________________
ર૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
મન અને ઇન્દ્રિયોના નિમિત્ત (યોગ)થી અર્થાત્ જોવા, સાંભળવા, વિચારવાના નિમિત્તથી થનાર મતિજ્ઞાન કૃતનિશ્રિત કહેવાય છે અને (ર) ચાર બુદ્ધિ દ્વારા થનાર મતિજ્ઞાન અશ્રુતનિશ્રિત કહેવાય છે. શ્રુત નિશ્ચિત મતિજ્ઞાન – આ જ્ઞાનની ચાર અવસ્થા છે યથા– અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. (૧) કોઈપણ વસ્તુ કે વિષયને સર્વપ્રથમ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરવા અર્થાત્ સામાન્ય રીતે જોવું તથા સાંભળવું ઇત્યાદિને અવગ્રહ કહે છે. (ર) એના પર વિચારણા કરવી કે શું છે? ક્યાં છે? કેવો છે? વગેરેને ઈહા કહે છે. (૩) વિચારણા કરતાં-કરતાં તે શબ્દ કે રૂપ આદિને એક નિર્ણિત રૂપ આપવાને (આ નથી, એમજ છે) અવાય કહેવાય છે. (૪) આ નિર્ણિત કરેલા વિષય અથવા તત્વને થોડા સમય કે લાંબા સમય સુધી સ્મૃતિમાં ધરવાને ધારણા કહેવાય છે. ઉદાહરણ:- (૧) કોઈ મનુષ્ય દૂરથી દેખાય છે, તેને અવગ્રહ કહે છે. (૨) આ મનુષ્ય પર ચિંતન કરવું કે કયાંનો છે? કોણ છે? કેવો છે? એનું નામ ગૌતમ છે કે પારસ છે? ઇત્યાદિ પૂર્વ વિચારણા કરવાને ઈહા કહેવાય છે. (૩) આ મનુષ્ય ગૌતમ છે, એમ નિર્ણય લેવાય, તેને અવાય કહે છે. (૪) આ મનુષ્ય અથવા પ્રસંગ ને અમુક વર્ષ યાદ રાખવાને ધારણા કહે છે. અહીં રૂપનું ઉદાહરણ આપ્યું છે. તે જ રીતે ગંધ, શબ્દ, રસ, સ્પર્શના વિષયમાં સમજવું.
અવગ્રહ એક સમયનો હોય છે. ઈહા, અવાય, અંતર્મુહૂર્તના હોય છે. અને ધારણા ઉત્કૃષ્ટસંખ્યાત અસંખ્યાત વર્ષની હોય છે. સંખ્યાત અસંખ્યાત વર્ષ પછી પૂર્વની વાત સ્મૃતિ પટ પર રહી શકે છે અથવા સ્મરણ કરવાથી સ્મૃતિમાં આવી શકે છે. જાતિસ્મરણ જ્ઞાન – ધારણાના ફળ સ્વરૂપ વ્યક્તિનું અનુભવ જ્ઞાન વધે છે અને એના પરિણામ સ્વરૂપ ઘણાં જીવોને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. આ જ્ઞાનથી જીવ સ્વયંના જન્મ જન્માંતરોની વાતો (ઘટનાઓ) જાણી શકે છે. પૂર્વભવોની અનેક ઘટનાઓ એની સ્મૃતિમાં આવી શકે છે. આ જાતિ સ્મરણ જ્ઞાન મતિજ્ઞાનનો એક પ્રકાર છે. જાતિસ્મરણ દ્વારા સેંકડો ભવનું જ્ઞાન થાય છે. આમાં પણ એક નિયમ છે કે પૂર્વમાં લગાતાર સંજ્ઞી પંચેન્દ્રિય ના ભવ કર્યા હોય તો તેનું જ્ઞાન થાય છે. પરંતુ વચમાં કોઈ અસત્તીનો ભવ કર્યો હોય તો જાતિ સ્મરણજ્ઞાન અવસ્થિત થઈ જાય છે. આવી રીતે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા ઇત્યાદિ ચાર પ્રકારના શ્રત નિશ્રિત અર્થાત્ ઇન્દ્રિયજન્ય મતિ જ્ઞાન છે. તઉપરાંત એના મૂળ ભેદ ૨૮ છે અને વિષયની અપેક્ષાએ ૩૩૬ ભેદ છે. (નંદી સૂત્રમાં દર્શાવેલ ૪ બુદ્ધિને ઉમેરતાં ૩૪) ભેદ થાય છે.) (૨) અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન :- આ જ્ઞાન બુદ્ધિની અપેક્ષા રાખે છે. બુદ્ધિના ચાર પ્રકાર કહેલ છે. તેથી આ અશ્રુત નિશ્ચિત મતિ જ્ઞાનના ચાર પ્રકાર છે. બુદ્ધિના ચાર પ્રકાર આ પ્રમાણે છે- (૧) અભ્યાસના પ્રયાસ વગર ક્ષયોપશમના કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org