________________
અઘાતિકર્મ ચૌદમા ગુણસ્થાનના અંતિમ સમયે પૂર્ણ રૂપેણ ક્ષય થાય છે. ત્યારે યથાખ્યાત ચારિત્ર વાળા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. ત્યાં યથાખ્યાત ચારિત્ર પણ રહેતું નથી, કારણ કે ચારિત્ર મનુષ્ય ભવિક જ છે.
છઠ્ઠું પ્રતિસેવના દ્વાર :- સંયમના મૂળ ગુણ-પાંચ મહાવ્રત તથા છઠા રાત્રિ ભોજન ત્યાગવ્રત છે. ઉત્તર ગુણમાં સ્વાધ્યાય તપ તથાનિયમોપનિયમછે. આ મૂળ ગુણ અને ઉત્તર ગુણમાં દોષ લગાડવો, એની મર્યાદાઓનો ભંગ કરવો, પ્રતિસેવના = વિપરીત આચરણ કહેવાય છે. આ પ્રમાણે પ્રતિસેવનાના બે પ્રકાર છે. (૧) મૂળ ગુણ પ્રતિસેવના, (૨) ઉત્તર ગુણ પ્રતિસેવના. કોઈપણ મર્યાદાનો ભંગ કરવો નહિ, દોષ લગાવવો નહિ, તે અપ્રતિસેવના કહેવાય છે. એવા સાધક અથવા એમના નિયંઠા કે ચારિત્ર ‘અપ્રતિસેવી’ કહેવાય છે.
સાતમું જ્ઞાન દ્વાર :- ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન એમ આઠ પ્રકાર છે. તથા શ્રુત જ્ઞાનની અપેક્ષા પ્રવચન માતાનું જ્ઞાન શ્રમણને હોવું આવશ્યક હોય છે. ઉત્કૃષ્ટમાં ૧૧ અંગ, ૯ પૂર્વ, ૧૦ પૂર્વ અથવા ૧૪ પૂર્વનું જ્ઞાન હોય છે.
આઠમું તીર્થ દ્વાર ઃ- કોઈ તીર્થંકરનું શાસન વિચ્છેદ થઈ જાય અથવા ઉત્સર્પિણી, અવસર્પિણીના પહેલા તીર્થંકરનું શાસન શરૂ ન થાય તે પહેલા જે કોઈ પોતે જ સંયમ અંગીકાર કરે તે અતીર્થમાં કહેવાય છે. તીર્થની સ્થાપના પછી તથા તીર્થ વિચ્છેદ થાય તે પહેલાતીર્થંકરના શાસનમાંજ જે દીક્ષિત થાય છે તે તીર્થમાં કહેવાય છે. આ પ્રમાણે આ દ્વારમાં બે પ્રકાર છે. (૧) તીર્થમાં (૨) અતીર્થમાં. કોઈનિર્પ્રન્થ અથવા સંયત તીર્થમાં હોય છે, કોઈ અતીર્થમાં હોય છે અને કોઈ બન્નેમાં હોય છે. નવમું લિંગ દ્વાર ઃ– એના ત્રણ પ્રકાર છે– (૧) સ્વલિંગ- જિનમતની વેશભૂષા (૨) અન્યલિંગ = અન્યમતની વેશભૂષા (૩) ગૃહસ્થલિંગ - ગૃહસ્થની વેશભૂષા. આ દ્રવ્યની અપેક્ષાએ ત્રણ ભેદ છે. એમનું નિગ્રન્થ અને સંયતમાં હોવાનું કે ન હોવાનું કથન આ દ્વારમાં કરવામાં આવ્યું છે. ભાવ લિંગના ત્રણ ભેદ થઈ શકે છે પરંતુ અહીં પ્રસ્તુત પ્રકરણમાં સર્વત્ર ભાવથી સ્વલિંગ જ હોય છે. એટલે ચાર્ટમાં ત્રણ દ્રવ્ય લિંગ અને એક ભાવ લિંગની અપેક્ષાએ કથન કર્યું છે. દશમું શરીર દ્વાર :– ઔદારિક વિગેરે પાંચ શરીર છે.
=
અગિયારમું ક્ષેત્ર દ્વાર ઃ– એના બે પ્રકાર છે. (૧) કર્મ ભૂમિ. (૨) અકર્મ ભૂમિ. આ ક્ષેત્ર વર્ણન જન્મની અપેક્ષા અને સંહરણની અપેક્ષા એમ બે પ્રકારથી કરાય છે. અર્થાત્ નિગ્રન્થ અથવા સંયત જન્મની અપેક્ષા કયા ક્ષેત્રમાં મળે છે અને સંહરણની અપેક્ષા કયા ક્ષેત્રમાં મળે છે, એ આ દ્વારમાં બતાવ્યું છે.
બારમું કાળ દ્વાર ઃ– એના ત્રણ પ્રકાર છે. (૧) ઉત્સર્પિણી (૨) અવસર્પિણી (૩) નો ઉત્સર્પિણી નો અવસર્પિણી. એના ફરી ક્રમશઃ -દ્ર. અને ચાર ભેદ છે. અર્થાત્ ઉત્સર્પિણીના ૬ આરા છે. અવસર્પિણીના પણ ૬ આરા છે. નો ઉત્સર્પિણી નો
ભગવતી સૂત્રઃ શતક-૨૫
Jain Education International
For Private & Personal Use Only
૨૩૯
www.jainelibrary.org