________________
અલ્પ બહુત્વ:- (૧) સહુથી અલ્પ અશૂન્યકાલ–જન્મવાનો અને મરવાનો વિરહ અર્થાત્ અન્ય ગતિથી કોઈ પણ જીવનું ન આવવું અલ્પ સમય જ રહી શકે છે. (૨) તેનાથી મિશ્રકાલ અનંતગણો અર્થાત્ ઉપરોક્ત પરિભાષાવાળા મિશ્રકાલ અનંત કાલસુધી રહી શકે છે. (૩) તેનાથી શૂન્યકાલઅનંતગણો અર્થાઅપેક્ષિત સમયના ભવી જીવ તો લગભગ મોક્ષમાં ચાલ્યા જાય અને બાકી રહેલા ભવી અને અભવી નિગોદમાં વનસ્પતિમાં અને તિર્યંચ રૂપમાં અનંતા અનંતકાલ(વનસ્પતિ કાલ) રહી જાય તો તે ઉત્કૃષ્ટ શૂન્યકાળ બની શકે છે.
નારકીમાં– સર્વથી થોડો અશૂન્ય કાળ(વિરહકાલ પ્રમાણે), તેથી મિશ્રકાળ અનંતગણો તેથી શૂન્યકાળ અનંતગણો. એ જ પ્રમાણે મનુષ્ય અને દેવમાં અલ્પબદુત્વ સમજી લેવું. તિર્યંચમાં સહુથી થોડો અશૂન્યકાળ, તેથી મિશ્રકાળ અનંતગુણો છે. (શૂન્યકાલ નથી)
ચાર સ્થાવરમાં– સહુથી થોડો શૂન્યકાલ તેનાથી મિશ્રકાલ અનંતગણો. (અશૂન્યકાલ નથી; કારણ કે ઉપજવા મરવાનો વિરહ નથી). ત્રણ વિકલૈંદ્રિય અને પંચેન્દ્રિયમાં નરક પ્રમાણે અલ્પબદુત્વ છે. (૫) અંત ક્રિયાનું વર્ણન, અસંયતી ભવ દ્રવ્ય દેવ આદિ ૧૪ બોલોનો દેવોત્પાત વર્ણન અને અસનિ આયુ સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ૨૦ અનુસાર છે. (૬) પ્રશ્નનું સમાધાન મેળવ્યા પછી શિષ્ય ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને વિનમ્રતા પ્રગટ કરતાં એમ કહેવું જોઈએ કે- હે ભગવાન ! જે રીતે આપે ફરમાવ્યું તે સત્ય છે, વાસ્તવિક છે, મને સમજવામાં આવી ગયું છે.
ઉદેશકઃ ૩) (૧) જીવ કક્ષા મોહનીયએટલે કેમિથ્યાત્વમોહનીય સર્વથી સર્વબંધ કરે છે. અન્ય કોઈ વિકલ્પ એક દેશનો નથી. અર્થાત્ જીવ સર્વ આત્મ, પ્રદેશોથી જ કર્મ વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરે છે. સર્વ આત્મ પ્રદેશો પર જ તે કર્મોનો બંધ થાય છે અને ગ્રહણ કરેલ સર્વ પુલોનો બંધ થાય છે. આત્માના કોઈ એક વિભાગમાં કર્મબંધ થતો નથી. અથવા કોઈપણ આત્મ વિભાગ બંધ શૂન્ય રહેતો નથી. પ્રતિપળ બંધનારા સર્વ કર્મ સર્વ આત્મ પ્રદેશો પર બંધાય છે અને તે ગ્રહણ કરેલ કર્મ પુદ્ગલ કોઈ એક કિનારાથી બંધાઈ જાય એવું પણ નથી. તે કર્મ પણ પોતાના સંપૂર્ણ રૂપથી આત્માની સાથે બંધાય છે. આ જ રીતે આઠેય કર્મ અને સર્વદંડકની અપેક્ષા સૈકાલિકસિદ્ધાંત સમજવો જોઈએ. (૨) બંધની જેમ ઉદય-ઉદીરણા,ચય-ઉપચય,નિર્જરા આદિ પણ સર્વથી સર્વથાય છે. બંધ, ચય, ઉપચય થયેલ પુદ્ગલ દીર્ધકાળ સુધી સત્તામાં રહી શકે છે પરંતુ ઉદય ઉદીરણા,નિર્જરિત થયેલ પુદ્ગલની અલ્પકાળમાં આત્માથી સત્તા નષ્ટ થાય છે. ભગવતી સૂત્રઃ શતક-૧
| ર૦ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org