________________
ઉદ્દેશક : ૯-૧૦
(૧) પ્રજ્ઞાપના સૂત્રનું સતરમું લેશ્યાપદ છે. તેના ત્રીજા અને ચોથા ઉદ્દેશકનું વર્ણન અહીં જાણવું.
|| શતક ૪/૧૦ સંપૂર્ણ ॥ શતક-૫ ઃ ઉદ્દેશક-૧
૧. જંબુદ્રીપમાં સૂર્ય ઈશાન ખુણામાં ઉદય થઈને અગ્નિખુણામાં અસ્ત થાય છે. ૨. અગ્નિખુણામાં ઉદય થઈને નૈઋત્યખુણામાં અસ્ત થાય છે. ૩. નૈઋત્યખુણામાં ઉદય થઈને વાયવ્યખુણામાં અસ્ત થાય છે. ૪. વાયવ્યખુણામાં ઉદય થઈને ઈશાનખુણામાં અસ્ત થાય છે. જયાં સૂર્ય પહેલાનાં ક્ષેત્રની અપેક્ષાએ અસ્ત થાય છે, ત્યાં આગળનાં ક્ષેત્રની અપેક્ષાએ ઉદય થાય છે. ચારે ય ખુણામાં કુલ મળીને એક સૂર્ય પહેલાનાં ક્ષેત્રોની અપેક્ષાએ ચાર વાર અસ્ત થાય છે અને આગળના ક્ષેત્રોની અપેક્ષાએ તે ચારે ખુણામાં કુલ મળીને ચાર વાર ઉદય થાય છે. આ પહેલાં પછીનાં ક્ષેત્રોની અપેક્ષાએ ઉદય અસ્ત કહેવાય છે. પરંતુ હકીકતમાં સૂર્ય તો હમેશાં ઉદય પામેલો જ હોય છે.
(૨) જ્યારે જંબુદ્રીપનાં પૂર્વ-પશ્ચિમ ભાગમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તર-દક્ષિણ ભાગમાં રાત્રિ હોય છે અને જ્યારે ઉત્તર-દક્ષિણ દિશામાં દિવસ હોય છે ત્યારે પૂર્વ-પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે. જ્યારે એક ભાગમાં અઢાર મુહૂર્તનો દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. ત્યારે અન્ય ભાગોમાં રાત્રિ દિવસ એટલા જ હોય છે. રાત્રિ અને દિવસનાં પરિમાણનો યોગ ૩૦ મુહૂર્ત હોય છે. જ્યારે-જ્યારે અઢાર મુહૂર્ત દિવસનો સમય ઘટે છે, ત્યારે ત્યારે ૧૨ મુહૂર્ત રાત્રિના સમયમાં વૃદ્ધિ થાય છે. અર્થાત્ જ્યારે ૧૭ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૩ મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે ૧૬ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૪ મુહૂર્તની રાત્રિ હોય છે. અંતમાં જ્યારે ૧૨ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે. ઉત્તર-દક્ષિણ વિભાગમાં દિવસ અથવા રાત સાથે-સાથે હોય છેઅને પૂર્વ-પશ્ચિમવિભાગમાંદિવસ-રાત સાથે હોય છે. બેવિભાગોમાં દિવસ અને બેવિભાગોમાં રાત્રિ એવો ક્રમ ચાલતો રહે છે.
એક સૂર્ય દ્વારા એક મંડલનું ભ્રમણ પૂર્ણ કરવામાં ચારે વિભાગોમાં એક-એક વાર સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે.
(૩) પૂર્વ-પશ્ચિમ વિભાગમાં જ્યારે વર્ષનો પ્રારંભ(પ્રથમ સમય) થાય છે. તેના અનંતર સમયમાં ઉત્તર-દક્ષિણ વિભાગમાં વર્ષનો પ્રારંભ(પ્રથમ સમય) થાય છે. પૂર્વ-પશ્ચિમમાં સાથે જ થાય છે. અર્થાત્ પૂર્વ-પશ્ચિમ વિભાગનાં અંતિમ કિનારે
ભગવતી
| સૂત્રઃ શતક-૪/૫
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org