________________
ઉદ્દેશક : ૬ (૧) જીવ આ ભવમાં રહેતા પરભવનું આયુષ્ય નથી વેદતો. પરભવમાં જતાં માર્ગમાં પરભવનું આયુષ્ય વેદે છે. નરકમાં જનારા જીવને અહીં મહાવેદના કે અલ્પ વેદના પણ હોઈ શકે છે; માર્ગમાં પણ બન્ને હોઈ શકે છે. નરકમાં પહોંચ્યા પછી મહા અશાતા વેદના હોય છે. ક્યારેક સુખરૂપ વેદના પણ હોય છે.
દેવલોકમાં જનારા ત્યાં પહોંચ્યા પછી એકાંત સુખરૂપ વેદનાવાળા હોય છે. ક્યારેક દુઃખરૂપ વેદનાવાળા કોય છે. તિર્યચ, મનુષ્યમાં જનારાને ત્યાં પહોંચી વિમાત્રાથી સુખ-દુઃખરૂપ વેદના હોય છે. (૨) જીવોને જાણતાં આયુષ્ય કર્મનો બંધ થતો નથી.અર્થાત્ મારુંઆયુષ્યકર્મબંધાઈ ગયું અથવા બંધાઈ રહ્યું છે, એવી જાણ થતી નથી. (૩) હિંસા, અસત્ય આદિપાપોનું સેવન કરવાથી જીવદુઃખરૂપ કર્મનો બંધ કરે છે. હિંસા આદિનો ત્યાગ કરવાથી સુખરૂપ કર્મોનો બંધ થાય છે. પ્રાણીઓને દુઃખ દેવાથી, પરિતાપ પહોંચાડવાથી દુઃખ મળે છે અને તેની અનુકંપા કરવાથી, રક્ષા કરવાથી, દુઃખનદેવાથી સુખ મળે છે. (૪) છઠ્ઠો આરોઃ દુષમ-દુષમાકાલ – આ પાંચમા આરા પછી છઠ્ઠો આરો આવશે. તે કાળ મનુષ્ય પશુ પક્ષીઓના માટે દુઃખકારક–હાહાકાર શબ્દથી વ્યાપ્ત હશે. આ આરાનાં પ્રારંભમાં ધૂળસહિત ભયંકર આંધી આવશે, પછી સંવર્તક હવા ચાલશે, અરસવિરસ, અગ્નિ, વિજળીવાળો વરસાદ થશે. જીવ-જંતુ, વનસ્પતિ, મનુષ્ય, પશુ, પક્ષી, પર્વત, નગર, નદી, બધાં નષ્ટ ભ્રષ્ટ થઈ જશે. ફક્ત ગંગાસિંધુ નદી,વૈતાઢય પર્વત રહેશે. તેવૈતાઢય પર્વતમાંગુફારૂપમાં ૭રબિલ બંન્નેનદીઓનાં કિનારે છે. તેમાં કેટલાક મનુષ્ય તિર્યંચ રહેશે.
બન્ને નદીઓનો જલ પ્રદેશ રથના પૈડા જેટલો હશે અને રથની ધરી પ્રમાણ પાણી ઊંડુ હશે. જેમાં બહુ મચ્છ-કચ્છ હશે. તે સમયે મનુષ્ય દીન-હીન કાળાને કુરૂપ હશે. ઉત્કૃષ્ટ એક હાથનું શરીર પ્રમાણ હશે. અને વધારેમાં વધારે ૨૦વર્ષની ઉમર હશે. તે સમયે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંધયણ, iઠાણ બધાં અશુભહશે.
તે મનુષ્ય બહુ રોગી, ક્રોધી, માની, માયાવી, લોભી હશે. સવારે ને સાંજે બિલમાંથી બહાર નીકળશે અને મચ્છ-કચ્છને પકડીને જમીનમાં દાટી દેશે. સવારે દાટેલાને(સૂર્યનાં તાપથી ગરમ થયેલરેતીમાંથી) સાંજના કાઢીને ખાશે અને સાંજના દાટેલાને સવારના કાઢીને ખાશે. સૂર્ય બહુ તપશે અને ચન્દ્રમાં અત્યંત શીતલ હશે. જેનાથી દાટેલા મચ્છ-કચ્છ આદિ પાકી જશે. તે સમયે અગ્નિ નહીં હોય.
વ્રત પચ્ચખાણ રહિત તે મનુષ્ય માંસાહારી સંકિલષ્ટ પરિણામી હશે અને મરીને પ્રાયઃ નરક તિર્યંચ ગતિમાં જશે. આ આરો ર૧ હજાર વર્ષનો હશે.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org