________________
અગ્રમહિષી –ચમરેન્દ્રની–૫,બેલીન્દ્રની-૫, નવનિકાયની–-,શકેન્દ્રની-૮, ઈશાનેન્દ્રની–૮. આત્મરક્ષક – સામાનિકથી ચારગણા આત્મરક્ષક હોય છે. (૨) અગ્રમહિષીઓને પણ ૧000 સામાનિકદેવીઓ હોય છે. મહત્તરિકાદેવીઓ અને પરિષદા પણ હોય છે. (૩)ભગવાન દ્વારા પ્રાપ્ત ઉપરોક્ત વિષયના ઉત્તરને બીજાગણધર અગ્નિ-ભૂતિથી સાંભળી ત્રીજા ગણધર વાયુભૂતિને શ્રદ્ધા નહીં થવાથી તેઓ ભગવાનને ફરીથી પૂછીને પછી શ્રદ્ધા કરે છે અને બીજા ગણધરના કથનને સ્વીકાર ન કરવા રૂપ આશાતનાની ક્ષમાયાચના કરે છે. (૪) વ્યંતર અને જ્યોતિષી દેવોમાં લોકપાલ અને ત્રાયટિંશક હોતા નથી. તેમના ચાર હજાર સામાનિક દેવ હોય છે. ચાર-ચાર અગ્રમહિષી હોય છે. (૫) ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય તિષ્યક અણગાર શક્રેન્દ્રના સામાનિક દેવ બન્યા. તેની ચાર અગ્રમહિષી, ૪ હજાર સામાનિક દેવ છે. વૈક્રિય શક્તિ ઇન્દ્રના સમાન છે. તિષ્યક અણગારે છઠના પારણે છઠ કરતાં ૮ વર્ષ સંયમ પર્યાયનું પાલન કર્યું. એક માસ સુધી તેનો સંથારો ચાલ્યો. (૬) ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય ગુરુદત્ત પુત્ર અણગાર ઈશાનેન્દ્રના સામાનિક દેવ બન્યા. છ મહિનાની સંયમ પર્યાયમાં અટ્ટમના પારણે અદમની તપસ્યા અને પારણામાં આયંબિલ કર્યો. પંદર દિવસના સંથારામાં કાલ કરી આરાધક થયા. (૭) ઈશાનેન્દ્રનું વર્ણન :- એકવાર રાજગૃહી નગરીમાં ઈશાનેન્દ્ર ભગવાનના દર્શન કરવા આવ્યા અને સૂર્યાભદેવની જેમ પોતાની ઋદ્ધિ અને નાટ્યવિધિ બતાવી ચાલ્યા ગયા. ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેના પૂર્વજન્મનું વર્ણન આ પ્રકારે કર્યું
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં તાપ્રલિપ્તિ નામની નગરીમાં તામલી નામનો મોર્યપુત્ર ગાથાપતિ રહેતા હતા. એકવાર તેને વિચાર આવ્યો કે પૂર્વના પૂણ્યોદયથી બધા સારા સંયોગ પ્રાપ્ત થયા છે. હાલ મારામાં શક્તિ છે ત્યાં સુધી ધર્માચારણ કરી લેવું જોઈએ. તે પ્રમાણે તેણે સ્વજન સંબંધીઓને ભોજન કરાવીને મોટા પુત્રને કુટુંબ ભાર સુપ્રત કરી પ્રાણામા નામની તાપસી પ્રવ્રજ્યા અંગીકાર કરી. છઠના પારણે છઠ તપ કરવાનો અભિગ્રહ કર્યો. પારણામાં પ્રાપ્ત થયેલ ભોજનને તે એકવીસ વખત ધોઈને આહાર કરતા હતા. આતાપના લેતા અને રાજા, રંક, પશુ, પક્ષી, દેવ, માનવ જે કોઈ દેખાય તેને પ્રણામ કરતા. અંતમાં શરીર કૃશ-શુષ્ક થઈ જતાં પાદપોપગમન સંથારો કર્યો.
બલીચંચારાજધાનીમાં તે સમયે ઇન્દ્રનો વિરહ(અભાવ) હતો. તેથી ત્યાંના
ભગવતી સૂત્રઃ શતક-૩
|
| પ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org