________________
ર૦૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
નોટ – આ વિષયમાં પણ ઘણી મિથ્યા લોકમાન્યતાઓ સૂત્રમાં બતાવવામાં આવી છે. તે અસંગત છે.
| બીજો પ્રાભૃતઃ પહેલો પ્રતિ પ્રાભૃત બંને સૂર્યોનું ભ્રમણ સ્વરૂપ અને સૂર્યોદય :- બંને સૂર્ય સમભૂમિથી ૮00 યોજન ઊંચાઈ પર પરિભ્રમણ કરે છે. ભારતીય સૂર્ય પૂર્વ દિશા પાર કરી જ્યારે પૂર્વદક્ષિણમાં પહોંચે છે ત્યારે તે દક્ષિણક્ષેત્રમાં સૂર્યોદય કરે છે. તે સમયે ઐરાવતીય સૂર્ય પશ્ચિમ દિશા પાર કરી પશ્ચિમ ઉત્તરદિશામાં પહોંચે છે અને ઉત્તરી ક્ષેત્રમાં સૂર્યોદય કરે છે. પછી આ બને સૂર્ય સંપૂર્ણ દક્ષિણ દિશા અને સંપૂર્ણ ઉત્તર દિશાને સાથે પાર કરતા અને ક્ષેત્રમાં દિવસ કરે છે.
આ પ્રકારે ગતિ કરતા ઉત્તર દિશાને પાર કરનાર ઐરાવતીય સૂર્ય ઉત્તર પૂર્વમાં આવે છે અને દક્ષિણ દિશાને પાર કરનાર ભારતીય સૂર્ય દક્ષિણ પશ્ચિમ દિશામાં આવે છે. આ સમયે આ બને સૂર્ય પૂર્વ પશ્ચિમ ક્ષેત્ર(મહાવિદેહક્ષેત્ર) ને પ્રકાશિત કરે છે.
જ્યારે આ સૂર્ય ઉત્તર દક્ષિણને પ્રકાશિત કરે છે ત્યારે પૂર્વ પશ્ચિમમાં રાત્રિ કરે છે અને જ્યારે પૂર્વ પશ્ચિમને પ્રકાશિત કરે છે, ત્યારે ઉત્તર દક્ષિણમાં રાત્રિ કરે છે. નોટ:- આ વિષયમાં પણ થોડી મિથ્યા લોક માન્યતાઓ સૂત્રમાં બતાવાઈ છે. જેમ કે (૧) સૂર્ય સવારના પૂર્વમાં કિરણ સમૂહ રૂપમાં ઉત્પન્ન થઈને સાંજના પશ્ચિમમાં નષ્ટ થઈ જાય છે. (૨) પૃથ્વીમાંથી ઉત્પન્ન થઈને પૃથ્વીમાં નષ્ટ થઈ જાય છે. (૩) પાણીમાંથી ઉત્પન્ન થઈને પાણીમાં નષ્ટ થઈ જાય છે. અથવા સાંજના પૃથ્વી આદિમાં પ્રવેશ કરી નીચે ચાલ્યો જાય છે. પછી નીચેથી ચાલીને નીચે લોકને પ્રકાશિત કરી પુનઃ પૂર્વમાં નીકળી આવે છે. કોઈ જમ્બુદ્વીપના બે વિભાગ કલ્પના કરીને બતાવે છે કે પૂર્વમાં સૂર્ય ઉદય થઈને પશ્ચિમમાં સાંજના અસ્ત થાય છે ત્યારે બીજા વિભાગમાં ઉદય થાય છે. ત્યાં દિવસભર રહીને અસ્ત થઈ જાય છે અને પુનઃ પ્રથમ વિભાગમાં ઉદિત થઈ જાય છે. ઈત્યાદિ આ સર્વે કથન સત્યથી દૂર છે અને ભ્રમપૂર્ણ એવં અધૂરી માન્યતાઓ છે.
( બીજો પ્રતિ પ્રાભૃત સંક્રમણ ગતિ નિર્ણય – એક મંડલથી બીજા મંડલનું અંતર બે યોજનાનું છે અને તે બે પ્રકારે પાર કરી શકાય છે. (૧) આખું મંડલ ચાલીને એક નિશ્ચિત સ્થાન પર આવીને બે યોજન સીધા ચાલે અને પછી બીજા મંડલનું ભ્રમણ શરૂ કરે. ભ્રમણ કરીને ફરીથી નિશ્ચિત સ્થાનની સીધમાં આવીને આગલા મંડલમાં સંક્રમણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org