________________
શતક-૮ : ઉદ્દેશક-૧ ત્રણ પ્રકારના પુદ્ગલ હોય છે– (૧) પ્રયોગ પરિણત-જીવના પ્રયત્નથી પરિણમનને પ્રાપ્ત (૨) મિશ્ર પરિણત–ભૂતકાલીન જીવનો પ્રયોગ પણ હોય અને અન્ય પરિણમન પણ હોય જેમ કે મૃત ક્લેવર આદિ (૩) વિશ્રસા પરિણમન જીવનો પ્રયોગ ન હોય પરંતુ સ્વાભાવિક પુદ્ગલ પરિણમન થાય. પ્રયોગ પરિણતઃ- (૧) જીવના જેટલા પણ ભેદ પ્રભેદ હોય છે. એટલા પ્રયોગ પરિણત પુદ્ગલ હોય છે. (૨) તે બધા ભેદોનાં પર્યાપ્ત અપર્યાપ્ત (૩) તે ભેદવાળા જીવોનાંશરીર (૪) તે જીવોની ઈન્દ્રિયો (૫) શરીરોની ઈન્દ્રિયો (૬) જીવોના ભેદોમાં વર્ણાદિ ૨૫ બોલ (૭) જીવોના શરીરોમાં વર્ણાદિ રપ બોલ (૮) જીવોની ઇન્દ્રિયોમાં વર્ણાદિ ૨૫ બોલ (૯) શરીરોની ઇન્દ્રિયોમાં વર્ણાદિ રપ બોલ. આ બધામાં પણ પ્રયોગ પરિણત પુદ્ગલ છે. મિશ્ર પરિણત - જીવ દ્વારા છોડેલા પુદ્ગલ જ્યાં સુધી પૂર્ણ વિશ્રસા પરિણામને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી મિશ્ર પરિણત છે. માટે જેટલા પ્રકાર પ્રયોગ પરિણતના છે, તેટલાજ મિશ્ર પરિણતના છે. વિશ્રસા પરિણત – જીવના પ્રયોગ વિના સ્વાભાવિક પરિણત સ્કંધ વિશ્રસા પરિણત કહેવાય છે. વર્ષાદિના ભેદથી તેનારપભેદ છે અને વિસ્તૃત ભેદ પ૩૦ છે.
પંદર યોગ અને તેના સંરભ, સમારંભ, અસરંભ, અસમારંભ અમારંભની અપેક્ષાએ પણ પ્રયોગ પરિણત અને મિશ્ર પરિણતના ભેદ થાય છે.
બે દ્રવ્ય, ત્રણ દ્રવ્ય, ચાર દ્રવ્યના પરિણામની વિવક્ષા(ચર્ચા)માં અસંયોગી દ્વિસંયોગી આદિ ભંગ બને છે. ચારથી અનંત દ્રવ્યો સુધીના સંયોગી ભંગ પણ યથાવિધિ સમજી લેવા.
સર્વથી અલ્પ પ્રયોગ પરિણત પુદ્ગલ, તેનાથી મિશ્ર પરિણત પુદ્ગલ અનંત ગુણા, તેનાથી વિશ્રસા પરિણત પુદ્ગલ અનંત ગુણા.
ઉદ્દેશક : ૨ (૧) આશીવિષબે પ્રકારના છે. (૧) જાતિઆશીવિષ અને (ર) કર્મઆશીવિષ જાતિ આશીવિષનાં ૪ પ્રકાર છે. (૧) વીંછી (૨) દેડકુ (૩) સર્પ (૪) મનુષ્ય આ વિષ તેમની દાઢ(દાંતો)માં હોય છે. કર્મ આશીવિષ – મનુષ્ય તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાયમાંલબ્ધિની અપેક્ષાએ હોય છે. આ લબ્ધિવાળા આઠમા દેવલોક સુધી જઈ શકે છે, જેથી આઠમા દેવલોક સુધીના અપર્યાપ્તમાં કર્મ આશીવિષ થઈ શકે છે. અન્ય દેવોમાં, નારકીમાં અને પંચેન્દ્રિય સિવાય ત્રસ સ્થાવર તિર્યંચમાં કર્મ આશીવિષ હોતું નથી . | ૯૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org