________________
જ્યોતિષી દેવા હોતા નથી, કિનારા પર હોઈ શકે છે. તેમની કાંઈક પ્રભા એમાં જઈ શકે છે. પરંતુ તે નિપ્રભ થઈ જાય છે. એમા બાદર પૃથ્વીકાય અને અગ્નિકાયહોતી નથી. માટે દેવકૃત વિજળી અચેત હોય છે. અષ્કાય, વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાયના જીવ એમાં હોઈ શકે છે.
સંસારનાં તમામ જીવતમસ્કાયમાં ઉત્પન્ન થઈ ચૂક્યા છે. તમસ્કાય ના ગુણ નિષ્પન્ન ૧૩નામ છે.યથા– (૧)તમ (૨)તમસ્કાય (૩) અંધકાર (૪) મહાઅંધકાર (૫) લોકઅંધકાર (૬) લોક તમિશ્ર (૭) દેવઅંધકાર (૮) દેવ તમિશ્ર (૯) દેવ અરણ્ય (૧૦) દેવબૃહ (૧૧) દેવ પરિઘ (૧૨) દેવ પ્રતિક્ષોભ (૧૩) અષ્ણોદક સમુદ્ર. કૃષ્ણ રાજીઃ- પાંચમાં દેવલોકનાં રિષ્ટ પ્રતરમાં આઠ કૃષ્ણ રાજીઓ છે. તે નક્કર પૃથ્વી શિલામય છે. ચારે દિશાઓમાં ચાર કૃષ્ણ રાજીઓ છે. તે ચારેયની બહાર ચાર દિશાઓમાં ઘેરેલ ચાર કૃષ્ણ રાજીઓ બીજી છે. અર્થાત્ એક-એક દિશામાં બે-બે(એક પછી એક) છે. અંદર ચારે સમચતુષ્કોણ આયત છે. બહારની બે ઉત્તરદક્ષિણમાં ત્રિકોણ છે અને પૂર્વ પશ્ચિમમાં ષટ્કોણ છે.
આ આઠેકૃષ્ણ રાજીઓ સંખ્યાતાયોજનની પહોળી અને અસંખ્યયોજનની લાંબી રેખા' જેવી આકારવાળી છે. એકદિશાની આત્યંતર કૃષ્ણરાજી આગળની દિશાની બાહા કૃષ્ણરાજીને સ્પર્શ કરે છે. અર્થાત્ દક્ષિણની આત્યંતર કૃષ્ણરાજી પશ્ચિમની બાહને; પશ્ચિમની આત્યંતર, ઉત્તરની બાાને; ઉત્તરની આત્યંતર, પૂર્વની બાહ્યને અને પૂર્વની આત્યંતર, દક્ષિણની બાહ્ય કૃષ્ણરાજીને સ્પર્શ કરે છે. આ આઠેયના ઘેરાની મધ્યનું ક્ષેત્ર આ કૃષ્ણરાજીઓનું ગણવામાં આવે છે. તે વચ્ચેના ક્ષેત્રની અપેક્ષાએ દેવકૃત વાદળા, ગર્જના અને વિજળી આદિનું કથન કરવામાં આવેલ છે.
આ કૃષ્ણરાજીઓ પૃથ્વીકાયનાં કાળા પુદ્ગલમય છે. માટે આઠે ઘોર કાળા વર્ણની છે. તેની વચ્ચેનું ક્ષેત્ર કૃષ્ણ આભાવાળું ડરામણું હોય છે. એમાં પણ બધા જીવ ઉત્પન્ન થઈ ચૂક્યા છે; સૂક્ષ્મ પાંચ સ્થાવરપણે અને બાદર પૃથ્વીપણે ઉત્પન્ન થયા છે. આઠેનાં વચ્ચેનાં મેદાન રૂપ ક્ષેત્રની અપેક્ષાએ વાયુપણે ઉત્પન્ન થયા છે. લોકાંતિક :– આઠ કૃષ્ણ રાજીઓના કિનારે લંબાઈના મધ્યમાં આઠ લોકાંતિક દેવોના વિમાન છે. આઠેના ઘેરાની વચ્ચે જે મેદાન છે તેની મધ્યમાં એક વિમાન છે. એમ લોકાંતિક દેવોના કુલ૯વિમાન છે– (૧) અર્પી (ર) અર્ચિમાલી (૩) વૈરોચન (૪) પ્રશંકર (૫) ચન્દ્રાભ (6) સૂર્યાભ (૭) શુક્રાભ (૮) સુપ્રતિષ્ઠાભ (૯) રિષભ.
પહેલું વિમાન ઇશાનખૂણામાં, બીજુ પૂર્વમાં એમ ક્રમશઃ આઠ દિશાઓમાં આઠ વિમાન છે. એમાં ક્રમશઃ આઠ લોકાંતિક દેવ છે. -(૧)ઈશાન ખુણાવાળા અચિવિમાનમાં (૧) સારસ્વતદેવછે અને પછી ક્રમશઃ(૨) આદિત્ય(૩) વહ્નિ (૪) વરુણ (૫) ગર્દતોય (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) મરુત (આગ્રેય) અને વચ્ચે
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org