________________
રકર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
અને અનંત સંસાર વૃદ્ધિનું કારણ છે તો એવું કેવી રીતે કરી શકાય છે? જવાબઃ– “રચનાકાર ગણધર આદિએ આ ઠીક નથી રચ્યું” એમ વિચારીને ઓછુવધુ કરવું આપત્તિજનક છે. પરંતુ લિપિ દોષ, પ્રક્ષિપ્ત પાઠ આદિનો નિર્ણય કરી સંશોધન કરવું, હટાવવું, યોગ્ય સંપાદન કરવું, કોઈ દોષ જનક નથી થઈ જતું. ભવિષ્યમાં નુકશાનનું નિમિત્ત જાણીને પૂરા સૂત્ર પ્રશ્ન વ્યાકરણનું પરિવર્તન પણ પૂર્વાચાર્યોએ કર્યું. ગણધર કૃત સૂત્રને પણ પરિવર્તિત કર્યું. અતઃ આવા આપત્તિજનક સર્વજ્ઞ માર્ગના વિરુદ્ધ અર્થના પ્રરૂપક પ્રસ્તુત પાઠનો વિચ્છેદ કરવો સંસાર વર્ધક ન હોઈને પ્રશંસનીય જ થશે. (૧૩) સવાલ :- પૂર્વ કાળમાં તો એવો પ્રચાર હતો કે આગમમાં કોઈ પરિવર્તનનો સંકલ્પ કરવો પણ મહાન અપરાધ છે તો આટલા બધા પાઠ પ્રક્ષિપ્ત કેવી રીતે થયા? જવાબ:- એવું વાતાવરણ પહેલા હતું અને હજી પણ છે. કેટલાક ભવભી હોય છે તો કેટલાક દુઃસાહસવાળા કોઈપણ કાળમાં હોઈ શકે છે. આગમ અને ગ્રન્થોના અધ્યયન કરવાથી અને ઈતિહાસનું પરિશીલન કરવાથી જાણકારી મળે છે કે આગમ લિપિબદ્ધ થઈ ગયા પછી જે રીતે મધ્યકાલ વીત્યો એમાં કંઈક આગમ સેવા કરનારા પણ થયા છે અને કંઈક અનેક ઉટપટાંગ રચનાઓ પણ થઈ છે. બધા મતાવલંબીઓએ પોત પોતાના મત કે વિચારોની જડ મજબૂત કરવા માટે અને અન્યોને ઉખાડી ફેકવા માટે અનેક જઘન્ય(વૃણિત) પુરુષાર્થ કર્યા છે. તે સમયે એવું ઘણુ બધુ થવું સંભવિત થઈ શકે છે. ઉદાહરણ માટે મહાનિશીથ સૂત્રનું પરિશીલન પર્યાપ્ત થશે. તેને થે.મૂ. પૂજક જૈનો આગમ માને છે ૪૫ આગમમાં ગણે છે. છતાં તેમાં વિચિત્ર ગપ્પ ગોળા ભરેલા છે.
અતઃ સારાંશ રૂપે કહેવાનું એટલું જ છે કે કોઈ દુબુદ્ધિ લિપિકર્તા પંડિત દ્વારા આ પાઠ પ્રક્ષિપ્ત કરવામાં આવ્યો છે એવું સ્પષ્ટ સમજમાં આવે છે. માટે આગમ અધિકારી પ્રબુદ્ધ નિર્ણાયક સંપાદકોએ આ વિષય પર અવશ્ય વિચાર કરવો જ જોઈએ. (૧૪) સવાલઃ- જે કોઈ લોકોને જે પાઠ આપત્તિજનક લાગશે, તેઓ જો તે પાઠને કાઢતા જશે તો આગમોની શું દશા થશે? જવાબ:- વ્યક્તિગત વિચારણામાં બાધક પાઠ કાઢવો અલગ સ્થિતિ છે અને સર્વજ્ઞ પ્રપિત સિદ્ધાંત વિપરીત પ્રક્ષિપ્ત પાઠોને કાઢવા અલગ વસ્તુ છે. (૧૫) સવાલ – આ પાઠ પ્રક્ષિપ્ત જ છે, એનું નિશ્ચિત પ્રમાણ આપણી પાસે
ક્યાં છે? જવાબ:– પ્રક્ષિપ્ત હોવા માટે નિશ્ચિત પ્રમાણનો અભાવ અનુભવ કરતા જતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org