________________
દેવો મહાન ઉપદ્રવ કરીને પણ તેમને ધર્મથી ચલાયમાન કરી શકતા ન હતા. તે નિર્ચન્જ પ્રવચનમાં શંકા, કાંક્ષા,વિતિગિચ્છા આદિથી રહિત હતા.
તે નિગ્રંથ પ્રવચનમાં લબ્ધાર્થ, ગ્રહિતાર્થ, પૃચ્છિતાર્થ, અભિગતાર્થ અને વિનિશ્ચયાર્થ હતા. અર્થાત્ જિનમતના તત્ત્વોને પૂર્ણ રૂપથી સમજયા હતા. તેમના અંતરમાં(રગેરગમાં) હાડહાડમાં ધર્મરંગ ધર્મપ્રેમ-અનુરાગ ભરેલહતો. તે એવો અનુભવ કરતા હતા કે, “આ નિર્ઝન્ય પ્રવચન જ અર્થભૂત છે, પરમાર્થ રૂ૫ છે. શેષ તમામ નિરર્થક છે. તેનાથી આત્માનું મનુષ્યભવ પ્રાપ્ત કરવાનું કોઈ પ્રયોજન સિદ્ધ
થનાર નથી.”
તેમના ઘરનાં મુખ્ય પ્રવેશ દ્વારઅંદરથી બંધ રહેતા નહતા. અથવા તો તેઓ ગોચરીના સમયે દ્વાર ખુલ્લા રાખતા હતા. તે શ્રમણોપાસક પ્રયોજનવિના રાજાના અંતઃપુરમાં યા અન્ય ઘરોમાં પ્રવેશ કરતા નહતા. અર્થાત્ તે બ્રહ્મચર્ય અને શીલમાં પૂર્ણ મર્યાદિત ચોક્કસ હતા. અથવા સર્વત્ર જેમનો પૂર્ણ વિશ્વાસ જામેલો હતો. તેઓએ ઘણાં વ્રત, નિયમ, ત્યાગ, પ્રત્યાખ્યાન ગ્રહણ કરેલા હતા. આઠમ, ચૌદસ, અમાવાસ્યા, પૂનમના પરિપૂર્ણ(આશ્રવ ત્યાગની પ્રમુખતાથી) પૌષધ કરતા હતા. શ્રમણ નિર્ચન્થોને પ્રાસુક એષણીય કલ્પનીય આહાર પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન, શધ્યા, ઔષધ, ભેષજ આદિ પ્રતિલાભિત કરતા હતા. પોતે પણ તપસ્યાઓ દ્વારા આત્માને ભાવિત કરતા હતા. (૧૧) શ્રમણના ગુણોનું વર્ણન અન્ય સૂત્રોમાં કરવામાં આવેલ છે. તે માટે જુઓ– ઔપપાકિસૂત્ર. ભગવાનના શ્રમણો પણ કુત્રિકાપણ એટલેદેવાધિષ્ઠિત દુકાનના સમાન ગુણોના ભંડાર જેવા હોય છે. (૧૨) ભગવાનના અથવા શ્રમણોના દર્શન કરવા માટે શ્રાવકો પગે પણ જતા હતા અને વાહનથી પણ જતા હતા. સ્નાન આદિનિત્યક્રિયા કરીને પણ જતા અને વિના કર્યો પણ જતા હતા. એકલા પણ જતાં અને સમૂહમાં એકત્રિત થઈને પણ જતા હતા. અહીના વર્ણનમાં તંગિયાપુરીના શ્રાવકો પગે ચાલીને ગયા હતા. સ્નાનવિધિ ક્રિયા પૂર્ણ કરીને સમૂહ સાથે ગયા હતા. સ્નાનક્રિયા પૂર્ણ વિધિના સંક્ષિપ્ત પાઠને માટે ભલામણ આપતા સૂત્રમાં કૃતવલિકર્મા' શબ્દનો પ્રયોગ કરેલ છે. જેનો અર્થ છેબીજી પણ સ્નાન સંબંધી બધી કરવા યોગ્ય વિધિઓ પૂર્ણ કરી.” પરંતુ પરંપરામાં તેનો અર્થ બીજી જ રીતે કરવામાં આવે છે તે યોગ્ય જણાતો નથી. તે વિષયમાં જિજ્ઞાસુઓએ સંવાદમય વર્ણન માટે ગુજરાતી સારાંશ ખંડ ૮માં જોવું જોઈએ. (૧૩) મુનિ દર્શનના પ્રસંગ સાથે પાંચ અભિગમ(આવશ્યકવિધિ)નું પાલન કરવું શ્રાવકોનું પ્રમુખ કર્તવ્ય હોય છે. તુંગિયાપુરીનાં શ્રાવકોએ તેને બરાબર પાલન કર્યું પાંચ અભિગમના બીજા અભિગમમાં અર્થ ભ્રમના કારણે લિપિ દોષ આદિથી ૪ પ્રક્ષિપ્ત થઈ ગયેલ છે. જે અનુપયુક્ત છે. વિજ્ઞાઈ રબ્બા વિડસળિયા પાઠ ભગવતી સૂત્રઃ શતક-ર
| ૪૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org