________________
ક્ષીણ હોતા નથી ત્યાં સુધી સાંપરાયિકી ક્રિયા લાગે છે. અકષાયી થયા પછી જ ઐર્યાપથિકી ક્રિયા લાગે છે. (૫) શ્રાવકને હિંસાનો ત્યાગ સંકલ્પ સાથેનો જ હોય છે. જેથી સંકલ્પ વિના પૃથ્વી ખોદતાં વનસ્પતિ અથવા ત્રસની હિંસા થઈ જાય તો તેનો વનસ્પતિ અથવા ત્રસની હિંસા સંબંધી ત્યાગ ભંગ હોતો નથી. (૮) શ્રમણ નિર્ઝન્થને દાન દેવાથી તેમના સંયમમાં સમાધિ થાય છે અને સમાધિ– કારકને પણ તે સમાધિની પ્રાપ્તિ થાય છે. તેઓ પોતાના જીવનના આધારરૂપ પદાર્થનો ત્યાગ કરે છે, દુષ્કર કાર્ય કરે છે અને દુર્લભ લાભ પ્રાપ્ત કરે છે. અંતમાં બોધિ પ્રાપ્ત કરી મુક્ત થઈ જાય છે. (૭) કર્મરહિત જીવની પણ ગતિ થાય છે–(૧)નિસંગતાથી, (૨)બંધન છેદનથી, (૩) નિરંધણથી, (૪) પૂર્વપ્રયોગથી. એના દષ્ટાંત– (૧) સલેપ તુંબા અને પાણી સંયોગ, (૨) અનેક પ્રકારની કળીઓ, (૩) ધુમાડાની ગતિ, (૪) ધનુષથી છૂટેલબાણ. (૮) સકર્મક જીવ જ કર્મોનો સ્પર્શ, ગ્રહણ, ઉદીરણા, ઉદયનિર્જરા કરે છે. અકર્મક જીવને આ કાંઈ પણ હોતું નથી. (૯) ઉપયોગ વિના ગમનાગમન, ગ્રહણ-નિક્ષેપ આદિ ક્રિયા કરનારા શ્રમણ સાંપરાયિક ક્રિયાથી સ્પષ્ટ હોય છે. કેમકે તેને કષાયનો અભાવ નથી અને તે જિનાજ્ઞાનુસાર પણ કરતા નથી. (૧૦) એષણીય આહાર પ્રાપ્ત કરી તેમાં જે અણગારઆસક્તિ ભાવ રાખીને ખાય છે, તો તે “અંગાર” દોષ છે; તે આહારની હલના નિંદા કરે અથવા મહાન અપ્રીતિ કરે, ક્રોધથી ક્લત થાય તો ધૂમ' દોષ છે; સ્વાદવૃદ્ધિના ઉદ્દેશથી કોઈપણ પદાર્થનું મિશ્રણ કરે તો “સંયોજના' દોષ છે, એવું ન કરે તો નિર્દોષ આહાર કહેવાય છે. (૧૧) પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલ આહારાદિ ચોથા પ્રહરમાં કરવા કાલાતિક્રાંત દોષછે.બેગાઉ(કોશ) ઉપરાંત લઈ જઈને આહારાદિકરવા માગંતિક્રાંત દોષછે. રાત્રિમાં ગ્રહણ કરીને દિવસના આહાર કરે અથવા દિવસના ગ્રહણ કરી રાત્રિએ આહાર કરે તોક્ષેત્રાતિકાંત દોષ છે. મર્યાદાથી અધિકઆહાર કરે તો પ્રમાણાતિક્રાંત દોષ છે. (૧ર) સાવધ પ્રવૃત્તિઓનો પૂર્ણ ત્યાગી, સંસ્કાર શૃંગારથી રહિત, શ્રમણ નિર્ગસ્થ અચિત અને ત્રસ જીવ રહિત, ૪૨ દોષ રહિત આહાર કરે, પોતે આરંભ કરે-કરાવે નહિ, સંકલ્પ કરે નહિ, નિમંત્રિત, ખરીદેલ, ઉદિષ્ટ આહાર ગ્રહણ ન કરે, નવકોટિ શુદ્ધ આહાર સંયમ યાત્રાના નિર્વાહના માટે કરે, સુડ-સુડ, ચવચવ એટલે ખાવા-પીવાની કોઈ અવાજ ન કરતાં, નીચે ન વેરતાં, અલ્પમાત્રામાં પણ સ્વાદન લેતા આહાર કરે, માંડલાના પાંચ દોષ ન લગાડે, જલ્દી-જલ્દી અથવા અત્યંત ધીરે-ધીરે આહાર ન કરે, વિવેકયુક્ત સમપરિણામોથી આહાર કરે તો તે શસ્ત્રાતીત એટલે નિર્વધ આહાર કર્યો કહેવાય છે.
૮૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org