________________
તવ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞાતિ સૂત્ર
ર૬૧
અન્યથા તે પણ કંઈક ઉહાપોહ અવશ્ય કરત. કિંતુ વ્યાખ્યાકાર આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજે આને સ્પષ્ટ શબ્દોમાં પ્રક્ષિપ્ત ઘોષિત કરેલ છે. જે એમની ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્રના આ પાઠની ટીકામાં જોવા મળે છે. આગમજ્ઞ શ્રી અમોલક ઋષિજી મહારાજે પણ પાઠ પર ટિપ્પણ દઈને પોતાનું મંતવ્ય પ્રગટ કર્યું છે. (૧૦) સવાલ – પ્રક્ષિપ્ત માનવાની અપેક્ષાએ અન્ય મતની માન્યતા રૂપ પ્રતિપત્તિ માની લેવાથી આપત્તિ સમાપ્ત થઈ શકે? જવાબ:- આ દસમા પાહુડના રર પાહુડ છે એમાં ૨૦ પાહુડ-પાહુડમાં અન્ય મતની પ્રતિપત્તિ નહીં કહેતાં કેવળ એક પોતાની જ માન્યતા આગમકારે બતાવી છે. તદ્દનુસાર પ્રક્ષિપ્ત કરનારાએ પણ એક માન્યતા રૂપ પાઠ રચેલો છે. અન્ય મતની પ્રતિપત્તિ બતાવવા યોગ્ય જવાબનો પ્રારંભ પણ આ પાહુડનો નથી. માટે પ્રતિપત્તિ માનવાનું કોઈ પ્રમાણ કે આધાર કિંચિતું પણ નથી. પ્રક્ષિપ્ત કહેવાના તર્ક અને પ્રમાણ ઉપર કહેવાયા છે.
જો અન્ય મતની પ્રતિપત્તિ રૂપ પાઠ રહ્યો હોત અને એ માત્ર અન્ય મતની એક પ્રતિપત્તિ માત્ર હોય એવી કલ્પના કરાય તો એવો અધૂરો અનર્થકારી અવશિષ્ટ પાઠ તો સર્વથા હેય જ ગણાય. જ્યારે વિદ્યા ચમત્કારના પૂર્ણ સૂત્ર અને અધ્યયન પણ પૂર્વાચાર્યોએ લિપિ પરંપરા માટે વિચ્છેદ કરી દીધા, ત્યારે આવા ભ્રામક અને સંસ્કૃતિ વિરુદ્ધ અધૂરા પાઠને તો પ્રકાશનને સર્વથા અયોગ્ય જ સમજવો જોઈએ. (૧૧) સવાલ :- આનું પ્રકાશન ન કરવાથી એક પાહુડ ઓછો થઈ જશે અને પ્રારંભની ગાથામાં આ પાહુડ-પાહુડના વિષય નિર્દેશનનો શબ્દ પણ છે, એનું શું થશે? જવાબ:– આચારાંગના સાતમાં અધ્યયનનું શું થયું? તે જ થશે. અથવા સંપૂર્ણ પ્રશ્ન વ્યાકરણ સૂત્રનું શું થયું? તે જ થશે.
અથવા ર૧ જ પાહુડ બતાવી શકાય છે અને ગાથા નં. ૧૮ ના બીજા ચરણના અંતમાં આવેલ મયાાનિ ના સ્થાન પર અન્ય ગાથાઓના બીજા ચરણના અંતમાં આવેલ શબ્દ પ્રયોગના અનુસાર અહીં પણ પૂર્તિ કરી શકાય છે. યથા –
તિદિ જો મોવાળિ ના સ્થાન પર તિદિત્તા ય નાદિયા રાખી શકાય છે. તથા ગાથા ૧૯માં વીવી પહુડ હુડી ના સ્થાન પર પ્રવી પદુિ પદુિ કરી શકાય છે. ખરેખર તેમજ હશે અને પ્રક્ષિપ્ત કરનારાએ જ એમ કર્યું હશે. (૧૨) સવાલ - સૂત્રમાં એક અક્ષર પણ ઓછુ વધુ કરવું મહાન અપરાધ છે
Jain Education International
For Private.& Personal Use Only
www.jainelibrary.org