________________
અસુરકુમારના લોકપાલ– સોમ, યમ, વરુણ, વૈશ્રમણ. નાગકુમારના— કાલપાલ, કોલપાલ, શૈલપાલ, શંખપાલ. સુવર્ણકુમારના– ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ. વિદ્યુતકુમારના– પ્રભ, સુપ્રભ, પ્રભકાંત, સુપ્રભકાંત. અગ્નિકુમારના– તેજસ, તેજસિંહ, તેજકાંત, તેજપ્રભ. દ્વીપકુમારના– રૂપ, રૂપાંશ, રૂપકાંત, અને રૂપપ્રભ. ઉદધિકુમારના– જલ, જલરુ, જલકાય, જલપ્રભ. દિશાકુમારના– ત્વરિત ગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિ, સિંહવિક્રમગતિ. પવનકુમારના— કાલ, મહાકાલ, અંજન, અરિષ્ટ. સ્તનિતકુમારનાં – આવર્ત, વ્યાવર્ત નંદિકાવર્ત, મહાનંદિકાવર્ત. પિશાચ ભૂત આદિ વ્યંતર દેવોના ઉત્તર અને દક્ષિણવર્તી બે-બે ઈન્દ્ર જ અધિપતિ દેવ હોય છે. જ્યોતિષીમાં બધા દ્વીપ સમુદ્રોના જ્યોતિષિઓના ચન્દ્ર અને સૂર્ય આ બે-બે અધિપતિ દેવ હોય છે. દરેક ચન્દ્ર સૂર્યના પોતાના પરિવાર સ્વતંત્ર હોય છે. વ્યંતર જ્યોતિષીમાં લોકપાલ હોતા નથી.
ઉદ્દેશક : ૯-૧૦
(૧) જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના ત્રીજા જ્યોતિષી ઉદ્દેશકનું પૂરું વર્ણન અહીં જાણવું.
(૨) બધા ઇન્દ્રોની બાહ્યઆપ્યંતર પરિષદનું વર્ણન પણ જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિ અનુસાર અહીં પણ જાણવું.
|| શતક ૩/૧૦ સંપૂર્ણ ॥
શતક ૪: ઉદ્દેશક - ૧ થી ૮
શક્રેન્દ્રની જેમ ઈશાનેન્દ્રના ચાર લોકપાલ છે. તેના ત્રીજા ચોથા લોકપાલના ક્રમમાં ફેરફાર છે. આ લોકપાલોનાં વિમાન ઈશાનાવતંસક વિમાનથી અસંખ્ય યોજન દૂર ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં છે. વિમાન, રાજધાની, આધીન દેવ, કાર્યક્ષેત્ર, પુત્ર સ્થાનીય દેવ આદિ વર્ણન શક્રેન્દ્રના વર્ણન સમાન છે. શક્રેન્દ્રનું વર્ણન મેરુની દક્ષિણ દિશાની અપેક્ષા રાખે છે. ઈશાનેન્દ્રનું વર્ણન મેરુની ઉત્તર દિશાવર્તી બધા વિષયોની અપેક્ષા રાખે છે; આ વિશેષતા સમજવી અર્થાત્ ઉત્તર દક્ષિણ ક્ષેત્રના ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી બધા જ દેવ બરાબર બે ભાગમાં વિભાજિત છે. અહીં ચાર ઉદ્દેશકમાં ચાર લોકપાલનું વર્ણન છે અને ચાર ઉદ્દેશકમાં તેમની રાજધાનીનું વર્ણન છે.
GO
Jain Education International
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org