________________
સંખના-સંથારો સ્વીકારવાનો નિર્ણય કર્યો અને ભગવાનની આજ્ઞા લઈ સશક્ત શ્રમણોની સહાયતાથી ધીમે-ધીમે વિપુલ પર્વત પર જઈને આજીવન અનશન ગ્રહણ કર્યું. એક માસ સુધી તેમનો પાદપોપ ગમન સંથારો ચાલ્યો. આયુષ્ય પૂર્ણ થતાં દિવંગત થયા.
સેવામાં રહેલા સશક્ત શ્રમણોએ તેમના પરિનિર્વાણનો કાયોત્સર્ગ કરી તેમના શરીરને ત્યાં જ વોસિરાવી અવશેષ ઉપકરણોને લઈ, ભગવાનની સેવામાં પહોંચી, વંદન નમસ્કાર કરી, સ્કંધક અણગારના સફળ સંથારાના અને કાળધર્મના સમાચાર આપી, તેમના બાકીના ઉપકરણ સમર્પિત કર્યા. સ્કંધકની ગતિઃ-ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછતાં ભગવાને ફરમાવ્યું કે મારા અંતેવાસી ગુણ સંપન્ન અંધક અણગાર સંયમની આરાધના કરીને બારમાં દેવલોકમાં ગયા છે. ત્યાંથી બાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને યથા સમય સંયમ ગ્રહણ કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરશે અને અંતે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે. બાલમરણ, પંડિત મરણ, ભિક્ષુ પડિયા, ગુણ રત્ન, સંવત્સર તપ આદિનું વર્ણન જુદા જુદા શાસ્ત્રોમાં છે. ટિપ્પણઃ અંધક સન્યાસીને પ્રશ્ન પૂછનાર "પિંગલ" શ્રાવક હતા કે શ્રમણ? આ પ્રશ્ન ઉભો થાય છે. કેમ કે સૂત્રમાં નિર્ચન્થ અને શ્રાવક બને શબ્દ ઉપલબ્ધ છે. સૂત્રમાં પિંગલ માટે " પરિવસઈ" ક્રિયાનો પ્રયોગ કરેલ છે, જે શ્રમણોપાસક ગૃહસ્થ અને પરિવ્રાજકો માટે પ્રયોગ કરવામાં આવે છે. નિગ્રંથ શ્રમણ માટે એવી ક્રિયાનો પ્રયોગ યોગ્ય ગણાતો નથી. શ્રમણ માટે સામાપુIમ કુમારે સમોસ અથવા વેરાઈ બેર પૂપિપત્તા, એવો પ્રયોગ થાય છે. તેથી અહીં નિશબ્દ સંદેહાસ્પદ છે, કયારેક લિપિ કાલમાં વધી ગયો હશે, નિર્ગસ્થ શબ્દનો અસ્વીકાર કરવાથી કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. તત્વ તુ વા
(ઉદ્દેશકઃ ૨-૪) (૧) સમુદ્યાત સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ૩૬માંછેતેવર્ણન અહીં લગભગ સંપૂર્ણ સમજી લેવું. (૨) નરક પૃથ્વી પિંડ આદિવર્ણન માટે જીવાભિગમ સૂત્ર ત્રીજી પ્રતિપત્તિનો પ્રથમ ઉદ્દેશક સંપૂર્ણ અહીં સમજી લેવો. (૩) ઇન્દ્રિયો સંબંધી વર્ણન માટે પ્રજ્ઞાપના પદ ૧૫નો પ્રથમ ઉદ્દેશક અહીં સંપૂર્ણ સમજી લેવો.
ઉદ્દેશકઃ ૫) (૧) દેવ ગતિમાં દેવોની પરિચારણા વિવિધ પ્રકારની હોય છે. સ્વાભાવિક રૂપથી પોતાની દેવીઓની સાથે પરિચારણા કરે છે. વિશેષ રૂપમાં પોતાની દેવીઓ દ્વારા વૈક્રિય કૃત હજારો દેવીઓની સાથે પરિચારણા કરે છે. જ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org