________________
ર૩૦
ર૩૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
કરનારા આગમ સંપાદક આદિ કંઈક વિચાર કરી ધ્યાન આપશે.
આ યાહારમાં પ્રતિ પાબત
યુગમાં નક્ષત્ર યોગ ચંદ્ર સૂર્યની સાથે :– ૫ વર્ષનો એક યુગ થાય છે. આ યુગમાં ચંદ્રની સાથે પ્રત્યેક નક્ષત્ર ૬૭ વાર જોગ જોડે છે અર્થાત્ સાથે ચાલે છે અને સૂર્યની સાથે પાંચ વર્ષમાં પ્રત્યેક નક્ષત્ર પ-૫ વાર જોગ જોડે છે.
તાત્પર્ય એ કે પાંચ વર્ષમાં ૬૭ નક્ષત્ર માસ હોય છે. એક નક્ષત્ર માસ ૨૮(અઠ્ઠાવીસે ય) નક્ષત્રનો ચંદ્રની સાથે એક-એક વાર યોગ જોડવાથી બને છે.
માટે એમને ૬૭ નક્ષત્ર મહિનામાં ૬૭ વાર ચંદ્રની સાથે યોગ કરવાનો અવસર મળે છે અને સૂર્યની સાથે એક નક્ષત્રનો એક વર્ષમાં એક વાર યોગ કરવાનો - સંયોગ હોય છે. માટે પાંચ વર્ષમાં બધા નક્ષત્રોનો પાંચ-પાંચ વાર સૂર્ય સાથે યોગ થાય છે.
- ઓગણીસમો પ્રતિ પ્રાભૃત ) બાર મહિનાના લૌકિક નામ પણ છે અને લોકોત્તર નામ પણ છે. જે આ પ્રમાણે છે- લૌકિક નામ શ્રાવણ ભાદરવા આદિ છે.
લોકોત્તરિક નામ શ્રાવણ આદિના ક્રમથી આ પ્રમાણે છે– (૧) અભિનંદન (૨) સુપ્રતિષ્ઠ (૩) વિજય (૪) પ્રીતિવર્ધન (૫) શ્રેયાંસ (૬) શિવ (૭) શિશિર (૮) હેમંત (૯) વસંત (૧૦) કુસુમસંભવ (૧૧) નિદાહ (૧૨) વનવિરોધી.
જ વીસમો પ્રતિ પામૃત ને ) પાંચ સંવત્સર:(૧) નક્ષત્ર સંવત્સર – દરેક નક્ષત્ર વડે ચંદ્રની સાથે એકવાર યોગ જોડવાથી એક નક્ષત્ર માસ થાય છે. ૧૨ વાર જોડવાથી એક નક્ષત્ર સંવત્સર થાય છે. આ ૧૨ માસ અથવા ૧૨ વાર યોગની અપેક્ષા નક્ષત્ર સંવત્સર બાર પ્રકારના કહેલ છે. અન્ય અપેક્ષાએ નક્ષત્ર સંવત્સર ૧૨ વર્ષનો હોય છે. કારણકે બૃહસ્પતિ મહાગ્રહ એક એક નક્ષત્રની સાથે ક્રમશઃ યોગ કરતા કરતા ૧ર વર્ષમાં ૨૮ નક્ષત્રોની સાથે યોગ પૂર્ણ કરે છે. (૨) યુગ સંવત્સર – યુગ પાંચ વર્ષનો હોય છે. શ્રાવણ આદિ મહિનાની અપેક્ષા એક વર્ષ ૧ર મહિના અર્થાત્ ૨૪ પક્ષનું હોય છે. યુગનું પહેંલું ચંદ્ર વર્ષ ૧૨ માસ = ૨૪ પક્ષોનું હોય છે. યુગનું બીજું ચંદ્ર વર્ષ પણ ૧૨ માસ = ૨૪ પક્ષોનું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org