________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૬૧
પર્વત.
ચિત્રકૂટ પહેલી બીજી વિજયની વચમાં છે. ગ્રાહાવતી નદી બીજી ત્રીજી વિજયની વચમાં છે. આ પ્રકારે યાવતુ એક શેલ પર્વત ૭મી ૮મી વિજયની વચમાં છે.
આ ચારે પર્વત ઉત્તર-દક્ષિણ વિજ્ય પ્રમાણ લાંબા, પૂર્વ પશ્ચિમ પહોળા, નીલવંત પર્વતની પાસે ૫૦૦ યોજન છે અને સીતા નદીની પાસે ૪૦૦ યોજના પહોળા છે. ઊંચાઈનીલવંત પર્વતની પાસે ૪૦૦ યોજન અને સીતા નદીની પાસે ૫00 યોજન છે. આ સર્વે રત્ન મય અને અશ્વસ્કંધના આકાર(ઉપરી ભાગ) વાળા છે. બંને તરફ પાવર વેદિકા અને વનખંડથી સુશોભિત છે. આ પર્વતો પર ૪-૪ ફૂટ છે. સીતા નદીની તરફ પહેલો સિદ્ધાયતન ફૂટ છે. બીજો પર્વતના નામનો જ કૂટ છે, એના પછી બે આસપાસની વિજયોના નામવાળા કૂટ છે. આ પ્રકારે બધા ના ૪-૪ કૂટોના નામ આગળ પણ સમજી લેવા. પર્વતોના સમાન નામવાળા માલિક દેવ પર્વતો પર રહે છે અને પર્વતના આ નામ શાશ્વત છે.
આ ત્રણે અંતર નદીઓ નીલવંત પર્વતના નિતંબથી સમાન નામવાલા ફંડમાંથી નીકળે છે અને સીધી દક્ષિણમાં જતાં સીતા નદીમાં મળી જાય છે. આ ૧રપ યોજન પહોળી ૨ યોજન ઊંડી સર્વત્ર સમાન છે. સીતા નદીમાં પ્રવેશ કરવાના સ્થાન પર આ બંને બાજુની ગંગાસિંધુની સાથે જ સીતા નદીમાં મળે છે. અર્થાત્ ત્યાં ત્રણે નદિઓનું સીતા નદીમાં પ્રવેશ સ્થાન સંલગ્ન છે. માટે આ અપેક્ષાથી અંતર નદિઓનો પરિવાર ગંગા નદીથી બેગણો કહેવાયેલ છે. વાસ્તવમાં આ સર્વત્ર સમાન પહોળાઈથી જ સંપૂર્ણ વિજયના કિનારે ચાલે છે. આમાં વચમાં કોઈ નદીઓ મળતી નથી.
વચમાં ૬ વિજયોના એક કિનારે ઉક્ત અંતર નદી છે અને બીજે કિનારે ઉક્ત વક્ષસ્કાર પર્વત છે. અંતિમ આઠમી વિજયના એક કિનારે વક્ષસ્કાર પર્વત છે અને બીજા કિનારે ઉત્તરી સીતામુખવન છે. (૮) સીતામુખ વન – આ વનની વચમાં સીતા નદી હોવાથી એના બે વિભાગ છે. (૧) ઉત્તરી સીતામુખવન (૨) દક્ષિણી સીતામુખવન. આ બંને વનો ઉત્તરદક્ષિણ લાંબા(વિજય પ્રમાણ) છે. પૂર્વ પશ્ચિમ પહોળા ર૯રર યોજન છે. આ સીતા નદીની પાસે એટલા પહોળા છે અને નિષધ તથા નીલ વર્ષધર પર્વતની પાસે યોજન માત્ર પહોળા છે. એની પૂર્વ દિશામાં જગતી છે અને પશ્ચિમમાં વિજય છે. એક દિશામાં સીતા નદી અને એક દિશામાં વર્ષધર પર્વત છે. બે તરફ પદ્રવર વેદિકા અને વનખંડ છે, ઉત્તર દક્ષિણમાં નથી. . ઉક્ત આઠેય વિજયના વૈતાઢ્ય પર્વત પર જે ૧૬ આભિયોગિક શ્રેણીઓ છે, એના પર ઉત્તરી લોકાધિપતિ ઈશાનેન્દ્રના આભિયોગિક દેવ છે. કેમ કે એ
આઠ વિજય જંબુદ્વીપના ઉત્તર-દક્ષિણ બે વિભાગમાંથી ઉત્તરી વિભાગમાં Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org