________________
કર્મનું થાય છે. ઉપશમન, ઉદય પ્રાપ્તનું નહિં પરંતુ સત્તામાં રહેલા કર્મોનું થાય છે.
નિર્જરા ઉદય પ્રાપ્ત વેદાયેલા કર્મોની હોય છે. આ બધું પ્રવર્તન જીવના પોતાના ઉત્થાન, કર્મ, બળ, વીર્યપુરુષાકાર પરાક્રમથી જ થાય છે. (૭) એકેન્દ્રિય પણ કક્ષા મોહનીય કર્મનું વદન ઉદયાનુસાર કરે જ છે. પરંતુ તે અનુભવ કરતો નથી. કેમ કે તેમને તેવી તર્ક શક્તિ, સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હોતા નથી. છતાં પણ સર્વ પ્રકારનાં કર્મોનું વદન તો તેમને થાય જ છે.
એકેન્દ્રિય સંબંધી એવા અનેકતત્ત્વશ્રદ્ધા કરવા યોગ્ય હોય છે. તેનાવિષયમાં આ વાકય હંમેશાં યાદ રાખવું જોઈએ કે-ભગવદ-ભાષિત તત્ત્વ સત્ય જ છે; શંકા કરવા યોગ્ય કિંચિત માત્ર નથી. આગમમાં આ વાક્યનું અનેક સ્થાને આવ્યું છે. (૮) શ્રમણ નિર્ઝન્ય પણ કોઈ નિમિત્ત સંયોગ અથવા ઉદયવશ કાંક્ષા મોહનીય (મિથ્યાત્વ)નુંવેદન કરે છે અર્થાત્ કોઈ પ્રસંગો અને તત્ત્વોને લઈને તે પણ સંદેહશીલ બની જાય છે. ક્યારેક સંદેહમાં મુંઝાઈ જવાથી કાંક્ષા મોહનીયનું વદન થાય છે. ફરી સમાધાન પામીને અથવા શ્રદ્ધાના ઉક્ત વાકયનું સ્મરણ કરીને મૂંઝવણથી મુક્ત(સ્વસ્થ) અવસ્થામાં આવી જાય છે.
જે વધુમાં વધુ મૂંઝાતો રહે કે મૂંઝવણમાં જ સ્થિર થઈ જાય છે અથવા ઉક્ત શ્રદ્ધા વાકયનું સ્મરણ ન કરી શકે તો તે કાંક્ષા મોહનીયનું વેદન કરીને સમકિતથી ભ્રષ્ટ બની જાય છે.
તેથી શ્રમણ નિર્ઝન્થોને તત્ત્વજ્ઞાન ચિંતવના કરતાં કરતાં પણ શ્રદ્ધામાં સાવધાન રહેવું જોઈએ અને ઉક્ત અમોધ શ્રદ્ધા રક્ષક વાકયને માનસપટ પર હંમેશા ઉપસ્થિત રાખવું જોઈએ.
સંદેહ ઉત્પત્તિનાં કેટલાય નિમિત કારણો છે. તે આ પ્રમાણે છે- અનેક પ્રકારે પરંપરાએ પ્રચલિત થતાં (૧) જ્ઞાનની વિભિન્નતાઓ (ર) દર્શનની વિભિન્નતાઓ (૩) આચરણની વિભિન્નતાઓ (૪) લિંગ-વેશભૂષાઓની વિભિન્નતાઓ (પ) સિદ્ધાંતોની વિભિન્નતાઓ (૬) ધર્મપ્રવર્તકોની વિભિન્નતાઓ. એ જ રીતે (૭) કલ્પોની (૮) માર્ગોની (૯) મત મતાંતરોની (૧૦) ભંગોની (૧૧) નયોની (૧૨) નિયમોની અને (૧૩) પ્રમાણોની વિભિન્નતાઓ.
વ્યવહારમાં વિભિન્ન જીવોની વિભિન્નતાઓને અને ભંગો કે નયોની વિભિન્નતાઓને જોઈને, સમજી નહિ શકવાથી અથવા નિર્ણય નહીં કરી શકવાથી કુતૂહલ, આશ્ચર્ય અને સંદેહશીલ થઈને શ્રમણ નિર્ગસ્થ કાંક્ષા મોહનીયના શિકાર બની શકે છે. તેથી ગુરુઓએ પોતાના શિષ્યોને પ્રથમથી જ વિવિધ બોધ દ્વારા સશક્ત-મજબૂત બનાવવા જોઈએ. જેથી તે આવીસ્થિતિઓનાશિકારબની પોતાની સુરક્ષાને જોખમમાં નાખનારા ન બને. પરંતુ જ્ઞાનના અમોધ શસ્ત્રથી સદા અજેય બનીને પોતાના સમ્યત્વની સુરક્ષા કરવામાં શક્તિમાન રહે.
ભગવતી સૂત્રઃ શતક-૧
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org