________________
૧૬૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
વેદિક વનખંડ છે, પૂર્વમાં ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત છે. આ વિજય પૂર્વ-પશ્ચિમ રર૧૩યોજન થોડી ઓછી પહોળી ઉત્તર દક્ષિણ ૧૫૯૨ યોજન લાંબી ચોખૂણ છે. વચમાં ૫૦ યોજન પહોળો વૈતાઢય પર્વત છે, જેનાથી ઉત્તરી કચ્છખંડ અને દક્ષિણી કચ્છખંડ ૮૨૭૧યોજનના બે વિભાગ બને છે. નીલવંત પર્વતના પાસેના ગંગાકુંડ અને સિંધુ ફંડમાંથી ગંગા અને સિંધુ નદી નીકળી કચ્છ વિજયના ઉત્તરીખંડથી થઈ વૈતાઢય પર્વતની નીચેથી ગુફાઓના કિનારેથી પસાર થતી દક્ષિણખંડમાં પ્રવેશ કરે છે. આગળ વધતાં વિદિશામાં ચાલતી એક નદી ચિત્રકૂટ પર્વત અને બીજી નદી ભદ્રશાલવનની પાસે વિજયના કિનારે સીતા નદીમાં મળે છે.
આ પ્રકારે ભરત ક્ષેત્રના સમાન આ વિજયના પણ વૈતાઢ્ય અને ગંગા સિંધુ નદીના દ્વારા ૬ખંડ થાય છે. બાકી ચક્રવર્તી આદિના બધા વર્ણન ભરતક્ષેત્રની સમાન છે. વિશેષતા એ છે કે ૬ આરાઓનું વર્ણન અને ભારતના કેવલી થયાનું વર્ણન અહીંયા નથી. અહીં સદા ચોથા આરાના પ્રારંભ જેવા ભાવ વર્તે છે. તે વર્ણન અવસર્પિણીના ચોથા આરાની સમાન છે.
વૈતાઢય પર્વત પૂર્વ-પશ્ચિમ બંને દિશાઓમાં વક્ષસ્કાર પર્વતને સ્પર્શલ છે. (૧) માલ્યવંતને (૨) ચિત્રકૂટને.
ભરતની સમાન અહીંયા ક્ષેમા રાજધાનીમાં કચ્છનામક રાજા ઉત્પન્ન થાય છે. કચ્છ નામક દેવ આ વિજયનો અધિપતિ દેવ છે, એના લીધે આ વિજયનું કચ્છ' એ શાશ્વત નામ છે. બીજીથી આઠમી વિજયનું વર્ણન પણ આ પ્રમાણે જ છે જે ક્રમશઃ પૂર્વ દિશાની તરફ છે. આઠમી વિજય સીતા મુખવનની પાસે છે. આ આઠેય વિજયોના સાત મધ્ય સ્થાન છે, જેમાં ૩ નદીઓ અને ૪ વક્ષસ્કાર પર્વત છે. સાતે ય વિજયોના નામ અને રાજધાનીના નામ અલગ અલગ છે. ચક્રવર્તી રાજાના નામ અને વિજય ના નામ સમાન છે. યથા– | ક્રમાંક | વિજય | ૮ રાજધાની |
કચ્છ ક્ષેમા સુકચ્છ ક્ષેમપુરા મહાકચ્છ અરિષ્ટા કચ્છાવતી અરિષ્ટપુરા
આવર્ત ખડગી મંગલાવર્ત મંજૂષા પુષ્કલાવર્ત ઔષધિ
પુષ્કલાવતી ! પુંડરીકિણી ચાર વક્ષસ્કાર ત્રણ નદીઓ – ૧) ચિત્રકૂટ પર્વત ૨) ગ્રાહાવતી નદી ૩) પદ્મ કૂટ પર્વત ૪) કહાવતી નદી ૫) નલિનકૂટ પર્વત ૬) પંકાવતી નદી ૭) એક શૈલ
Lormo a nov
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org