________________
'વ્યાખ્યા પ્રજ્ઞાતિ સૂત્ર | ભગવતી સૂત્ર સારાંશ
શતક-૧ : ઉદ્દેશક-૧ | આદિ મંગલ નમસ્કાર મંત્ર :
णमो अरिहंताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं, णमो उवज्झायाणं, णमो लोए सव्व साहूर्ण । एसो पंच णमुक्कारो, सव्व पावप्पणासणो।
मंगलाणं च सव्वेसिं,पढम हवइ मंगलं ॥ (૧) જૈન સિદ્ધાંત અનુસાર આધ્યાત્મ લોકના સમસ્ત નમસ્કાર કરવા યોગ્યનો પંચપરમેષ્ઠિમાં સમાવેશ થાય છે. અર્થાત આત્મ સાધનાના ક્ષેત્રમાં આ પાંચ પરમેષ્ઠિને જ નમસ્કાર યોગ્ય માન્યા છે. તેના સિવાય કોઈ પણ નમસ્કરણીય સાધનાક્ષેત્રોમાં માનવામાં આવ્યા નથી. જે કોઈપણ નમસ્કરણીયછે તે સર્વનો આ પાંચમાં સમાવેશ થઈ જાય છે.
માતા-પિતા, શિક્ષક, વડીલ, સ્વામી, નેતા, કુલદેવતા આદિલોકવ્યવહારના ક્ષેત્રમાં નમસ્કાર યોગ્ય છે. તેમને અધ્યાત્મક્ષેત્રથી અલગ સમજવા જોઈએ.
શ્રત દેવતા, બ્રાહ્મી લિપિ, વૈરોટયા દેવી અથવા લક્ષ્મી, સરસ્વતી, સ્ટ્રી શ્રી દેવી આદિને નમસ્કાર ઉચ્ચારણ; લૌકિક ભાવનાઓથી ઐહિક ઇચ્છાના લક્ષ્યથી કરાય છે. આધ્યાત્મક્ષેત્રમાં તેમની આવશ્યકતા નથી. સૂત્રોમાં આવા નમન લિપિ કાલના લેખકોના છે, જે લૌકિક મંગલોની રુચિથી લખાયેલ છે પરંતુ કોઈએ સૂત્રમાં પ્રક્ષિપ્ત કરેલ કે રચેલ નથી.
ઉક્ત પાંચ નમસ્કરણીઓમાં જે ગુણ છે તે સ્વતંત્ર ગુણ પણ આગમમાં કયાંય નમસ્કાર યોગ્ય કહ્યા નથી. પરંતુ ગુણોથી યુક્ત ગુણવાન જ સિદ્ધાંતની રીતે નમસ્કારને યોગ્ય છે. આ પંચપરમેષ્ઠિનમસ્કાર મંત્રથી પણ સ્પષ્ટ થાય છે. કારણ કે તેમાં નમો નાણસ્સ, નમો સુવર્ણ કે ગમો ધમ્મક્ષ એવા કોઈ પદનથી.
એનાથી અલગ આધ્યાત્મ સાધના ક્ષેત્રમાં જે કોઈ પણ નમસ્કાર પદ્ધતિના રૂપમાં ઉચ્ચારણ કરવામાં આવે છે તે અશુદ્ધ છે. વાસ્તવમાં ગુણો અને ધર્મ આદરણીય, આચરણીય છે. જ્યારે ગુણી કે ગુણવાન આત્મા જ વંદનીય હોય છે. (૨) તમને વતિ- કોઈપણ કાર્યનો પહેલાં પ્રારંભ કરવામાં આવે છે અને
ભગવતી સૂત્રઃ શતક-૧
૨૩
5
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org