________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
બતાવ્યા છે. એ બધા ક્રમ અયુક્ત છે. જિનાનુમત તેમજ ખરો ક્રમ અભિજિતથી શરૂ થઈને ઉત્તરાષાઢામાં સમાપ્ત થાય છે, તેમ સ્પષ્ટ કરેલ છે. તે સિવાય આ સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રમાં જેટલી જિનાનુમતની માન્યતાઓ કે પ્રરૂપણાઓ છે તે સર્વે અભિજિતથી શરૂ કરવાના ક્રમથી કહેલ છે, અન્ય કોઈ ક્રમથી નહીં. અન્ય ક્રમથી અન્ય મતોની પ્રરૂપણા કરી છે.
૨૨૭
:
જિનાનુમત કથનમાં નક્ષત્રોના (૧) નામ (૨)આકાર (૩) તારા (૪) દેવતા (૫) ગોત્ર આદિ વિષય અભિજિતથી શરૂ કરી ને કહેલ છે. જે ૮, ૯, ૧૨, ૧૬ પ્રતિ પ્રામૃતમાં કહેલ છે. આ રીતે (૬) પૂનમ (૭) અમાવસ્યા (૮) કુલ ઉપકુલ આદિનું સ્વમત કથન પણ શ્રાવણ મહિનાના નક્ષત્રથી શરૂ કરવામાં આવેલ છે. કૃતિકા નક્ષત્રથી શરૂઆત આ સત્તરમા પ્રતિ પ્રામૃતમાં નક્ષત્રોના ભોજન સંબંધી વર્ણન કૃતિકા નક્ષત્રથી શરૂઆત કરીને ભરણી નક્ષત્ર સુધી કહેલ છે. કોઈ ક્રમ કે મતાંતર અથવા સ્વમતના અભિજિત નક્ષત્રના ક્રમવાળું કોઈ પણ વર્ણન અહીં નથી. માટે કૃતિકાથી શરૂ કરીને કહેલ આ વર્ણન જિનાનુમત તો નથી જ, એ નિશ્ચિત એવું સ્પષ્ટ છે. કેમ કે જિનાનુમત કથન આ સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રમાં અભિજિત નક્ષત્રથી શરૂ કરવામાં આવે છે, એ પૂર્ણ પ્રામાણિત તત્ત્વ છે, જેના અનેક પ્રાભૂતોના ઉદાહરણ ઉપર દેવામાં આવ્યા છે.
અન્ય
-
લિપિ દોષ વિકલ્પ :~ માટે કૃતિકાથી પ્રારંભ કરેલ આ પ્રામૃતનું કથન પહેલા મતાંતરની માન્યતા છે. ત્યારપછી અન્ય ચાર માન્યતાઓ અને પછી સ્વમત જિનાનુમતના નક્ષત્ર ભોજન સંબંધી સાચી પ્રરૂપણાનો પાઠ આ પ્રતિ પ્રાભૂતમાં ઉપલબ્ધ નથી. જે કયારનો લિપી કાલના દોષમાં અભાવ ગ્રસ્ત થઈ ગયો છે. એવો એક વિકલ્પ પરંપરાથી પ્રાપ્ત થાય છે.
પ્રક્ષિપ્તાંશ વિકલ્પ :–– બીજો વિકલ્પ એ પ્રાપ્ત થાય છે કે ૧૦મા પ્રાભૂતનો આ ૧૭મો પ્રતિ પ્રાભૂત કોઈના દ્વારા પ્રક્ષિપ્ત કરીને ૨૧ પ્રતિપ્રાભૂતના ૨૨ પ્રતિ પ્રામૃત બનાવી દીધા છે. કારણ કે અન્ય શાસ્ત્રોમાં પણ લિપિ કાલમાં માંસ ભક્ષણ કરવાનો પાઠ પ્રક્ષિપ્ત કરી જૈન મુનિને આમિષ ભોજી અને મધ સેવી દેખાડવાની ચેષ્ટાઓ કરવામાં આવી છે. તદનુસાર આ પ્રતિ પ્રામૃત બનાવીને અને અહીં પ્રક્ષિપ્ત કરી એ જ મનોવૃતિનું પોષણ કર્યુ હોય, એમ થઈ શકે છે. કારણ કે આમાં ઘણા એવા ધૃણિત નક્ષત્ર-ભોજનના કથન કર્યા છે જે સ્પષ્ટપણે અનાર્ય વચન છે, આર્ય વચન નથી.
જૈન મુનિનો કલ્પ :– આ પ્રતિ પ્રાભૂતમાં જે કાંઈ નક્ષત્ર ભોજનનું વર્ણન છે તે કોઈપણ જૈન શ્રમણને બોલવા, લખવા, પ્રરૂપણ કરવા અકલ્પનીય છે. આવા પ્રરૂપણ તો શાસ્ત્રોમાં, આગમોમાં, સિદ્ધાંત રૂપથી કોઈ પણ સત્બુદ્ધિવાળો સામાન્ય અહિંસક સાધક પણ કરી શકતો નથી. ત્યારે છ કાયના પરિપૂર્ણ રક્ષક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org