________________
અંતમાં પૂર્ણ કરવામાં આવે છે. તે કાર્ય અપેક્ષાથી પ્રત્યેક ક્ષણે ચાલુ હોય છે અને પૂર્ણની અપેક્ષાએ અંતિમ સમયમાં નિષ્પત્તિ થાય છે. એક મીટર કાપડ બનીને તૈયાર થયું તે, તે રૂપમાં અંતિમક્ષણમાં બન્યું. તેમ છતાં પૂર્વની પ્રત્યેક ક્ષણમાં પણ બન્યું તો છે જ. અન્યથા એક જ ક્ષણમાં એક મીટર કાપડ બનીને તૈયાર થઈ જતું નથી.
આ દષ્ટિએ એમ કહેવું યોગ્ય છે કે કોઈપણ કરાતું કાર્ય તે સમયે કાંઈક થયું અર્થાત્ જેટલું પ્રથમ સમયમાં કરવામાં આવ્યું, તેટલું તો તે સમયમાં થઈ જ ગયું તેથી કરાતું કાર્ય પોતાની પ્રત્યેક ક્ષણમાં થયું એમ કહેવું અપેક્ષા અને નયદષ્ટિથી યોગ્ય જ છે.
કાર્યની પૂર્ણતાજઉપયોગી હોવાથી નક્કી કરેલ કાર્ય પૂર્ણ થતાં જ ‘આકાર્યથયું એવો પ્રયોગ કરી અને સમજવામાં આવે છે; આ સ્થૂલ દષ્ટિ છે, વ્યવહાર દષ્ટિ છે.
સ્થૂલદષ્ટિ અને સૂક્ષ્મ સૈદ્ધાત્તિક દષ્ટિ બનેને પોત-પોતાના સ્થાન સુધી, સીમા સુધી જ સમજવાનું ધ્યાન રાખવું જોઈએ. સ્થૂલદષ્ટિને સૂક્ષ્મદષ્ટિથી અને સૂક્ષ્મને સ્થૂલદષ્ટિથી તુલના કરવાની આવશ્યકતા નથી. એવું કરવાથી લોકમાં અનેકવિવાદ સર્જાય છે. એટલા માટે જે દષ્ટિથી જેનું જે કથન હોય તેને તે દષ્ટિથી સમજવાનો અને સમન્વય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
પ્રસ્તુત પ્રકરણમાં જે જ્યારે જેટલા કર્મ આત્મામાં ચલાયમાન થઈ રહ્યા છે, ઉદીરિત થઈ રહ્યા છે, વેદન થઈ રહ્યા છે, ક્ષીણ થઈ રહ્યા છે તેને તેટલા અંશમાં ચલાયમાન થયા, ઉદીર્ણ થયા, વેદાયા અને ક્ષીણ થયા, એવું કહી શકાય છે.
જે કર્મો સ્થિતિથી છિન્ન થઈ રહ્યા છે, રસથી ભિન્ન થઈ રહ્યા છે, પ્રદેશોથી ક્ષય હોવાના કાલમાં જલી રહ્યા છે, નષ્ટ થઈ રહ્યા છે, આયુષ્ય કર્મક્ષય હોવાની અપેક્ષાએ મરી રહ્યા છે અને સંપૂર્ણ ક્ષયની અપેક્ષાએ નિર્જરિત થઈ રહ્યા છે, તેને છિન્ન થયેલ યાવત નિર્જરિત થયેલ, એવું કથન, એક દેશ ક્ષયના સમયે પણ કરી શકાય છે. [ નધિ યાવતું શબ્દના પ્રયોગનો અર્થ એ છે કે જે બે શબ્દોની વચ્ચે યાવત્ પ્રયોગ છે તે બે શબ્દોની વચ્ચે અનેક શબ્દો છે, તેનું કથન આ પ્રકરણમાં કે આ સૂત્રમાં અથવા અન્ય આગમમાં વિસ્તારથી આવી ગયું છે ત્યાંથી સમજી લેવું]
કર્મોનું ચલિત થવું યાવત્ ક્ષીણ થવું, આ કથનમાં સમુચ્ચય કર્મની અપેક્ષા રહેલ છે અને છિન્ન-
ભિન્ન આદિમાંસ્થિતિઘાત, રસઘાત, પ્રદેશઘાત આદિઅલગઅલગ વિશેષ અપેક્ષાઓ રહેલ છે. જે ઉપર સ્પષ્ટ કરવામાં આવેલ છે. (૩) પહેલાં આહાર કરાયેલ અથવા ગ્રહણ કરેલ પુદ્ગલ અને વર્તમાનમાં ગ્રહણ કરાતા પુદ્ગલોનું પરિણમન થાય છે. ભવિષ્યમાં ગ્રહણ થનારાઓનું પહેલાં પરિણમન થતું નથી. આ પ્રકારે પરિણમનની જેમજ કર્મના ચય, ઉપચય, ઉદીરણ, વેદના અને નિર્જરણ પણ સમજવું જોઈએ. તેજસ શરીર માટે પણ આ જ સિદ્ધાંત છે અને કાશ્મણ શરીર માટે પણ આજ છે.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org