________________
તવ શાસ્ત્ર ઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ર૬૩
એ પણ ન ભૂલવું જોઈએ કે,૦૦-૭૦૦ વર્ષ પૂર્વ સુધીની જ હસ્તલિખિત પ્રતો પ્રાય: આગમોની ઉપલબ્ધ થાય છે એના પહેલાના આગમોના પાઠ કેવા હતા? એના પહેલા કેટલો લિપિકાલ અને કેટલો મૌખિક કાલ વીત્યો હતો? એના વચલા કાળમાં કેટલું વિવેકપૂર્વક પરિવર્તન સંઘ સમ્મતિથી થયું? કેટલું પરિવર્તન વ્યક્તિગત સમજથી થયું અને કેટલું દુબુદ્ધિ યા સ્વાર્થ બુદ્ધિથી થયું? એના માટે કલ્પસૂત્ર, મહાનિશીથ સૂત્ર અને અન્ય અનેક પ્રાચીન ગ્રંથોના સ્વાધ્યાય અને ચિંતનથી અને આગમ પાઠોની સાથે સરખામણી કરવાથી જાણી શકાય છે તેમજ અનુભવ પ્રાપ્ત કરી શકાય છે.
માટે 1000 વર્ષ પૂર્વનું તો કોઈ પણ પ્રમાણ કેવી રીતે કહી શકાય? સુધર્મા, જંબુથી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ સુધીની કોઈ હસ્તપ્રત મળતી નથી. દેવદ્ધિગણીના શાસ્ત્ર લેખનના પછી ૫૦૦ વર્ષ સુધી વચ્ચેના કાળમાં શું ઘટયું, શું વધ્યું એનું પણ ચોક્કસ પ્રમાણ નથી મળતું. કેમ કે ૧૫૦૦ વર્ષ પ્રાચીન કોઈ પણ પ્રત મળતી નથી.
આ કારણે સંપૂર્ણ જૈન સમાજથી અને જૈનાગમોથી સ્પષ્ટ રૂપથી વિરુદ્ધ દેખાવવાળા પાઠ માટે નિશ્ચિત પ્રમાણની આવશ્યકતા સમજવી જ વ્યર્થ છે.
કૃતિકા નક્ષત્રથી નક્ષત્રોના પ્રારંભ સંબંધી તકે પણ પ્રક્ષિપ્તતા સિદ્ધ કરવામાં બહુજ સચોટ છે, તે ઉપેક્ષા કરવા યોગ્ય છે જ નહીં. લિપિ પરંપરા પ્રાપ્ત આગમો પ્રત્યે વિવેકપૂર્ણ શ્રદ્ધાથી નિર્ણય કરી શકાય છે.
આગમોમાં મધ, માંસ આહારને નરક ગમનનું કારણ બતાવ્યું છે. સાધુ માંસ, માછલી, મધનું સેવન કરનારા હોતા નથી, એવું આગમ વાક્ય છે. એથી એ ચોક્કસ છે કે આગમકાલમાં આ શબ્દો આજ અર્થમાં પ્રચલિત હતા. માટે આચારાંગ સૂત્રમાં સાધુના આહાર ગ્રહણ સંબંધી પાઠમાં ભ્રમણા ઉત્પન્ન કરનારા આ શબ્દોનો પ્રયોગ આગમકાર નથી કરી શકતા. શું એમના શબ્દકોષમાં અન્ય શબ્દો ન હતા કે જેથી નિષિદ્ધ અને નરકગમન યોગ્ય ખાદ્ય પદાર્થોના નામથી સાધુના આહારનું વર્ણન કરે કે- HT મચ્છી મોડ્યા ! अट्ठियाई कंटए य गहाय ॥
તેથી દેવદ્ધિગણીના લિપિકાલ પછી અને ટીકાકાર(શીલાંકાચાર્ય અને મલયગિરી) આચાર્યોની પહેલાં મધ્યમ કાળનુંયા પછીનું આ પ્રક્ષિપ્ત દૂષણ
છે. આ દૂષિત પાઠોને ગણધરો અને પૂર્વધરો પર નાખવા ઉચિત નથી. . અહિંસા મહાવ્રતીને ભાષાનો પૂર્ણ વિવેક રાખવાનું આગમોમાં કહેલ
છે. એજ સાધક એવા હિંસા મૂલક વાક્ય કહે અથવા લખે એ કેટલું અનર્થકારી છે? યથા– “અમુક સચિત પદાર્થ ખાઈને જાય યા અમુકનું માંસ ખાઈ જાય તો કાર્ય
Jain Education International
For Private & Personal use only
.
www.jainelibrary.org