________________
દેવ-દેવી તેની પાસે પહોંચી પોતાના સ્વામી ઇન્દ્ર બનવા માટે નિયાણું કરવાનું નિવેદન કરવા લાગ્યા. તામલી તાપસે તેના નિવેદન(આગ્રહ) પર કોઈ ધ્યાન ન આપ્યું. તેઓ પોતાના સંથારા(વ્રત)માં લીન રહૃા. તે દેવ-દેવીઓ ચાલ્યા ગયા.
આયુષ્ય સમાપ્ત થવાથી 50 હજાર વર્ષની પ્રાણામાં પ્રવ્રજ્યા પૂર્ણ કરી બે મહિનાનો સંથારો પૂર્ણ કરી, તે તામલી તાપસ ઈશાનેન્દ્રદેવ બન્યા છે.
બલીચંચા રાજધાનીના દેવોને જ્યારે આ ખબર પડી ત્યારે તેઓ અત્યંત ગુસ્સે થઈ અને ત્યાં મર્યલોકમાં આવીને તેના મૃત શરીરને દોરડાથી બાંધી કરીને મુખમાં ઘૂંકી કરી નગરમાં ફેરવી અને મહા અપમાન કરીને, નિંદા કરી.
આ ઘટનાની પોતાનાદેવો દ્વારા ઈશાનેન્દ્રને જાણ થઈ. પ્રચંડ ક્રોધમાંબલીચંચા રાજધાનીને તેજલેશ્યાથી પ્રભાવિત કરી. તેથી તે રાજધાની બળવા લાગી ત્યાંના દેવ-દેવી ગભરાઈભાગ-દોડ કરતાં પરેશાન થઈ ગયા. અંતે તેઓએ ત્યાંરહી હાથ જોડી ઉપર મુખ કરી અનુનય વિનય કરતાં ઈશાનેન્દ્રની ક્ષમા માંગી. ઈશાનેન્દ્ર પોતાની વેશ્યા ખેંચી લીધી. ત્યારથી તે અસુરકુમારદેવ-દેવીઓ ઈશાનેન્દ્રનો આદર સત્કાર અને આજ્ઞા-પાલન કરવા લાગ્યા, દ્વેષ ભાવનો ત્યાગ કર્યો.
ઈશાનેન્દ્ર સાધિક બે સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરીને મહાવિદેહક્ષેત્રથી મુક્તિ પ્રાપ્ત કરશે. (૮) શક્રેન્દ્રનાવિમાનોથી ઈશાનેન્દ્રનાવિમાનકાંઈક ઊંચાઈ પર છે. અર્થાતુબન્નેની સમતલ ભૂમિ એક હોવા છતાં પણ તેમના ભૂમિક્ષેત્ર કાંઈક ઊંચા છે. જેમ સીધી હથેળીમાં પણ ઊંચી અને સમાન બને અવસ્થા દેખાય છે. (૯) શક્રેન્દ્ર ઈશાનેન્દ્ર આપસ-આપસમાં નાના-મોટા મિત્રની જેમ શિષ્ટાચારમાં રહે છે. શકેન્દ્ર નાના અને ઈશાનેન્દ્ર મોટા. તેઓ સામાસામાં મળી શકે છે, એક બીજાને જોઈ પણ શકે છે, વાર્તાલાપ પણ કરે છે. કોઈ પ્રયોજનને કારણે એક-બીજા પાસે જઈને સંબોધનપૂર્વક વાતચીત પણ કરે છે.
‘દક્ષિણાર્ધલોકાધિપતિ શક્રેન્દ્રદેવેન્દ્રદેવરાજ!” “ઉત્તરલોકાધિપતિ ઈશાનેન્દ્ર દેવેન્દ્રદેવરાજ!' આ તેમના સંબોધન નામ હોય છે.
બન્નેનો પરસ્પરમાં ક્યારેક વિવાદ પણ થઈ જાય છે. ત્યારે શકે ત્રીજા દેવલોકના ઇન્દ્ર સનસ્કુમારેન્દ્રને યાદ કરે, મનથી જ બોલાવે, ત્યારે શીઘ્રતાથી તે
આવે છે અને તે જે કોઈ પણ નિર્ણય આપે છે તેને બને સ્વીકાર કરી લે છે. (૧૦) સનસ્કુમાર દેવેન્દ્ર ભવી, સમ્યગુદષ્ટિ પરિત્ત સંસારી, સુલભબોધિ, એક ભવાવતારી છે. મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને સંયમ તપ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરશે.
હાલ સનસ્કુમારેન્દ્રની સ્થિતિ સાત સાગરોપમની છે. તે સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકાઓના પરમભક્ત, પરમહિતૈષી છે.
પર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org