________________
જો તે કોઈ પણ જીવ વ્રતી બની જાય, દેશવિરતિ અથવા સર્વવિરતિ સ્વીકાર કરે તો તેની અવ્રતની ક્રિયા પર પ્રભાવ પડે છે. અર્થાત્ તેનું અસ્તિત્વ અવરોધાઈ જાય છે. પરન્તુ વર્તમાને જે અવ્રતી જીવ છે તે ભલે હાથી હોય અથવા કીડી તેમને તો અવ્રત ક્રિયા સમાન જ હોય છે.
(૭) જે સાધુ ઇરાદાપૂર્વક જાણી જોઈને આધાકર્મી(પોતાના નિમિત્તે બનેલા) આહારાદિનું સેવન કરે છે તે કર્મોની(પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બધી અપેક્ષાથી) અભિવૃદ્ધિ કરે છે, તે કર્મોને મજબૂત કરે છે; આયુષ્ય કર્મ તો જીવનમાં એક જ વાર બંધાય છે; તેમાં ઘટ-વધ કાંઈ ન થાય; તેથી ઉપર કહેલ વૃદ્ધિ સાત કર્મોની અપેક્ષાએ જાણવી. તેમાં પણ અશાતાવેદનીયનો વિશેષ વિશેષતર બંધ થાય છે.
આપ્રકારે આધાકર્મી આહારનું સેવન કરીને શાતા ઇચ્છનારને પણ આશાતા યોગ્ય કર્મોનો જ અધિકાધિક સંગ્રહ વધી જાય છે.
કોઈ સૂત્રમાં આધાકર્મી આહારાદિ સેવનથી કર્મ બંધ થવાના વિકલ્પ પણ બતાવ્યા છે. તે અનાભોગ અથવા સપરિસ્થિતિક(અપવાદ કારણે) આદિની અપેક્ષાએ છે અને સાધુ માટે એકાંત ભાષા પ્રયોગના નિષેધ માટે છે. કેમ કે કોઈપણ જીવ કોઈ પ્રવૃત્તિ કરતાં કેવા કર્મ બંધ કરે એ તેના વ્યક્તિગત પરિણામો પર નિર્ભર છે, જેને છદ્મસ્થ માનવ જાણી શકતો નથી, સમજી શકતો નથી, તેથી તે જીવે કર્મબંધ કર્યો અથવા કર્મોનો બંધ નથી કર્યો’ આવો નિર્ણય(ન્યાય) દેવાનો અધિકાર વ્યક્તિગત કોઈછદ્મસ્થને નથી. પરંતુ સિદ્ધાન્ત રૂપ કહી શકાય છે. ઉક્ત પ્રાસંગિક સૂત્રમાં પણ કર્મબંધ સંબંધીનું કથન સિદ્ધાંત રૂપમાં જ કરવામાં આવેલ છે.
એનો આશય એ છે કે જે સાધુ ગાઢ(ખાસ) પરિસ્થિતિ વિના પ્રમાદવશ કે લાપરવાહી વશ સંયમના શિથિલ માનસથી આવી પ્રવૃત્તિ કરે છે, તેની આલોચના પ્રાયશ્ચિત કરતો નથી. તેનો ખેદાનુભવ કરતો નથી, તે એવા પરિણામોવાળા પ્રસ્તુત સૂત્રોક્ત બંધ કરે છે અને સંસારભ્રમણની વૃદ્ધિ કરે છે.
(૮) પ્રાસુક એષણીય અને શાસ્ત્રોક્ત સર્વ પ્રકારના દોષોથી રહિત પૂર્ણ શુદ્ધ આહારાદિ ગ્રહણ કરનાર, ભોગવનાર, શ્રમણ, ઉપરોકત કર્મોનો બંધ કરતો નથી, પરંતુ વિશેષ રૂપથી કર્મ ક્ષય કરે છે અને શીઘ્ર જ સંસાર ભ્રમણને ઘટાડી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
એનું કારણ એ છે કે શુદ્ધ ગવેષણા કરનારા અણગાર આત્મ સાક્ષીથી સંયમ ધર્મનું અતિક્રમણ કરતા નથી. છ કાયના જીવોની પણ પૂર્ણ રૂપથી રક્ષા કરે છે. તે જીવોની પૂર્ણ દયા પાળે છે. પરંતુ આધાકર્મી સેવન કરનારા તો તે જીવોની રક્ષા અથવા અનુકંપા તરફ ઉપેક્ષા સેવે છે.
(૯) અસ્થિર સ્વભાવવાળા આત્મા જ આ પ્રકારે સંયમભાવથી અસંયમ–ભાવમાં બદલાય છે. અર્થાત્ ગવેષણાથી અગવેષણા ભાવમાં બદલાઈ જાય છે. અસ્થિર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
४०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org