________________
(૩) વિવિધ કારણો અને નિમિત્તોથી જીવ જિનવાણી પ્રત્યે શંકાશીલ થાય છે. સંદેહશીલ પરિણામોની વૃદ્ધિના કારણે કાંક્ષા મોહનીય રૂપ મિથ્યાત્વ મોહનીયને વેદે છે અર્થાત્ સમ્યગ્દષ્ટ અથવા શ્રમણ પણ અનેક રીતે શંકાશીલ બની જાય છે. ત્યારે તેમને તે શંકા નિવારણ માટે પ્રયત્ન કરવો જોઈએ અને સંદેહ નિવારણ તત્કાળ ન થઈ શકે તો આ ચિંતન સંસ્કારોથી આત્માને ભાવિત કરવો જોઈએ કે— જે કાંઈ તત્ત્વજિનેશ્વર ભગવંતોએફરમાવ્યું છે તે પૂર્ણ સત્ય છે, નિઃશંક છે, પૂર્ણશ્રદ્ધા કરવા યોગ્ય છે. આજે મને જે તત્ત્વ સમજવામાં નથી આવ્યું તે મારી અજ્ઞાન કર્મપ્રભાવિત દશા છે અથવા સમજવાનો કે સમજાવવાનો ખરેખર સંયોગ મળ્યો નથી.
ભગવત્ ભાષિત જે તત્ત્વ છે તે જ સત્ય છે; શંકા યોગ્ય નથી; આવાચિંતનથી આત્માને ભાવિત કરી, આત્મામાં શ્રદ્ધાને નિશ્ચલ કરનારા જિનાજ્ઞાના આરાધક બને છે અને શંકાઓ થવાથી તેનામાં મૂંઝાઈને અશ્રદ્ધાનું શરણ લેનારા જિનાજ્ઞાના વિરાધક થાય છે.
(૪) પદાર્થોનો અસ્તિત્વ સ્વભાવ અસ્તિત્વમાં રહે છે. તેમાં નાસ્તિત્વ સ્વભાવ છે તે પણ પોતાના સ્વભાવમાં રહે છે. તે બન્ને ભાવોને વીતરાગ સર્વજ્ઞ ભગવાન તે તે રૂપમાં જાણે, માને અને સમજે છે અને તેવું જ કથન કરે છે.
વીતરાગ ભગવાન જેવું જ્યાં હમણાં જાણે છે તેવું જ બીજે કયારેય પણ જાણે છે. અર્થાત્ ક્ષેત્રકાળના પરિવર્તનથી તેમના જ્ઞાનમાં કોઈ પણ પરિવર્તન થતું નથી. કેમ કે તેમનું કેવળજ્ઞાન સર્વથા અપરિવર્તનશીલ હોય છે. તેથી તેમનું જ્ઞાન અને પ્રરૂપણ-નિરૂપણ હંમેશા એક સરખું જ રહે છે.
(૫) કાંક્ષા મોહનીય(આદિ કર્મ)પ્રમાદથી ઉત્પન્ન થાય છે, પ્રમાદ યોગોથી (મન, વચન, કાયાથી) ઉત્પન્ન થાય છે, યોગ વીર્યથી અને વીર્ય શરીરથી ઉત્પન્ન થાય છે. શરીરનું નિર્માણ કર્મ સંયુક્ત જીવ જ પોતાના પુરુષાર્થથી કરે છે. તે પ્રમાદના પ્રકારો આ પ્રમાણે છે. ૧. અજ્ઞાન દશા, ૨. સંશય ૩. મિથ્યા જ્ઞાન ૪. રાગ ૫. દ્વેષ ૬. મતિભ્રમ ૭. ધર્મમાં અનાદર બુદ્ધિ ૮. અશુભ યોગ.
મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ આ પાંચ કર્મ બંધના નિમિત્ત કારણ કહેવામાં આવ્યા છે. છતાં અહીં કેવલ પ્રમાદની પ્રમુખતાથી કરવામાં આવેલ કથન અપેક્ષાયુક્ત છે. કારણ કે પ્રમાદ શબ્દ વિશાળ અર્થનો સમાવેશ કરવાવાળો છે. અર્થાત્ પ્રમાદ શબ્દથી સંસારની તમામ પ્રવૃત્તિઓનું ગ્રહણ પણ થઈ જાય છે. (૬) જીવ પોતે જ પોતાના ઉત્થાન-કર્મ-બલ-વીર્ય-પુરુષકાર-પરાક્રમથી વેદે, ઉપશમન કરે, સંવરણ(કર્મોનું અટકાવવું) કરે છે અને ગર્હા પણ સ્વયં કરે છે. અર્થાત્ કર્મોની આલોચના અને તેના બંધથી નિવૃત્તિરૂપ સંવર ધારણ કરે છે અને સંચિત કરેલા કર્મોની નિર્જરા પણ સ્વયં પોતાના પુરુષાર્થથી કરે છે.
કર્મોને
ઉદય પ્રાપ્ત ન હોય એવા કર્મોની ઉદીરણા કરાય છે. વેદન, ઉદય પ્રાપ્ત
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jadineibrary.org
૨૦
Jain Education International