________________
ભગવાનને સર્વજ્ઞ સર્વદર્શી તીર્થકર રૂપે ઓળખીને સ્વીકાર કર્યો. વંદન- નમસ્કાર કરી ક્ષમા માંગીને શિષ્યત્વ સ્વીકાર્યું. ચતુર્યામ ધર્મથી પંચ મહાવ્રત ધર્મ અંગીકાર કર્યો અને ચોવીસમા ભગવાનનાં શાસનમાં વિચરવા લાગ્યા. તેમાંથી કેટલાક
સ્થવિર શ્રમણો તે જ ભવમાં મોક્ષગામી થયા અને કેટલાક દેવલોકમાં ગયા. (૬) લોક નીચે વિસ્તૃત, વચ્ચમાં સાંકળો ઉપર વિશાળ છે. નીચે પત્યેક સંસ્થાન, મધ્યમાં ઉત્તમ વજાકાર અને ઉપર મૃદંગના આકારે છે. (૭) દેવલોક ચાર પ્રકારના છે અને તેના રપ ભેદ છે– (૧) ભવનપતિ–૧૦, (ર) વ્યંતર-૮, (૩) જ્યોતિષી-પાંચ, (૪) વૈમાનિક-બે ભેદ છે. (કલ્પપપન, કલ્પાતીત)
ઉદ્દેશક : ૧૦ પ્રથમ ઉદ્દેશકના સૂર્ય સંબંધી વર્ણનની જેમ અહીં ચન્દ્ર સંબંધી વર્ણન છે, જે યથાયોગ્ય સમજી લેવાનું.
છે શતક પ/૧૦ સંપૂર્ણ છે
શતક-૬ : ઉદ્દેશક-૧ (૧) જ્યારે કષ્ટ ઉપસર્ગ આદિથી મહાવેદના થાય છે, તો નિર્જરા પણ મહાન થાય છે. મહાવેદના અથવા અલ્પવેદનામાં શ્રેષ્ઠ તે જ છે, જ્યાં પ્રશસ્ત નિર્જરા થતી હોય. નારકીમાંમહાવેદનાઅનુસારનિર્જરા થાય છે, પરસ્તુતેશ્રમણનિર્ગસ્થનીનિર્જરાથી અલ્પ જ થાય છે. કેમ કે નારકીના કર્મ ગાઢ અને ચીકણા હોય છે. જ્યારે શ્રમણ નિર્ઝન્યના કર્મ શિથિલ હોય છે.
એરણ પર જોર-જોરથી ઘા મારતા તેમાથી પુદ્ગલ ઓછા નીકળે છે. તે જ રીતે નારકીની કર્મનિર્જરા છે.
અગ્નિમાં ઘાસ અને અગ્નિથી તપ્ત તવા પર પાણીનું ટીપું પડી જવા પર જલ્દીથી નાશ પામે છે. તે જ પ્રકારે શ્રમણ નિર્ગસ્થનાં કર્મો તપ અને ઉપસર્ગ આદિના સહન કરવાથી જલ્દી નાશ પામે છે. (૨) મન, વચન, કાયા અને કર્મઆ ચાર કરણ છે. આ ચારે અશુભ કરણોથી નારકી જીવ અશાતા વેદના વેદે છે. દેવ શુભ કરણોથી શાતા વેદના વેદે છે અને તિર્યંચ, મનુષ્ય શુભ,અશુભ કરણોથી બન્ને વેદના વેદે છે.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org