________________
તવ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
રર૯
મર્યાદાને દૂષિત કરે છે. કારણ કે આ નક્ષત્ર ભોજનના કથનનું પ્રરૂપણ પણ પાપનું પ્રેરણાત્મક છે. આવા સાવધ સચિત ભક્ષણના પ્રેરણાત્મક ભાવોવાળા કથન કે લેખન જૈન શ્રમણોને કદાપિ ઉપયુક્ત થઈ શકતા નથી. રચનાકારની યોગ્યતા :– બીજી વાત એ છે કે આગમ રચના કરનારા બહુશ્રુત શ્રમણ અને મૌલિક રચનાકાર ગણધર આવા ભ્રમિત લોકોમાં પ્રચલિત માંસ સૂચક વનસ્પતિ શબ્દોના પ્રયોગ કરી ભ્રમ ફેલાવવાના કાર્યો કરે એ સંભવ જ નથી. અનેક ભાષા શબ્દોના પ્રકાંડ વિદ્વાન, વિશિષ્ટ અવધિજ્ઞાની, ૧૪ પૂર્વી ગણધર, પ્રભુથી એવી રચના કરવાનું માનવું એ એક પ્રકારનો પરંપરાગ્રહ માત્ર છે પરંતુ તર્કસંગત અને આગમભાવ સંગત નથી. વાસ્તવમાં આવી ક્લિષ્ટ કલ્પનાઓની આવશ્યકતા નથી. કારણ કે અનેક પ્રહારો લિપિ કાળમાં આગમોમાં થયા છે એ નિઃસંદેહ છે. તેથી અનર્થકારી દૂષિત એવા પાઠોને રાખવાનો આગ્રહ કરવો જરા પણ આવશ્યક નથી. વિશેષ વાર્તા માટે જુઓ– ઐતિહાસિક પરિશિષ્ટ સારાંશના આઠમા ખંડમાં સંવાદ અને નિબંધ સંગ્રહ. માત્ર મૂલપાઠનું પ્રકાશન ભ્રમ મૂલક છે – ઘણા સમર્થ પ્રકાશક અને વિદ્વાનોના ગ્રપઆ એક પ્રતિ પ્રાભૂતના કારણે સંપૂર્ણ ગણિત જ્યોતિષ શાસ્ત્રના ભંડારરૂપ આ આગમના અનુવાદ વિવેચનને પણ ગોપવી રાખવાની કોશીશ કરતા કેવલ મુલ પાઠ છપાવી રાખીદે છે અને એમાં આમિષ ભોજનના પાઠ પણ જેમના તેમ રાખી દે છે. આ જિન શાસનની સાચી સેવા નહીં પરંતુ અકર્મણ્યતા અને ડરપોકપણું છે. આ ઈમાનદારી અને વફાદારીનો ભ્રમ માત્ર છે. વાસ્તવમાં આવી ઉપેક્ષાવૃત્તિથી જિન શાસનને કલંકિત કરવાવાળા ભવિષ્યનું નિર્માણ થાય છે. દષ્ટાંત – જે પ્રકારે આપણા શરીરના માંસ ભાગમાં પડેલા કીડાને સંભાળીને છપાવીને રાખી શકાતા નથી. તેમ આવા પાઠ ભ્રમિત જાણવા છતાં પણ આંખઆડા કાન કરી જેમનું તેમ રાખી દેવું ક્યાં સુધી ઉચિત હોઈ શકે? અને એની પાછળ આખા શાસ્ત્રના અર્થ વિવેચન છુપાવવાનું તો વધારે હાસ્યાસ્પદ છે. યથા – કોઈના કપડામાં જૂ પડી જાય તો તેને કાઢવાના પ્રયત્ન કરવાની જગ્યાએ જો તેને છુપાવવાનો અથવા કપડાનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરે તો તે યોગ્ય નહીં કહેવાય. પરંતુ જાઓ ને શોધી કાઢવાનું જ યોગ્ય કહેવાય. એ જ પ્રકારે આપણે પણ એવા આગમ પ્રક્ષેપોને સંભાળવા કે છુપાવવા આવશ્યક નથી. જ્યારે કોઈએ પ્રક્ષેપ કરી દીધો કે વિકૃત થઈ ગયો હોય તો એને અનાપ્ત વાણી જાણી કાઢી નાંખી આગમને શુદ્ધ રાખવું અને અન્ય તત્ત્વોના અર્થ વિવેચન સ્પષ્ટ પ્રગટ કરવા; આ જ વિદ્વાન આગમ સંપાદકો, પ્રકાશક સમિતિઓ અને વિદ્વાનોથી ભરપૂર સંઘોનું કર્તવ્ય થાય છે. ઉપસંહાર :- આશા રાખીએ છીએ કે આ સૂચન પર જિન શાસનની સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org