SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક : ૩ (૧) ક્રિયા પહેલા હોય છે. તનિમિત્તક(તે નિમિત્તની) વેદના પછી હોય છે. (૨) શ્રમણ નિર્ઝન્યોને પણ પ્રમાદ અને યોગ નિમિત્તક ક્રિયાઓ હોય છે. (૩) જીવ જ્યાં સુધી હરે ફરે છે, સ્પંદન આદિ ક્રિયા કરે છે, અન્યાન્ય ભાવોમાં પરિણમન કરે છે, ત્યાં સુધી મુક્ત થતો નથી. કેમ કે તે ક્રિયાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી આશ્રવ છે, બંધ છે. જ્યારે સમાપ્ત થઈ જાય, ત્યારે અક્રિય બનેલતે જીવ મુક્ત થઈ શકે છે. અગ્નિથી બળતાં ઘાસની જેમ અને ગરમ તવા પર નાશ થયેલા પાણીના ટીપાની જેમ તેના સંચિત કર્મનાશ થઈ જાય છે. જે પ્રકારે કાણાંવાળી નાવ પાણીમાં ડૂબેલી રહે છે. તે છિદ્રોને બંધ કરી દેવામાં આવે તો અને પાણી નાવમાંથી બહાર કાઢી નાખવામાં આવે તેમ-તેમ નાવ ઉપર આવે છે અને સંપૂર્ણ પાણી નીકળી જતાં નાવ પાણીથી પૂર્ણ ઉપર આવી જાય છે. તેવી જ રીતે ક્રિયા અને કર્મથી રહિત બનેલજીવ પણ ઉર્ધ્વસિદ્ધઅવસ્થામાં પહોંચી જાય છે. સમિતિ ગુપ્તિવાળા શ્રમણ ઉપયોગપૂર્વક સંયમજીવનની આરાધના કરતાં ક્રમશઃ અક્રિય બની જાય છે. (૪) આ ઉદ્દેશકમાં મંડિત પુત્ર અણગાર(ગણધર)ના પ્રશ્નોનો સંગ્રહ છે. (૫) પ્રમત્ત સંયત એકજીવનો કાલ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ દેશોનકોડ પૂર્વહોય છે. અનેક જીવોની અપેક્ષાએ તે જીવ સદાકાલ શાશ્વત છે. અપ્રમત્ત સયત એક જીવનો કાલ જઘન્ય અંતર્મુહૂર્તઉત્કૃષ્ટદેશોન ક્રોડપૂર્વ અનેક જીવની અપેક્ષાએ આઠ ગુણસ્થાનો(૭ થી ૧૪) ની અપેક્ષાએ અને તેમાં ગુણસ્થાનની મુખ્યતાએ શાશ્વત છે. સંયમ પ્રાપ્તિના પ્રારંભમાં અપ્રમત્ત સંયમ જ પ્રાપ્ત હોય છે. તેથી તેનો જઘન્ય કાળ પણ એક સમય ન થતાં અંતર્મુહૂર્ત જ હોય છે. (૬) લવણસમુદ્રના પાણીના ઘટવા-વધવાસંબંધી વર્ણનજીવાભિગમસૂત્ર (સારાંશ ખંડ-૬) માં છે. ઉદ્દેશકઃ ૪-૫ (૧) ભાવિતાત્મા અણગારઃ- દેવ દ્વારા કરેલ બે અથવા બે થી અધિક રૂપને અથવા વૃક્ષના બીજ ફળ આદિબે પદાર્થમાંથી એકને અથવા બીજા ને જોઈ શકે છે અથવાબન્નેને પણ જોઈશકે, આરીતે ચાર ભાંગાબની જાય છે. તેઓના અવધિજ્ઞાન, મતિજ્ઞાન, આદિની વિચિત્રતાથી આ પ્રકારે સંભવ હોય છે. (૨) વાયુકાય:- કેવલ એકતરફની પતાકાનુંરૂપ જવૈક્રિયથી બની શકે છે. અન્ય રૂપ બનાવતા નથી અનેક યોજનો સુધી જઈ શકે છે. તે પોતાની ઋદ્ધિથી જાય છે. પs મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy