________________
અજીવ આદિ છ દ્રવ્ય રહે છે. અલોકાકાશમાં આ કાંઈ પણ હોતું નથી. કેવલ અગુરુ લઘુ ગુણ સંયુક્ત આકાશ જ હોય છે.
(૫) નીચા લોકમાં ધર્માસ્તિકાય આદિ લોકના અર્ધા ભાગથી અધિક છે. ઊંચા લોકમાં આ અર્ધા ભાગથી ઓછા છે. તિર્ધ્વલોકમાં અસંખ્યાતમો ભાગ માત્ર છે. નરકપૃથ્વી, દ્વીપ, સમુદ્ર, દેવલોક, ધનોદધિ આદિમાં ધર્માસ્તિકાય આદિ અસંખ્યાતમો ભાગ માત્ર છે. સાત નરકના પ્રત્યેક આકાશાંતરમાં સંખ્યાતમો ભાગ છે.
|| શતક ર/૧૦ સંપૂર્ણ ॥ શતક-૩ : ઉદ્દેશક-૧
(૧) દેવોની વૈક્રિય શક્તિઃ– ચમરેન્દ્રવૈક્રિય દ્વારા જંબુદ્રીપ જેટલા ક્ષેત્રને કુમાર કુમારિકાઓથી ઠસોઠસ ભરી શકે છે અને સામર્થ્યની અપેક્ષાએ અસંખ્ય દ્વીપ ભરવાનીક્ષમતા હોય છે. પરંતુ તેવું કરવામાં આવતું નથી. આ પ્રકારે બધાભવનપતિ વ્યંતર જ્યોતિષીના ઇન્દ્રોની વૈક્રિય શક્તિ છે. વિશેષતા એ છે કે પલ્યોપમની સ્થિતિવાળાને સંખ્યાતા દ્વીપ સમુદ્ર ભરવાની ક્ષમતા હોય છે અને સાગરોપમની સ્થિતિવાળાઓને અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ભરવાની ક્ષમતા હોય છે. બલીન્દ્ર માટે સાધિક જંબુદ્રીપ કહેવા.
વૈમાનિકમાં પહેલા દેવલોકમાં ઇન્દ્રના બે જંબુદ્વીપ, બીજાદેવલોકમાં સાધિક બેજંબુદ્વીપ, ત્રીજાદેવલોકમાં ચાર જંબૂઢીપ, ચોથા દેવલોકમાં સાધિકચારજંબૂદીપ, પાંચમામાં આઠ જંબુદ્રીપ, છઠ્ઠામાં સાધિક આઠ, સાતમામાં ૧૬ જંબુદ્રીપ અને આઠમામાં સાધિક સોળ જંબુદ્રીપ, નવમા-દસમા દેવલોકમાં ઇન્દ્રના ૩૨ જંબુદ્રીપ અનેઅગિયારમા અનેબારમાં દેવલોકમાં ઇન્દ્રના સાધિક ૩ર જંબુદ્રીપ ભરી શકવાનું કહેવું જોઈએ.
સામાનિક અને ત્રાયવિંશક દેવોની વૈક્રિય શક્તિ ઇન્દ્રના સમાન જ જાણવી અગ્રમહિષી અને લોકપાલનું સામર્થ્ય સંખ્યાતા દ્વીપ સમુદ્રનું જ કહેવું ભરવાની શક્તિ બે જંબુદ્રીપ પ્રમાણ સમજવી.
લોકપાલ બધાં ઇન્દ્રોના ચાર ચાર જ હોય છે. ત્રાયત્રિંસક બધાં ઇન્દ્રોનાં તેત્રીસ તેત્રીસ જ હોય છે.
ઃ–
સામાનિક દેવ :– ચમરેન્દ્રના–૬૪૦૦૦, બલીન્દ્રના–૬૦૦૦૦, નવનિ– કાયોના–૬૦૦૦, શકેન્દ્રના−૮૪૦૦૦, ઈશાનેન્દ્રના–૮૦૦૦૦, ત્રીજા દેવલોકમાં–૭૨૦૦૦, ચોથામાં ૭૦૦૦૦, પાંચમામાં ૬૦૦૦૦, છઠ્ઠામાં— ૫૦૦૦૦, સાતમામાં-૪૦૦૦૦, આઠમામાં-૩૦૦૦૦, નવમા-દસમામાં-૨૦ હજાર, અગિયારમા-બારમામાં–૧૦૦૦૦,
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ઃ
For Private & Personal Use Only
www.jainelibrary.org
૫૦ Jain Education International