________________
૧૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
-
ત્રિકૂટ
સમાવિષ્ટ છે. ઉત્તરી સીતામુખવન નીલવંત પર્વતની પાસે યોજન પહોળું છે અને દક્ષિણી સીતામુખ વન નિષધ પર્વતની પાસે આ યોજન પહોળું છે. સીતા નદીની પાસે બંને ર૯રર યોજન પહોળા છે માટે એનું શાશ્વત નામ દક્ષિણી અને ઉત્તરી સીતા મુખવન છે. (૯) નવમીથી સોળમી વિજય :- આ આઠ વિજય નિષધ પર્વતની ઉત્તરમાં સીતા નદીની દક્ષિણમાં છે. એ આઠની વચમાં ત્રણ નદીઓ અને ૪ વક્ષસ્કાર પર્વત છે. જેમનું વર્ણન ઉપરોક્ત આઠ વિજયોના વર્ણનની સમાન છે. પૂર્વોક્ત આઠ વિજય સીતા નદીની ઉત્તરમાં અને જંબૂઢીપના ઉત્તરાર્ધ ભાગમાં છે અને આ આઠ વિજય ૪ પર્વત અને ૩ નદિઓ સીતા નદીની દક્ષિણમાં અને દક્ષિણી જંબૂદ્વીપ વિભાગમાં છે. માટે આ વિજયોના વૈતાઢય પર્વતની અભિયોગિક શ્રેણિના દેવ દક્ષિણ લોકના અધિપતિ શક્રેન્દ્રના આજ્ઞાધીન છે.
આ વિભાગની વિજય, રાજધાની, પર્વત અને નદીના નામોમાં ભિન્નતા છે. યથામ | વિજય નામ | રાજધાની નામ | અંતરનદી અને પર્વત વિલ્સ
સુસીમા સુવત્સ કુંડલા
તખુજલા મહાવત્સ અપરાજિતા
વૈશ્રમણ કૂટ, વત્સકાવતી પ્રભંકરા
મરજલા ૨મ્યા
અંકાવતી રમ્યક પદ્માવતી
ઉન્મત્તજલા રમણીય શુભા
માતજનકૂટ ૧૬ | મંગલાવતી રત્નસંચયા | સોમનસ ગજદંતા વક્ષસ્કાર નોટ:- અંતરનદી અને પર્વત જે જેની વિજયના સામે સૂચિત કરવામાં આવ્યા છે તે તેના વિજયની પછી પશ્ચિમમાં છે. આ ઉક્ત આખો ક્રમ પૂર્વથી પશ્ચિમ છે, સીતામુખ વનની પાસેથી સૌમનસ(ગજાંતા) વક્ષસ્કાર તરફ છે. સીતામુખ વનની પાસે નવમી વિજય છે. પછી ક્રમથી ૧૦મી આદિ વિજય છે. ૧૬મી વિજય ગજદન્તા સૌમનસની પાસે છે. (૧૦) દેવકુરુક્ષેત્ર – ઉત્તર કુરુની સમાન અને એની બરોબર સામે દક્ષિણમાં દેવકુરુક્ષેત્ર છે. ૧૬મી વિજયની પાસે સોમનસ વક્ષસ્કાર પર્વત છે. જેનું વર્ણન ગંધમાદન વક્ષસ્કારની સમાન છે. સાતકૂટ આ પ્રકારે છે (૧) સિદ્ધ (૨) સોમનસ (૩) મંગલાવતી (૪) દેવકુરુ (૫) વિમલ () કંચન (૭) વશિષ્ટ, વિમલ અને કંચન કૂટ પર સુવત્સા અને વત્સમિત્રા દેવીનો નિવાસ છે. શેષ ૪ પર સદશ
નામના દેવોનો નિવાસ છે. શેષ વર્ણન ગંધમાદન વક્ષસ્કારની સમાન છે. Jain Education International
For Private & Personal Use Only
અંજનકૂટ
૧૪
www.jainelibrary.org