________________
૨૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
માટે રર પાહુડ પાહુડની જગ્યાએ ૨૧ જ રહ્યા હશે અને એક કોઈના દ્વારા વધારાએલો પ્રક્ષિપ્ત થયો હશે એમ સમજવું જોઈએ. તેથી સમીક્ષા કરીને એનો નિકાલ કરી પાછા ર૧ પાહુડ પાહુડ કરી લેવા જોઈએ. (૭) સવાલઃ- પૂર્વોના વર્ણનમાં અનેક વિદ્યાઓ એવંનિમિત્તોનું વર્ણન હોય છે એના આધારથી અનેક અંગ બાહ્ય સૂત્રોની રચના થાય છે તેથી સૂર્ય પ્રજ્ઞપ્તિનું એવું વર્ણન ત્યાંથી જ આવ્યું હોય તો એને પ્રક્ષિપ્ત માનવાની શું આવશ્યકતા છે? જવાબ – પૂર્વોમાં અનેક વિધા આદિના વર્ણન હોઈ શકે છે તથા અન્ય અંગ સૂત્રોમાં પણ હોઈ શકે છે. પરંતુ એની ભાષા રચના એવી અયોગ્ય નથી હોઈ શકતી. આ સૂર્ય પ્રજ્ઞપ્તિના પાઠમાં સ્પષ્ટ સાવધ પ્રેરક, પંચેન્દ્રિય વધ પ્રેરક તથા માંસ ભક્ષણ પ્રેરક ભાષા રચના છે. આ પ્રકારની વીતરાગ શાસનના આગમોની રચના હોઈ શકતી નથી. આગમોને લિપિ બદ્ધ કર્યા ત્યારે કેટલાક વિષયો હટાવી દીધા હતા, સંપૂર્ણ પ્રશ્ન વ્યાકરણ સૂત્ર તથા આચારાંગ સૂત્રનું સાતમું અધ્યયન પણ હટાવી દેવામાં આવ્યું. અંગ સુત્રના ચમત્કાર આદિનો પાઠ પણ હટાવી દીધો. તો પછી આવા અનર્થ મૂલક પાઠને કેમ રાખ્યો હોય?
એટલે સ્પષ્ટ છે કે આ પાઠ મૌલિક રચનાનો નથી; આગમ લિપિકાળમાં પણ ન હતો અને પછીનો જ પ્રક્ષિપ્ત થયેલો પાઠ છે. (૮) સવાલ – આ પાઠ પ્રક્ષિપ્ત હોવાનો અન્ય કોઈ તર્ક છે. જવાબ: – હા દસમા પાહુડના પ્રથમ પાહુડ પાહુડમાં નક્ષત્રોના ક્રમની પૃચ્છા છે. જવાબમાં ૫ મતાંતર બતાવ્યા છે. જેમાં પહેલા મતમાં કૃતિકાથી નક્ષત્ર ક્રમની શરૂઆત બતાવી છે. છઠ્ઠો મત સ્વયં આગમકારે પોતાનો બતાવ્યો છે કે અભિજિત નક્ષત્રથી નક્ષત્રોનો ક્રમ પ્રારંભ થાય છે. એવી જ રીતે અનેક પ્રશ્નોના ઉત્તરમાં અનેક પાહુડોમાં આગમકારે પોતાના મતને અભિજિત નક્ષત્રથી પ્રારંભ કરીને બતાવ્યો છે. કિંતુ આ ૧૭મા પ્રાભૂતમાં જે વર્ણન છે તે કૃતિકાથી પ્રારંભ કરીને બતાવેલ છે. જે આગમકારના અભિમતથી ભિન્ન છે. માટે ક્યારેક કોઈ કૃતિકાથી નક્ષત્ર ક્રમનો પ્રારંભ માનનારા લિપિ કર્તાના દ્વારા પ્રક્ષિપ્ત કરાયો હોય એવો સંભવ છે. (૯) સવાલ:– આજ સુધી કોઈ વ્યાખ્યાકારે એને પ્રક્ષિપ્ત કહેલ છે? જવાબ:– ટીકાકાર શ્રી મલયગિરિજીએ આ વિષયમાં પોતાનું કોઈ મંતવ્ય ન દઈને ઉપેક્ષા જ દેખાડી છે તથા એક નક્ષત્રના ભોજન(દહીં)નો નિર્દેશ કરીને કહ્યું છે કે શેષ નક્ષત્રનું વર્ણન આ રીતે સમજી લેવું. આથી એ અનુમાન પણ થાય છે કે મલયગિરિ આચાર્ય સમક્ષ આવા માંસ પરક શબ્દ નહીં રહા હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org