________________
શતક-૨ : ઉદ્દેશક-૧ (૧) જેવી રીતે બેઈન્દ્રિય આદિશ્વાસોશ્વાસ લે છે. તેવી જ રીતે એકેન્દ્રિય પણ અનંત પ્રદેશી વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાન પુદ્ગલોનો શ્વાસોશ્વાસ લે છે અને છોડે છે.
વાયુકાય પણ શ્વાસોશ્વાસ લે છે. અચિત્ત વાયુ શ્વાસોશ્વાસ વર્ગણા રૂપ અલગ હોય છે. તેનો શ્વાસોશ્વાસ લઈ શકાય છે. વાયુકાય જીવ વાયુકાયરૂપે લાખો ભવનિરંતર કરી શકે છે. અર્થાત અસંખ્ય ભવનિરંતર થઈ જાય છે. પરભવમાં જવા સમયે તેજસ કાર્પણ શરીર સાથે રહે છે, ઔદારિક કે વૈક્રિય શરીર રહેતા નથી. (ર) અચિત ભોજી બનેલ અણગાર જો ભવ પ્રપંચથી મુક્ત ન થાય તો તે પણ સંસારમાં જન્મ મરણ કરે છે. ત્યાં પ્રાણ ભૂત જીવ અથવા સત્ત્વ કાંઈ પણ હોઈ શકે છે, કહી શકાય છે– ૧. પ્રાણ-શ્વાસોશ્વાસ લેવાથી ૨. ભૂત– શાશ્વત હોવાથી ૩. જીવ– આયુષ્ય કર્મથી જીવે છે માટે ૪. સત્ત્વ- અશુભ-શુભ કર્મોની સત્તાથી પ. વિધુ વિજ્ઞ– રસાદિને જાણવાથી દાવેદક– સુખ-દુઃખ વેદનાથી.
ભવપ્રપંચને સમાપ્ત કરનારા અણગાર પ્રાણ, ભૂત આદિ કહેવાતા નથી. તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પારગત, અંતકૃત અને સર્વદુઃખોથી રહિત કહેવાય છે. (૩) સ્કંધક અણગાર :- શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલ નામના પરિવ્રાજકના શિષ્ય અંધક પરિવ્રાજક રહેતા હતા. જે બ્રાહ્મણ પરિવ્રાજક મતમાં નિષ્ણાત હતા. વેદોમાં પારંગત હતા. તે નગરીમાં શ્રમણ ભગવાન મહાવીરના(શ્રાવક) ભક્ત પિંગલનિર્ઝન્થ” પણ રહેતા હતા. (૪) પિંગલ શ્રાવક – એકવાર “પિંગલ' શ્રાવકે અંધકની પાસે જઈ નીચેના પ્રશ્નો પૂછયાપ્રશ્ન-(૧) લોક સાંત છે કે અનંત? (૨) જીવ સાંત છે કે અનંત? (૩) સિદ્ધિ સાંત છે કે અનંત? (૪) સિદ્ધ સાંત છે કે અનંત? (૫) કયા પ્રકારનાં મરણથી મૃત્યુ પામતાંજીવ સંસાર વધારે છે કે ઘટાડે છે?
આ પ્રકારના પ્રશ્નો સાંભળીને સ્કંધક પરિવ્રાજક કોઈ પણ ચોક્કસ જવાબ આપી શકયા નહીં. પિંગલે ફરી ફરી એ પ્રશ્નોનું પુનરાવર્તન કરી ઉત્તર દેવા માટે આગ્રહ કર્યો. પરંતુ અંધક સંદેહશીલ બનીને મૌન રહ્યા.પિંગલ ત્યાંથી ચાલ્યા ગયા.
ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામવિચરતાં કૃતંગલા નગરીમાં પધાર્યા જેનગરી શ્રાવસ્તી નગરીની નજીકમાં જ હતી. અંધકને પણ જાણ થઈ. તેણે આગળ બતાવેલા પ્રશ્નોના સમાધાન ભગવાન પાસેથી પ્રાપ્ત કરવાનો વિચાર કર્યો અને પરિપૂર્ણ વેશભૂષા સાથે પોતાના સ્થાનેથી ચાલી નીકળ્યા. અંધક ભગવાનની સેવામાં – અંધક સંન્યાસી પહેલા ગૌતમ સ્વામીના મિત્ર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org