________________
ર૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
જૈન શ્રમણ એવા સચિત પદાર્થોના ખાવા સંબંધી અને આમિષ ભોજન સંબંધી કથન કદાપિ કરી શકતા નથી. કારણ કે આજ સુધી જિન શાસનના રપ00 વર્ષોમાં જેન શ્રમણોમાં એવો માંસ મધ સેવક કોઈ પણ શ્રમણ સમુદાય નથી થયો કે જે આવી હલકી પ્રરૂપણા કરે કે આચરણ કરે. આ કેવી વફાદારી? – એટલા માટે આવા શાસ્ત્રના પ્રક્ષિપ્ત પાઠોને જેમ છે તેમ રાખીને છપાવીને પ્રકાશિત કરીને આગમની વફાદારી માનનાર વિદ્વાનોનો એક પ્રકારનો બુદ્ધિ ભ્રમ છે. જ્યારે આ ભગવદ્ વાકય નથી, આગમ વાણી નથી શાસ્ત્રમાં પ્રક્ષિપ્ત પાઠ છે યા ત્રુટિત વિકૃત પાઠ છે, જિનાનુમત નથી, એટલું તો માનવામાં આવે જ છે, તો પછી તેને રાખવામાં વફાદારી ન થતાં કર્તવ્ય હીનતા થાય છે. કેમ કે આ વિકૃત અથવા પ્રક્ષિપ્ત પાઠોને જેમના તેમ રાખી દેવાથી જિનશાસનની ઘણી અવહેલના થાય છે. શ્રદ્ધા નિરપેક્ષ વિદ્વાનોનેજિનશાસન પર અસત્ય આક્ષેપ લગાવવાનો મોકો મળી જાય છે. આગમના નામ પર અને આગમ પ્રમાણના આધાર પર એમને આ બેધડક કહેવાનું મળી જાય છે કે જૈનોમાં તો શું જૈન શ્રમણોમાં પણ માંસ ભક્ષણ એક દિવસ હતું ત્યારે જ એમના શાસ્ત્રોમાં એવા સ્પષ્ટ કથન છે, જેને તેઓ ગોલમાલ કરીને અર્થ પરિવર્તનના નામે છુપાવવાનો પ્રયત્ન કરે છે.
જ્યારે વાસ્તવિકતા તો આ છે કે જેનાગમ મધ, માંસના આહારને નરક ગતિમાં જવાનું પ્રબલ કારણ બતાવે છે અને જૈન ધર્મની હાર્દિક શ્રદ્ધા રાખવાવાળા આજના હૂડા અવસર્પિણી (મહા કલિયુગ) કાલનો નાનામાં નાનો સાધક પણ મધ માંસનું સેવન કરવાનું તો દૂર રહ્યું પરંતુ એના સેવનનો સંકલ્પ પણ કરી શકતો નથી. એટલા માટે સત્ય એ છે કે મહાજ્ઞાની આગમ રચયિતા શ્રમણ એવી રચના કદાપિ કરી શકતા નથી. માટે એવા ભ્રમ મૂલક અને અસત્ય પ્રચારક પાઠોને જેમના તેમ રાખીને પ્રકાશિત કરવા ઉપયુક્ત નથી.
આ રીતે આ પ્રાભૃત દૂષિત, વિકૃત, ત્રુટિત, પ્રક્ષિપ્ત, કંઈ પણ હોય પરંતુ એને આગમ મધ્યે રાખવું યોગ્ય નથી. માટે આનો સારાંશ અહીં આપવામાં આવ્યો નથી. વિષય – અભિજિતથી શરૂઆત ન કરતા કૃતિકાથી શરૂઆત કરી બધા નક્ષત્રોમાં અમુક પદાર્થ ખાઈને જવાથી કાર્ય સિદ્ધિ બતાવવામાં આવી છે. તે પદાર્થ સચિત પણ છે અને અચિત પણ છે, માદક પણ છે અને આમિષ (માંસ)રૂપ પણ છે. સચિત પદાર્થ ભક્ષણ પ્રરૂપક પાઠની અકલ્પનીયતા :– ઘણાં આધુનિક પરંપરાગ્રહી વિદ્વાન આ આમિષ શબ્દોથી વનસ્પતિ પરક અર્થોના સમન્વય કરવાના પ્રયત્ન કરે છે. કિંતુ આ શ્રમણો સચિત વનસ્પતિઓના ખાવાની પ્રેરણાવાળા પાઠોના કથન, લેખન અને પ્રચાર કરવાથી પોતાના સંયમ અને કલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org