________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પ્રસંગ આવે છે તો ચંદ્ર કયારેક દક્ષિણમાં થઈ જાય છે તો કયારેક ઉત્તરમાં થઈ જાય છે, કયારેક સીધમાં એ જ મંડલમાં ઉપર નીચે ચાલે છે ત્યારે એનો યોગ જોડાય છે અર્થાત્ સાથે ચાલે છે. આનું કારણ એ છે કે ચંદ્ર હંમેશાં મંડલ પરિવર્તન કરે છે, અંદરથી બહાર અને બહારથી અંદરના મંડલોમાં સંક્રમણ કરે છે, જ્યારે નક્ષત્ર પોત પોતાના એક જ મંડલમાં હંમેશાં પોતાની એક જ ગતિથી ભ્રમણ કરે છે. અર્થાત્ તે નથી મંડલ બદલતા કે નથી ચાલ બદલતા.
(૪) પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રના ચાર ચાર તારા છે. એમના બે તારા બાહ્ય મંડલથી બહારની તરફ રહે છે અને બે અંદરની તરફ રહે છે. બાહ્ય મંડલવાળા બન્ને તારા હંમેશાં દક્ષિણમાં રહીને યોગ જોડે છે. અંદરવાળા બન્ને તારા હંમેશાં સીધથી ઉપર નીચે રહીને યોગ જોડે છે. અર્થાત્ આની સાથે ચાલતા સમયે ચંદ્ર પણ સદા અંતિમ મંડલમાં હોય છે. અન્ય મંડલમાં રહીને બન્ને નક્ષત્રનાં સાથે ચાલવાના સંયોગ થતા નથી એમ દક્ષિણ પ્રમર્દ મિશ્રિત યોગ જોડે છે.
(૫) જ્યેષ્ઠા નક્ષત્રનો ચંદ્ર સાથે જ્યારે યોગ થાય અર્થાત્ તે ચંદ્ર સાથે ચાલે છે ત્યારે ચંદ્રના એ જ મંડલ સાથે ચાલવાનો સંયોગ મળે છે જેથી તે સીધમાં ઉપર નીચે રહીને જ યોગ જોડે છે, તેથી તેને માટે ફકત પ્રમર્દ યોગ કહેલ છે.
–
ચંદ્ર અને નક્ષત્રના મંડલ :– ચંદ્રના ચાલવાના રસ્તા ૧૫ મંડલ છે અને નક્ષત્રના ચાલવાના માર્ગ ૮ છે. આ આઠ મંડલ ચંદ્રના આઠ મંડલોની સીધમાં છે અને ચંદ્રના સાત મંડલોની સીધમાં નક્ષત્રના મંડલ નથી. આ આઠ ચંદ્ર મંડલ ક્રમશઃ આ છે ૧, ૩, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૫ એ કમશઃ પહેલાથી આઠમાં સુધીના નક્ષત્ર મંડલની સીધમાં છે. અતઃ ચંદ્રનાં ૨, ૪, ૫, ૯, ૧૨, ૧૩, ૧૪ આ સાત મંડલ એવા છે જેમની સીધમાં કોઈ નક્ષત્ર મંડલ નથી.
સૂર્યની સીધમાં ચંદ્ર નક્ષત્ર મંડલ :- ચંદ્રના ૬, ૭, ૮, ૯, ૧૦ એમ પાંચ મંડલ સૂર્ય મંડલની સીધમાં નથી આવતા. શેષ દસ મંડલ ૧, ૨, ૩, ૪, ૫ અને ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ એ મંડલ સૂર્ય મંડલની સીધમાં આવે છે.
ચંદ્રના ૧, ૩, ૧૧, ૧૫ એમ ચાર મંડલ એવા છે જેમની સીધાણમાં નક્ષત્રના મંડલ પણ છે અને સૂર્ય મંડલ પણ છે.
નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય મંડલ સીધાણ :--
સંયોગ
ચંદ્ર મંડલ
ત્રણે સાથે
બે સાથે
ત્રણે સાથે
બે સાથે
Jain Education International
૧
નક્ષત્ર મંડલ
૨૨૩
૧
X
૨
૩
૪
For Private & Personal Use Only
ર
X
સૂર્ય મંડલ
૧
૧૪
૨૭
×
www.jainelibrary.org