુભવ અભ્યાસયુક્ત જ્ઞાન થાય છે, એ સર્વેને શ્રુતજ્ઞાન કહેવાય છે. તેમાં બધી ઇન્દ્રિય, મન તથા બુદ્ધિનો ઉપયોગ થાય છે. આ જ્ઞાન લૌકિક કે લોકોત્તર શાસ્ત્રમય હોય છે અથવા કોઈપણ ભાષા અક્ષર–સમૂહ સંકેતમય હોય છે.
શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે. અર્થાત્ અધ્યયન કે અક્ષરરૂપ જ્ઞાનથી પૂર્વ ઇન્દ્રિય યા મન સંબંધિત વસ્તુનું જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થયા પછી શ્રુતજ્ઞાન થાય છે. અતઃ જ્ઞાનક્રમમાં પણ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન લેવામાં આવ્યું છે.
શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકાર છે. એના અધ્યયન દ્વારા શ્રુતજ્ઞાન સહજ રીતે ખૂબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org